જિનપિંગ / જેમ્સ બોન્ડ જેવી જિનપિંગની કાર, વોરટેન્કની માફક રક્ષણ પણ કરે અને જરૂર પડ્યે ફાયર પણ કરી શકે છે

Chin President Xi jinping Special car with technology

 • જેમ્સ બોન્ડની ફિલ્મોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલી કારમાં જ ચીની પ્રમુખ પ્રવાસ કરે છે
 • જિનપિંગે આવી કાર વ્લાદિમીર પુતિન ઉપરાંત ઉ.કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને ભેટ આપી છે

Divyabhaskar.com

Oct 11, 2019, 03:57 PM IST

નેશનલ ડેસ્ક: ચીનના પ્રમુખ શી જિનપિંગ હાલ ભારતના પ્રવાસે છે. મહાબલિપુરમ ખાતે વડાપ્રધાન મોદી સાથે જિનપિંગની ઉચ્ચસ્તરિય મુલાકાત થશે. અલબત્ત, જિનપિંગ શુક્રવારે ભારત પહોંચ્યા છે પરંતુ તેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળતી ટીમ એક અઠવાડિયા પહેલાં ભારત આવીને પ્રમુખની સુરક્ષા વ્યવસ્થા સંબંધિત ચકાસણી કરી રહી છે. ખાસ કરીને જિનપિંગ વિદેશયાત્રા વખતે જે ગાડીનો ઉપયોગ કરે છે એ ગાડી નિયત ક્રમ મુજબ જિનપિંગના વિમાનમાં એમની સાથે જ આવે છે. શસ્ત્રસજ્જ યુદ્ધટેન્ક જેવી આ ગાડી ઘણી બધી રીતે વિશિષ્ટ છે.

જેમ્સ બોન્ડની ફિલ્મોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરેલી વિશિષ્ટ કાર

 • જેમ્સ બોન્ડની ફિલ્મોમાં જોવા મળતી વિશિષ્ટ બનાવટની કાર પરથી પ્રેરણા લઈને ચીને પોતાના પ્રમુખની સુરક્ષા માટે ખાસ પ્રકારની ગાડી તૈયાર કરી છે.
 • ભારતમાં જે પ્રકારે વડાપ્રધાન સહિતના મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના કમાન્ડો સંભાળે છે એ જ રીતે ચીનમાં પ્રમુખની સુરક્ષા વ્યવસ્થા સેન્ટ્રલ સિક્યોરિટી બ્યુરો સંભાળે છે. માઓ ઝેદોંગ ચીનના પ્રમુખ હતા ત્યારે 1949માં સેન્ટ્રલ સિક્યોરિટી બ્યુરોની રચના થઈ હતી. આ બ્યુરોના તાલીમબદ્ધ કમાન્ડો દેશમાં અને વિદેશમાં ચીની પ્રમુખની આસપાસ સતત ઘેરાયેલા હોય છે.
 • 1992માં સેન્ટ્રલ સિક્યોરિટી બ્યુરોના ચીફ વાંગ હ્યુ ત્સાઈએ જેમ્સ બોન્ડની ફિલ્મોમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારની કારમાંથી પ્રેરણા લઈને ચીની પ્રમુખ માટે એવી જ કાર તૈયાર કરવાનો નિર્ણય લીધો, જેમાં પ્રમુખની સુરક્ષા જાળવવા ઉપરાંત વખત આવ્યે વળતાં હુમલાની શક્યતા પણ હોય. વાંગ હ્યુ ત્સાઈએ ટોચના નિષ્ણાતોની મદદથી કાર તૈયાર કરી, જે 1998માં પહેલી વખત પ્રમુખ ઝિયાંગ ઝેમિનના બ્રિટન પ્રવાસ વખતે વપરાશમાં આવી.
 • એ પછી અત્યાર સુધીમાં મોડિફાઈડ ડિફેન્સિવ કારના કુલ 15 મોડેલ ચીને બનાવ્યા છે. હાલ પ્રમુખ જિનપિંગ માટે વપરાતી કાર ચીનની વૈભવી કાર ઉત્પાદક કંપની હોન્કી દ્વારા તૈયાર થયેલી છે.
 • 3200 કિલો વજન ધરાવતી 18 ફૂટ લાંબી આ કાર 610 હોર્સપાવરનું શક્તિશાળી એન્જિન ધરાવે છે. કારનું સમગ્ર બોડી પૂર્ણતઃ મોડીફાઈડ કરીને બુલેટપ્રુફ તેમજ બોમ્બપ્રુફ બનાવી દેવામાં આવ્યું છે.
 • એટલું જ નહિ, કારમાંથી ચારે ય દિશાએ 0.9 એમએમ બુલેટ ફાયર પણ કરી શકાય છે. જમીન પર પાથરેલી સુરંગથી બચવા કારને ટાયરથી પોણો ફૂટ અધ્ધર કરી દેતું પ્લેટફોર્મ પણ છે, જે ત્રણ ઈંચ જાડા સ્ટિલથી મઢેલું છે.
 • પ્રમુખ કારમાં બેઠાં બેઠાં જ પોતાની બેજિંગ સ્થિત ઓફિસ સાથે સતત સંપર્કમાં રહી શકે એવી વ્યવસ્થા છે. કારમાં વચ્ચેના બે પૈકી કોઈ એક કમ્પાર્ટમેન્ટમાં પ્રમુખ બેસે છે. અન્ય કમ્પાર્ટમેન્ટમાં તેમના સચિવ બેસે છે. આગળ અને પાછળના કમ્પાર્ટમેન્ટમાં સુરક્ષા અધિકારીઓ બેસે છે.
 • શી જિનપિંગે આવી બે કાર તૈયાર કરાવીને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને ભેટ આપી છે.
X
Chin President Xi jinping Special car with technology
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી