સ્માર્ટ ગેજેટ / ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ જ નહીં હાર્ટ ફેલ પણ કરાવી શકે છે હેકર્સ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સ્માર્ટફોન, લેપટોપ ઉપરાંત દુનિયામાં હાલ 8 અબજ સ્માર્ટ ડિવાઈસિસ છે 
  • સૂરતમાં ટીવી હેક કરી પોર્ન વીડિયો બનાવ્યો, ભાસ્કરે સ્માર્ટ ડિવાઈસનાં જોખમો-બચાવ વિશે જાણ્યું

Divyabhaskar.com

Jul 14, 2019, 02:58 AM IST

અભિષેક ધાભઈ, ઈન્ફર્મેશન એન્ડ સાઈબર સિક્યોરિટી એક્સપર્ટઃ ગત અઠવાડિયે સૂરતમાં સ્માર્ટ ટીવી હેક કરવા અને અંગત પળોનો વીડિયો બનાવી ઈન્ટરનેટ પર નાખવાના બે કિસ્સા સામે આવ્યા હતા. આ ઘટનાઓએ સ્માર્ટ ડિવાઈસ યુઝરોને ચિંતામાં મૂકી દીધા છે. ફક્ત સ્માર્ટ ટીવી જ નહીં પણ તમામ પ્રકારના ઈન્ટરનેટ ઓફ થિંગ્સ(આઈઓટી) ડિવાઈસ મામલે આપણે સાવચેત રહેવાની જરૂર છે. સ્માર્ટ ટીવીને ઈન્ટરનેટથી કનેક્ટ કરવું કે કોઈ સ્માર્ટ ડિવાઈસને પોતાના અવાજની મદદથી નિયંત્રિત કરવાની ટેક્નોલોજી ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય છે. આજે હેકર્સ એટલા સક્ષમ થઈ ગયા છે કે તે મેડિકલ ડિવાઈસ પણ હેક કરી યુઝરનું હાર્ટ ફેલ કરી શકે છે. આઈઓટી એનાલિટિક્સ મુજબ વર્તમાનમાં દુનિયાભરમાં 8.3 અબજ આઈઓટી ડિવાઈસ છે જે 2021 સુધી વધીને 11.6 અબજ થઈ જશે.

શું શું હેક થઈ શકે છે?
સામાન્ય રીતે એક હેકરને કોઈ આઈઓટી ડિવાઈસને હેક કરવામાં એક મિનિટનો સમય લાગે છે. તે શું શું કરી શકે છે-

  • વાઈફાઈ પ્રિન્ટર્સ હેક કરી પ્રિન્ટને જોઈ અને નિયંત્રિત કરી શકે છે.
  • થર્મોસ્ટેટ(એન્વાયરોન્મેન્ટ કન્ટ્રોલ સિસ્ટમ કે ઇન્ટરનેટ સાથે જોડાયેલા એસી)ને હેક કરી ઘર-ઓફિસના તાપમાનને નિયંત્રિત કરી શકે છે.
  • બેબી મોનિટરિંગ ડિવાઈસથી હેકર વીડિયો જોઇ શકે છે.
  • ઈન્ટરનેટ સંબંધિત કારને હેક કરી તેના સ્ટિયરિંગ, પૈડાં, જીપીએસ, પાર્કિંગ બ્રેકને પોતાના હિસાબે ચલાવી શકે છે.
  • પેસમેકર અને અન્ય મેડિકલ ડિવાઈસ જે દર્દીના હૃદયને નિયંત્રિત કરે છે તે પણ હવે આઈઓટી પર ચાલે છે. ગત વર્ષે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને માન્યું હતું કે હેકર્સ તેને
  • હેક કરી હાર્ટને ફેલ કરી શકે છે કાં તો અન્ય મુશ્કેલી પેદા કરી શકે છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી