• Home
  • National
  • Sonia's sarcasm used every kind of scandal to win elections, break limitations

ઉત્તરપ્રદેશ / સોનિયાનો મોદી પર કટાક્ષ- ચૂંટણીમાં જીત મેળવવા દરેક પ્રકારના પ્રપંચનો ઉપયોગ કર્યો, મર્યાદાઓ તોડી

Sonia's sarcasm - used every kind of scandal to win elections, break limitations

  • સોનિયા-પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ પદાધિકારીઓની સાથે ચૂંટણીની સમીક્ષા કરી
  • પ્રિયંકા ગાંધીએ કહ્યું- તે કાર્યકર્તાઓની ભાળ મેળવીશ જેને ચૂંટણીમાં કામ નથી કર્યુ
  • 2004થી સોનિયા સતત રાયબરેલી સીટ જીતી રહ્યાં છે, કાર્યકર્તાઓનો આભાર માન્યો

Divyabhaskar.com

Jun 13, 2019, 12:28 PM IST

રાયબરેલીઃ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. બુધવારે તેઓએ કહ્યું કે, કેન્દ્રમાં સત્તા પર બની રહેવા અને મોદીને વડાપ્રધાન બનાવી રાખવા માટે સત્તાધારી પક્ષે (ભાજપ) મર્યાદાની તમામ હદ વટાવી હતી. મતદાતાઓને આકર્ષવા માટે તમામ પ્રકારના પ્રપંચોનો ઉપયોગ કર્યો હતો. બધાં જ જાણે છે કે લોકસભા ચૂંટણીમાં જે કંઈ પણ થયું, તે નૈતિક હતું કે અનૈતિક. આ પહેલાં સોનિયા અને પ્રિયંકા ગાંધીએ પદાધિકારીઓની સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી.
લોકસભા ચૂંટણી પછી રાયબરેલી પહોંચેલા સોનિયાએ કહ્યું, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણી ચૂંટણી પ્રક્રિયામાં અનેક પ્રકારની શંકાઓ સામે આવે છે. તેનાથી મોટું દુર્ભાગ્ય કોઈ ન હોય શકે કે સત્તા બચાવવા માટે તમામ મર્યાદા ઓળંગવામાં આવી." પ્રિયંકાએ કોંગ્રેસને હાર માટે કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યાં. તેઓએ કહ્યું કે હું તે કાર્યકર્તાઓની ભાળ મેળવીશ જેઓએ પાર્ટી માટે ચૂંટણી દરમિયાન કોઈ કામો કર્યા નથી.

2004થી રાયબરેલીથી જીતી રહ્યાં છે સોનિયાઃ સોનિયા ગાંધીએ પહેલી વખત રાયબરેલીથી 2004માં ચૂંટણી લડી અને ત્યારથી અત્યાર સુધી તેઓ અહીંના સાંસદ છે. સામાન્ય રીતે અન્ય પાર્ટી કોંગ્રેસને આ બેઠક પર વોકઓવર આપે છે. પરંતુ આ વખતે સોનિયાએ ખાસ રહેલાં દિનેશ સિંહે ભાજપની ટિકિટ પર સોનિયાને પડકાર્યા હતા. જો કે સોનિયાએ તેમને દોઢ લાખથી વધુના મતથી હરાવ્યાં છે.

યુપીમાં માત્ર એક જ બેઠક જીત્યું કોંગ્રેસઃ ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા સીટ પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા પરંતુ સોનિયા ગાંધીને છોડીને તેમનો કોઈ જ ઉમેદવાર ચૂંટણી જીત્યો ન હતો. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પરંપરાગત સીટ અમેઠીથી પણ હારી ગયા છે. તેઓને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હરાવ્યાં હતા. ચૂંટણી દરમિયાન આ બંને સીટ પર પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી.

X
Sonia's sarcasm - used every kind of scandal to win elections, break limitations

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી