સુરક્ષા / ડોભાલે કહ્યું- ટેક્નોલોજીમાં ભારતની સ્થિતિ દુ:ખદ રહી છે, આર્મી ચીફે કહ્યું- આવનારી લડાઇ સ્વદેશી હથિયારોથી જીતીશું

વાયુસેના, નૌકાદળ અને ખુશ્કીદળના પ્રમુખો સાથે મુલાકાત કરતા NSA અજીત ડોભાલ
વાયુસેના, નૌકાદળ અને ખુશ્કીદળના પ્રમુખો સાથે મુલાકાત કરતા NSA અજીત ડોભાલ

  • NSA અજીત ડોભાલ અને સેના પ્રમુખ જનરલ બિપિન રાવત DRDOની 41મી કોન્ફરન્સમાં સામેલ થયા
  • ડોભાલે કહ્યું- દુનિયાના અમુક દેશો પાસે હાઇ ટેક્નોલોજી હતી, આપણી પાસે નથી, આપણે હંમેશા ઉપ-વિજેતા જ રહ્યા

Divyabhaskar.com

Oct 15, 2019, 02:58 PM IST

નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અજીત ડોભાલ અને આર્મી ચીફ જનરલ બિપિન રાવતે મંગળવારના DRDOની 41મી કોન્ફરન્સ દરમિયાન ટેક્નોલોજી અને સુરક્ષા વિશે વાત કરી. અજીત ડોભાલે કહ્યું કે દુનિયાના અમુક એવા દેશ રહ્યા છે જેમની પાસે ઉચ્ચ સ્તરની ટેક્નોલોજી હતી. ભારતની આ મામલે સ્થિતિ દુખદ રહી છે. આર્મી ચીફે કહ્યું- ભારત આવનારી લડાઈ સ્વદેશી હથિયારો અને ટેક્નોલોજીથી લડશે અને મને ભરોસો છે કે આપણી જીતીશું.

NSAએ કહ્યું- ઉપવિજેતાઓ માટે કોઇ ઈનામ નથી હોતું
ડોભાલે કહ્યું- ટેક્નોલોજીના મામલામાં આપણે હંમેશા ઉપવિજેતા જ રહ્યા છીએ. ઉપવિજેતાઓ માટે કોઇ ઈનામ નથી હોતું. આપણને આપણી રક્ષા સેવાઓ અને ગુપ્તચર એજન્સીઓ સાથે આ મામલે સમીક્ષા કરવી પડશે કે કઇ ચીજો જરુરી છે જે આપણને દુશ્મનો પર લીડ અપાવી દે. અત્યારના સમયમાં કોઇ ક્ષેત્રને પ્રભાવિત કરવા માટે ટેક્નોલોજી અને પૈસા મહત્વના છે. યુદ્ધની સ્થિતિમાં કોઇ પક્ષની જીતનો નિર્ણય પણ આ બે ચીજો કરશે. તેમાં ટેક્નોલોજી વધારે જરુરી છે કારણ કે જ્યાં પણ સેના પાસે વધુ આધુનિક હથિયાર રહ્યા છે તેમણે જ માનવતાના ભવિષ્યનો નિર્ણય કર્યો છે.

જરુરિયાતો ઘરેલુ ઉત્પાદનથી પૂરી કરવા પર જોર- આર્મી ચીફ
આર્મી ચીફે કહ્યું - ભારત આગામી લડાઇ સ્વદેશી હથિયારો અને ઉપકરણોથી લડશે અને ભરોસો છે કે જીત આપણને જ મળશે. DRDO છેલ્લા ઘણા સમયથી એ નિશ્વિત કરવાની કોશિષ કરી રહ્યું છે કે આપણી જરુરિયાતો ઘરેલુ ઉત્પાદનથી પૂરી કરવામાં આવે. અમે ભવિષ્યની લડાઇ માટે હથિયારો જોઇ રહ્યા છીએ. હવે આપણને સાઇબર, લેઝર, ઇલેક્ટ્રોનિક, રોબોટિક અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજી પર ધ્યાન દેવું પડશે.

X
વાયુસેના, નૌકાદળ અને ખુશ્કીદળના પ્રમુખો સાથે મુલાકાત કરતા NSA અજીત ડોભાલવાયુસેના, નૌકાદળ અને ખુશ્કીદળના પ્રમુખો સાથે મુલાકાત કરતા NSA અજીત ડોભાલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી