અનુચ્છેદ 370 / સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી, કહ્યું- અડધો કલાક અરજી વાંચી, ખબર જ ન પડી શું કહેવા માંગો છો

CJI Ranjan Gogoi says pn article 370 petition in supreme court

  • વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સરકારને અનુચ્છેદ 370ને હટાવવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો
  • સુપ્રીમ કોર્ટે કહ્યું- આ કેવી અરજી છે, તેને માન્ય રાખવા લાયક પણ નથી

Divyabhaskar.com

Aug 16, 2019, 11:57 AM IST

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા કેન્દ્ર સરકારના નિર્ણય વિશે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિલ રંજન ગોગોઈએ અરજી કરનારની ઝાટકણી કરતાં કહ્યું કે, મેં અડધો કલાક અરજી વાંચી. તેમ છતાં સમજાયું નહીં કે તમે કહેવા શું માંગો છે. આ કેવી અરજી છે? આ અરજી સ્વીકારવા લાયક પણ નથી.

વકીલ મનોહર લાલ શર્માએ અનુચ્છેદ 370 હટાવવા વિશે સરકારના નિર્ણયના બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ વિશે તુરંત સુનાવણીની માંગ કરી હતી. જોકે કોર્ટે તે વિશે ઈનકાર કર્યો હતો.

કાશ્મીર વિશે અન્ય અરજીઓ ઉપર પણ સુનાવણી થશે
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ એસએ નઝીરની વિશેષ બેન્ચ અરજીકર્તા વકીલ એમએલ શર્મા સિવાય કાશ્મીર ટાઈમ્સની એક્ઝીક્યૂટિવ એડિટર અનુરાધા ભસીનની અરજી પર સુનાવણી કરશે. ભસીને કાશ્મીરમાં મોબાઈલ ઈન્ટરનેટ અને લેન્ડલાઈન સેવા સહિત સંચારના દરેક માધ્યમને છૂટ આપવા માટે અરજી કરી છે. જેથી રાજ્યમાં મીડિયા યોગ્ય રીતે તેમનું કામ કરી શકે.

જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ હટાવવા મામલે નિર્ણય ટાળી ચૂક્યું છે સુપ્રીમ કોર્ટ
આ પહેલાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલીન અરજી પર સુનાવણી કરી હતી. પુનાવાલાએ જમ્મુ-કાશ્મીરમાંથી કર્ફ્યુ હટાવવા, ફોન-ઈન્ટરનેટ અને ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ હટાવવાની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સરકારને પૂછ્યું હતું કે, રાજ્યમાં પ્રતિબંધ ક્યા સુધી ચાલુ રહેશે? સરકારે કહ્યું હતું કે, સ્થિતિ ખૂબ સંવેદનશીલ છે અને પ્રતિબંધ દરેકના હિતમાં છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ હટાવવા વિશે તાત્કાલિક કોઈ પણ આદેશ આપવાનો ઈનકાર કર્યો છે.

સરકારે કોર્ટને કહ્યું હતું કે, અમે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. ત્યાં લોહીનું એક ટીપું નથી પડ્યું, કોઈનો જીવ નથી ગયો. ત્યારપછીથી સુપ્રીમ કોર્ટે, જોઈએ ત્યાં શું થાય છે? એવું કહીને સુનાવણી બે સપ્તાહ માટે પાછી ઠેલી દીધી હતી. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, 2016માં આ જ પ્રમાણેની સ્થિતિને સામાન્ય થવામાં 3 મહિનાનો સમય લાગ્યો હતો. સરકારનો પ્રયત્ન છે કે, શક્ય હોય તેટલી જલદી સ્થિતિ સામાન્ય થાય.

X
CJI Ranjan Gogoi says pn article 370 petition in supreme court
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી