કરતારપુર / મુખ્યમંત્રી અમરિંદરે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરમાં હસ્તક્ષેપ કરવાનું અને પંજાબને આંખો દેખાડવાનું બંધ કરી દે

Chief Minister Amarinder says Pakistan should stop intervening in Kashmir and show eyes to Punjab

  •  મુખ્યમંત્રી અમરિંદર સિંહે કરતારપુર કોરિડોરથી પાકિસ્તાન જનારા 550 શ્રદ્ધાળુઓના પહેલા ગ્રુપમાં સામેલ થયા 
  • તેમણે કહ્યું કે, પાકિસ્તાન પંજાબ અથવા કાશ્મીરમાં જે ઈચ્છે તે ન કરી શકે, અમે બંગળીઓ નથી પહેરી 

Divyabhaskar.com

Nov 10, 2019, 04:50 PM IST

ડેરા બાબા નાનકઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે કરતારપુર રવાના થતા પહેલા પાકિસ્તાનને આડે હાથે લીધું હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરમાં હસ્તક્ષેપ કરવાનું અને પંજાબને આંખો બતાવવાનું બંધ કરે. તે ક્યારેય પણ તેના ખોટા ઈરાદાઓ માટે સફળ નહીં થઈ શકે. આશા છે કે પાકિસ્તાન સમજશે કે ભારત તેમની સાથે મૈત્રી સંબંધ રાખવા માંગે છે. અમરિંદર કરતારપુર કોરિડોરથી પાકિસ્તાન જનારા 550 શીખ શ્રદ્ધાળુઓના પહેલા ગ્રુપમાં સામેલ હતા. કરતારપુરમાં 12 નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવજીની 550મી જંયતીની ઉજવણી કરવામાં આવશે.

કેપ્ટને કહ્યું કે, ‘મે ઘણી વખત પાકિસ્તાનને તેના ખોટા કામો પર પ્રતિબંધ અને ઓછા કરવા માટે કહ્યું છે. કાશ્મીરમાં દર બે દિવસે તેઓ અમારા સુરક્ષાબળો સાથે સંઘર્ષ કરે છે. હવે તેમની નજર પંજાબ ઉપર છે. પંજાબી આ પ્રકારની વાતને ચલાવી નહીં લે. તે તેના ખોટા ઈરાદાઓમાં કાશ્મીર અથવા પંજાબમાં સફળ નહીં થાય. પંજાબના લોકો બહાદૂર છે. તમે જેમ ઈચ્છો તેમ અહીંયા નહીં થઈ શકે. અમે બંગડીઓ પહેરી નથી રાખી’

‘ભારત-પાકિસ્તાને નજીક આવવું જોઈએ’
મુખ્યમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. તેમને શાળા બનાવવી, પાણીની સમસ્યાનો ઉકેલ લાવવો અને વિકાસના કામ પર ધ્યાન આપવું જોઈએ. દુશ્મનાવટ કરીને પાકિસ્તાનને શું મળશે. મેં ઘણી વખત વડાપ્રધાન સાથે ચર્ચા કરી છે અને તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે શાંતિ જળવાઈ રહે. હવે બન્ને દેશોએ નજીક આવવું જોઈએ.

X
Chief Minister Amarinder says Pakistan should stop intervening in Kashmir and show eyes to Punjab
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી