તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોંગ્રેસનું ઘોષણા પત્ર: 24 કલાકમાં ખેડૂતોનું દેવું માફ, મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા આરક્ષણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ગુલામ નબી આઝાદે કહ્યું- અમે કામ કરવામાં હીરો, પબ્લિસિટીમાં ઝીરો; બીજી પાર્ટીઓ કામમાં ઝીરો અને પબ્લિસિટીમાં હીરો
 • સરકાર બન્યા પછી સૌથી પહેલાં 24 કલાકમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે, કુદરતી આફતના કારણે પાક ખરાબ થતાં એકર દીઠ રૂ. 12,000 વળતર આપવામાં આવશે

ચંદીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે શુક્રવારે તેમનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. હરિયાણા પ્રભારી ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમે સત્તામાં આવીશું. અમે વચન બદ્ધ છીએ. જે કહ્યા છે તે તમામ વાયદાઓ પૂરા કરીશું. અમે કામમાં હીરો છીએ પરંતુ પબ્લિસિટીમાં પાછળ છીએ. બીજી પાર્ટીઓ કામમાં ઝીરો છે પરંતુ પબ્લિસિટીમાં હીરો છે.
કોંગ્રેસના ચંદીગઢ કાર્યાલયમાં થયેલા આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કુમારી શૈલજા અને કિરણ ચૌધરી પણ હાજર રહ્યા હતા.

300 યૂનિટ સુધીની વીજળી ફ્રી, મહિલાઓને પણ આરક્ષણ
કોંગ્રેસે તેમના મેનિફેસ્ટોમાં 300 યૂનિટ પ્રતિમાસ સુધી વીજળી ફ્રી આપવાનો વાયદો કર્યો છે. તેમજ જો 300 કરતા વધારે યૂનિટ થશે તો અડધો રેટ લગાડવાની વાત કરવામાં આવી છે. મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા આરક્ષણ આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે.  કોંગ્રેસના મેનિફેસ્ટોની મુખ્ય વાતો....

મુખ્ય વાતો

 • સરકાર બન્યા પછી સૌથી પહેલાં 24 કલાકમાં ખેડૂતોના ધિરાણ માફ કરવામાં આવશે.
 • કુદરતી આફત સમયે પાક ખરાબ થતાં એકર દીઠ રૂ. 12 હજારનું વળતર આપવામાં આવશે.

યુવકો માટે

 • રોજગાર મળે ત્યાં સુધી 7 હજાર રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુવકોને માસિક રૂ. 10,000નું ભથ્થુ આપવામાં આવશે.
 • રાજ્યના દરેક જિલ્લામાં એક યુનિવર્સિટી અને મેડિકલ કોલેજ બનાવવામાં આવશે
 • પહેલાથી દસમાં ધોરણના દલિત અને પછાત વિદ્યાર્થીઓને રૂ. 12 હજાર અને 11માં ધોરણના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 15 હજાર સ્કોલરશીપ આપવામાં આવશે.
 • દરેક સરકારી સંસ્થામાં મફતમાં વાઈ-ફાઈ ઝોન બનાવવામાં આવશે. અધ્યાપક ભરતી માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.

મિડલ ક્લાસ માટે

 • 300 યુનિટ સુધી પ્રતિમાસ વીજળી મફતમાં આપવામાં આવશે.
 • 300 કરતા વધારે યુનિટ થશે તો અડધો રેટ જ વસુલવામાં આવશે.
 • હરિયાણાના દરેક કર્મચારીઓને પંજાબ રાજ્યના સમાન વેતન અને ભથ્થા આપવામાં આવશે
 • જૂની પેન્શન સ્કીમના દરેક નિષ્ણાતોને નવી પેન્શન સ્કીમ અંદર સમાવેશ કરીને તેને તુરંત લાગુ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો