હૈદરાબાદ / ક્લાસરૂમની બહાર ખાલી કટોરો લઈને ભોજનની રાહ જોતી દિવ્યાને તે જ સરકારી સ્કૂલમાં એડમિશન મળ્યું

Divya got admission in the same government school while waiting for a meal with empty bowl outside the classroom

  • દિવ્યાનાં માતા-પિતા સફાઈ કર્મચારી છે, તેનો ફોટો એક તેલુગુ અખબારમાં છપાયો હતો
  • સરકારી સ્કૂલમાં મળતા ભોજન માટે દિવ્યા સ્કૂલે આવતી, એનજીઓ વર્કર વેંકટ રેડ્ડીએ ફેસબુક પર શૅર કર્યો હતો

Divyabhaskar.com

Nov 11, 2019, 11:55 AM IST

હૈદરાબાદ: હૈદરાબાદમાં થોડા દિવસ પહેલાં એક અખબારમાં ફોટો છપાયો હતો, જેમાં એક બાળકી હાથમાં કટોરો લઈને ગુદીમલ્કાપુરની દેવલ જામસિંહ સરકારી સ્કૂલના એક કલાસરૂમની બહાર ઊભી રહીને ભોજનની રાહ જોતી હતી. તેનો ફોટો વાઇરલ થયા બાદ હવે તેને તે જ સ્કૂલમાં એડમિશન મળી ગયું છે. તેનું નામ દિવ્યા છે, તેના માતા-પિતા સફાઇ કર્મચારી છે. તેઓ કામ પર જાય તે પછી સરકારી સ્કૂલમાં જમવાનું મળવાની આશાએ તે ત્યાં પહોંચી જતી. અખબારમાં છપાયેલો દિવ્યાનો ફોટો એનજીઓ વર્કર વેંકટ રેડ્ડીના ધ્યાને પડતાં તેમણે તે પોતાના ફેસબુક એકાઉન્ટ પર શૅર કરીને દિવ્યાની લાચારી વિશે લખ્યું. રેડ્ડીએ એનજીઓને વિનંતી કરી દિવ્યાનું તે જ સ્કૂલમાં એડમિશન કરાવ્યું. ત્યાર બાદ તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું, ફાઈનલી દિવ્યાને સ્કૂલમાં એડમિશન મળી ગયું. હવે તેણે ક્લાસની બહાર ઊભા રહી ભોજનની રાહ નહીં જોવી પડે. તેને ભોજનની સાથોસાથ શિક્ષણ પણ મળશે.

X
Divya got admission in the same government school while waiting for a meal with empty bowl outside the classroom
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી