તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બુલંદશહરમાં રોડની સાઈડમાં સૂતા શ્રદ્ધાળુઓને બસે કચડ્યા, એક જ પરિવારના 7 લોકોના મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બસ દુર્ઘટનામાં મોતને ભેટલા તમામ મુસાફરો ગંગા સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા
  • ખાનગી બસ શ્રદ્ધાળુઓને લઈને વૈષ્ણોદેવી ગઈ હતી, ત્યાંથી પાછા ફરતી વખતે આ દુર્ઘટના બની હતી

લખનઉઃ ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં શુક્રવારે સવારે ફુલ સ્પીડે આવી રહેલી બસે રોડની સાઈડમાં સુઈ રહેલા શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર મહિલા અને ત્રણ બાળકો પણ સામેલ છે. મળતી માહિતી પ્રમાણે તમામ મૃતકો હાથરસના રહેવાસી છે અને બુલંદશહેર સ્થિત નરૌરા ઘાટ પર ગંગા સ્નાન કર્યા બાદ પાછા ફરી રહ્યા હતા. 
પોલીસના જણાવ્યા પ્રમાણે. દુર્ઘટના બાદ ખાનગી બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બસ વૈષ્ણવ દેવીથી શ્રદ્ધાળુઓને લઈને પાછી ફરી રહી હતી. દુર્ઘટનામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો