હરિયાણા રેલી / અમિત શાહે કહ્યું- 70 દિવસમાં મોદી સરકારે ઐતિહાસિક કામ કર્યું, 370 વોટથી અનુચ્છેદ 370ને હટાવ્યો

  • શાહે કહ્યું- 70 વર્ષમાં કોંગ્રેસ સરકાર વોટ બેન્કનું રાજકારણ કરતી રહી, ભાજપે તે કયારેય કર્યું નથી
  • હરિયાણામાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થઈ શકે છે

Divyabhaskar.com

Aug 16, 2019, 05:08 PM IST

જિંદઃ હરિયાણામાં અગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે. ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે રાજયની જાય લેન્ડ જિંદમાં ચૂંટણી રેલી કરવા પહોંચ્યા. અહીં શાહે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવવા પર કહ્યું કે જે કામ કોંગ્રેસ સરકાર 70 વર્ષથી કરી રહી નથી, મોદી સરકારે તે 70 દિવસમાં કરી બતાવ્યું છે. તેમણે કહ્યું કે મોદીજીએ 370 વોટથી 370ને હટાવ્યો. હરિયાણામાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી શઈ શકે છે.

શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે 75 દિવસમાં જ ઔતિહાસિક કામ કરી બતાવ્યું. અનુચ્છેદ 370 અને ધારા 37 એ હટાવી તે ઘંટીનો પથ્થર છે. જે કામ 70 વર્ષમાં થયું નથી તે 70 દિવસમાં થઈ ગયું. અખંડ ભારતના સરદાર પટેલના સપનાના માર્ગમાં અનુચ્છેદ 370 સૌથી મોટો રોડો હતો. કોંગ્રેસ હમેશા વોટ બેન્કનું રાજકારણ કરતી હતી, અમે કયારે પણ વોટ બેન્કનું રાજકારણ કર્યું નથી.

દેશને ઝડપથી મળશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ- શાહ

શાહે કહ્યું- તાજેતરમાં જ લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ ચીફ ઓફ ડિફેન્સના સ્ટાફની જાહેરાત કરી હતી. કારગિલ યુદ્ધના સમયે ટાસ્ક ફોર્સે તેનું સુચન કર્યું હતું. સરકારો આવતી-જતી રહી પરંતુ નિર્ણય આવ્યો ન હતો. ત્રણે સેનાઓના નેતૃત્વ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હશે. યુદ્ધના સમયે ત્રણે સેનાઓ દુશ્મનની સામે લડી શકે તે માટે વડાપ્રધાને તેની જાહેરાતકરી હતી. ઝડપથી દેશને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળશે. ત્રણે સેનાઓ એક સાથે પુરી તાકાત સાથે કામ કરશે.

હરિયાણામાં શાહનો ટાર્ગેટ 75 પાર

શાહે કહ્યું કે હરિયાણામાં ભાજપ સરકાર બન્યા બાદ ભષ્ટ્રાચાર ભૂતકાળ થયો છે. તમે હરિયાણામાં સરકાર બનાવી. કેન્દ્રમાં મોદીજીની સરકાર બનાવી. મોદીજીને હરિયાણા સાથે પ્રેમ છે, તે તેને પોતાનું રાજય માને છે. અમે હરિયાણામાં એક વખત ફરી સરકાર બનાવીશું. હું જ્યારે-જ્યારે હરિયાણામાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આવ્યો છું ત્યારે હરિયાણાવાળાઓએ મારી જોળી કમળના ફુલથી ભરીને મોકલાવી છે. વિધાનસભા ચૂંટણીમાં આવ્યો તો પૂર્વ બહુમત સરકાર બનાવી. લોકસભા ચૂંટણીમાં આવ્યો તો મોદીજીના નેતૃત્વમાં 300 પાર કરી દીધા. આ વખતે પણ જ્યારે ચૂંટણી થશે, તો વીર ભૂમિ ફરી એક વખત મોદી અને મનોહર લાલને આર્શીવાદ આપશે.

90 સીટો વાળા હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે શાહે કાર્યકર્તાઓને 75નો ટાર્ગેટ આપ્યો છે. એકલવ્ય સ્ટેડિયમમાં થયેલી આ રેલીનું આયોજન ચૌધરી બીરેન્દ્ર સિંહે કર્યું. રેલીમાં હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, ભાજપ પ્રદેશાધ્યક્ષ સુભાષ બરાલા અને હરિયાણા કેબિનેટ મંત્રી, ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યાં હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી