આઈએનએક્સ કેસ / ચિદમ્બરની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની સામે સરન્ડર થવાની અરજી ફગાવાઈ, 19 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે

Chidambaram's application for surrender before Enforcement Directorate rejected, will remain in jail till September 19

  • સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરને 5 સપ્ટેમ્બરે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા
  • સીબીઆઈએ ભષ્ટ્રાચારના કેસમાં ચિદમ્બરને કસ્ટડીમાં લઈને 14 દિવસ સુધી પુછપરછ કરી હતી

Divyabhaskar.com

Sep 14, 2019, 11:04 AM IST

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા ભષ્ટ્રચાર અને મની લોન્ડ્રિંગ મામલામાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરને શુક્રવારે કોર્ટમાંથી વધુ એક ઝટકો મળ્યો છે. તે મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની સામે સરન્ડરની અરજી લઈને દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં ગયા હતા. જોકે જજ અજય કુમાર કુહારે આ અરજીને ફગાવી દીધી હતી. હાલ કોર્ટમાંથી રાહત ન મળવાને કારણે ચિંદમ્બરમ 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં જ રહેશે.

ચિદમ્બરની અરજી પર સ્પેશિયલ કોર્ટમાં ગુરૂવારે સુનાવણી થઈ હતી. જયારે ઈડીએ અરજીનો વિરોધ કરતા કહ્યું કે ચિદમ્બર હાલ પણ જેલમાં છે, આ કારણે સબુતોને પ્રભાવિત કરી શકતા નથી. આ મામલામાં 6 અન્ય લોકોની પુછપરછ કરવા માંગીએ છીએ, આ કારણે ચિદમ્બરમને બાદમાં ધરપકડ કરવા માંગી છીએ. તેની પર ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભષ્ટ્રચારના મામલમાં ચિદમ્બરમે નિયમિત જામીન માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની પર કોર્ટે સીબીઆઈ પાસે 7 દિવસમાં જવાબ માંગ્યો છે.

X
Chidambaram's application for surrender before Enforcement Directorate rejected, will remain in jail till September 19
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી