એનાલિસિસ / કારગીલ સમયે સેનામાં તાલમેલ નહતો, યુદ્ધની સ્થિતિમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની ભૂમિકા મહત્વની હશે

CDS Post necessary For Indian Army, Indian Navy, IAF Air Force; Expert P Stobdan Says

  • એક્સપર્ટ પી. સ્ટોબડનના જણાવ્યા પ્રમાણે નેવી, આર્મી અને એરફોર્સમાં સમાનતા માટે સીડીએસ જરૂરી
  • કર્નલ યુએસ રાઠોડના જણાવ્યા પ્રમાણે 5 સ્ટાર રેન્કનો ઓફિસર ત્રણેય સેનાઓમાં પ્રમુખ હોવો જોઈએ

Divyabhaskar.com

Aug 16, 2019, 03:09 PM IST

નવી દિલ્હી (ઉદિત બર્સલે): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે તેમના ભાષણાં ચીફ ઓફ ડિફેન્સની વ્યવસ્થા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમાં ત્રણેય સેનાઓ યુદ્ધ સમયે સારા તાલમેલ સાથે કામ કરી શકશે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સીડીએસનો અભાવ કારગીલ યુદ્ધમાં અનુભવાયો હતો. ત્યારે આર્મી અને એરફોર્સ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભાસ્કર એપે આ વર્ષે કર્નલ (રિટાયર્ડ) યુએસ રાઠોડ અને ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસમાં સીનિયર ફેલો અને સેવાનિવૃત્ત એક્સપર્ટ પી. સ્ટોબડન સાથે વાતચીત કરી હતી.

એક જ યુદ્ધમાં આર્મી અને એરફોર્સનું મિશન અલગ હતું
રિટાયર્ડ કર્નલ યુએસ રાઠોડના જણાવ્યા પ્રમાણે આર્મી, વાયુસેના અને નેવી ત્રણેયની વચ્ચે સમાનતાનો અભાવ પહેલાં પણ જોવા મળ્યો હતો. 60ના દશકામાં થયેલા બે યુદ્ધમાં અભાવ જોવા મળ્યો જ હતો પરંતુ કારગીલ યુદ્ધમાં પણ આ હકીકત બધાની સામે આવી હતી. યુદ્ધ શરૂ થવાના 10 દિવસ પછી એરફોર્સે દુશ્મનને જવાબ આપવાની શરૂઆત કરી હતી. આર્મી 'ઓપરેશન વિજય'ના નામથી યુદ્ધ લડી રહી હતી. જ્યારે એરફોર્સ 'ઓપરેશન સફેદ સાગર' નામથી યુદ્ધ લડતી હતી. એક જ દેશની સેનાની બે વિંગ, એક જ યુદ્ધમાં અલગ મિશન સાથે હતી.

ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસમાં સીનિયર ફેલો પી. સ્ટોબડન જણાવે છે કે, સમાનતાની દ્રષ્ટીએ પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. દુશ્મન સતત ઘૂસણખોરી અને સીઝફાયર કરી રહ્યા છે. સેનાની ત્રણેય ફોર્સે એક સાથે કામ કરવાની જરૂર છે. દેશે એક યુદ્ધ જીતવા માટે ત્રણેય ફોર્સની ત્રણ અલગ અલગ સ્ટ્રેટેજી બનાવ્યા વગર સાચી સ્ટ્રેટેજીમાં ત્રણેય સેનાનો ઉપયોગ કરવો જોઈએ. તેના પર ફોકસ કરવાની જરૂર છે. તે પ્રમાણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ખૂબ જરૂરી છે.

શું હોય છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ?
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો અર્થ થાય છે સરકાર માટે દેશની સુરક્ષા સાથે જોડાયેલો સિંગલ પોઈન્ટ ઓફ પર્સન જે આર્મી, એરફોર્સ અને નેવીનું પ્રતિનિધિત્વ કરે. સીડીએસ 5 સ્ટાર રેન્કનો ઓફિસર હશે. 1999માં થયેલા કારગીલ યુદ્ધ પછી તે સમયના ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં ગઠિત ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સે (GOM) ચીફ ઓફ ડિફેન્સ બનાવવાની ભલામણ કરી હતી. જોકે વાજપેયી સરકારમાં મંત્રીઓના સમૂહની ભલામણથી ત્રણેય સેના વચ્ચે સહમતી થઈ શકી નહતી. ત્યારપછી ત્રણેય સેનાઓ વચ્ચે ઉચિત સમાનતા માટે ચીફ ઓફ સ્ટાફ કમિટી (CoSC)નું પદ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ ચીફ ઓફ સ્ટફ કમિટીના ચેરમેન છે. કર્નલ યુએસ રાઠોડ પ્રમાણે, દુનિયાના મોટા ભાગના દેશો પાસે સીડીએસ જેવી વ્યવસ્થા છે. અમેરિકા, ચીન, યુનાઈટેડ કિંગડમ, જાપાન સહિત દુનિયાના ઘણાં દેશો પાસે ચીફ ઓફ ડિફેન્સનો સ્ટાફ છે.

એક વાર એરફોર્સે સીડીએસનો વિરોધ કર્યો હતો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અડવાણીજીની અધ્યક્ષતામાં જીઓએમની ભલામણને તે સમયની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ સ્વીકાર કરી લીધી હતી. પરંતુ તેને અમલમાં લાવવામાં આવી નહતી. હકીકતમાં આર્મી અને નેવી ઓફિસર્સે ત્યારે આ પદને સપોર્ટ કર્યો હતો પરંતુ એરફોર્સે વિરોધ કર્યો હતો. ત્યારે એડમિરલ અરુણ પ્રકાશ અને આર્મી ચીફ જનરલ વિક્રમ સિંહે સેનાના ત્રણેય સૈન્યમાં સુધારો અને ઈન્ટીગ્રેશન માટે આ પદની જરૂરિયાત જણાવી હતી. પરંતુ એર ચીફ માર્શલ એસ કૃષ્ણાસ્વામીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો.

X
CDS Post necessary For Indian Army, Indian Navy, IAF Air Force; Expert P Stobdan Says
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી