મહારાષ્ટ્ર / શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ, NCPએ કહ્યું- NDAથી છેડો ફાડે તો ઉદ્ધવને સમર્થન આપવા પર વિચારીશું

BJP does not form government in Maharashtra, Shiv Sena disrespects mandate - Maharashtra BJP president Chandrakant Patil

  • રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે ભાજપને પૂછ્યું હતું- સરકાર બનાવવાની ઇચ્છા શું છે
  • ભાજપે કહ્યું- શિવસેનાએ સરકાર ગઠનમાં સાથ ન આપીને જનાદેશનું અપમાન કર્યું
  • કોંગ્રેસે કહ્યું- NCP સાથે ગઠબંધન ચાલુ રહેશે પણ શિવસેના સાથે નહીં જઇએ
  • મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટ, બહુમત માટે 145નો આંકડો જરૂરી
  • શિવસેના પાસે 56, NCP પાસે 54 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્ય

Divyabhaskar.com

Nov 10, 2019, 09:43 PM IST

મુંબઈ:NCPએ કહ્યું કે NDAથી સંબંધ તોડવા પર જ તેઓ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને સમર્થન આપવા પર વિચાર કરશે. NCP પ્રવક્તા નવાબ મલિકે રવિવારે કહ્યું- પહેલા શિવસેનાને એનડીએથી બહાર નિકળવું પડશે. નરેન્દ્ર મોદી સરકારમાં તેમના સાંસદ અરવિંદ સાવંત મંત્રી છે. જ્યાં સુધી શિવસેના એનડીએ નથી છોડતી. ત્યાં સુધી અમે જૂઓ અને રાહ જૂઓની નીતિ પર ચાલીશું. જોકે મલિકે કહ્યું કે અત્યાર સુધી શિવસેના સાથે આ વિષય પર કોઇ વાતચીત નથી થઇ. તેમણે કહ્યું- અમારી પાસે સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યા નથી પરંતુ અમે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન નથી ઇચ્છતા.

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રવિવારે સાંજે રાજ્યની સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. આ પહેલા રાજ્યપાલે શનિવારે ભાજપને પૂછ્યું હતું કે સરકાર બનાવવાને લઇને શું ઇચ્છા છે. જોકે પાર્ટીએ રવિવારે સરકારના ગઠનથી ઇનકાર કરી દીધો હતો. ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે શિવસેના અમારી સાથે સરકારનું ગઠન ન કરીને જનાદેશનું અપમાન કર્યું છે.

રવિવારે કોંગ્રેસ અને શિવસેનાએ તેમના ધારાસભ્યોની બેઠક બોલાવી. કોંગ્રેસે કહ્યું કે શિવસેના સાથે તેઓ નહીં જાય. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું- પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મુખ્યમંત્રી શિવસેનાનો હશે. જો તેમણે કહ્યું છે તો કોઇ પણ કિંમતે મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.

શિવસેનાને અમારી શુભેચ્છાઓ- ભાજપ
ચંદ્રકાન્ત પાટિલે કહ્યું- રાજ્યપાલે નવી સરકાર બનાવવા માટે ભાજપને આમંત્રણ આપ્યું. શિવસેનાએ જનાદેશનો અનાદર કરીને અનિચ્છા જાહેર કરી છે. અમે રાજ્યપાલને જણાવી દીધું છે કે અમે સરકાર નહીં બનાવીએ. શિવસેના જનાદેશનું અપમાન કરીને કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવે છે તો અમારી શુભેચ્છા.

આ પહેલા શિવસેના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું કે, તેમને સમજાતું નથી કે જો ભાજપ પાસે બહુમત હતી તો પરિણામ આવવાના 24 કલાકમાં સરકારનો દાવો રજુ કેમ ન કર્યો. ભાજપ સોમવાર સુધી સરકાર બનાવવા માટે બહુમતી સાબિત ન કરી શકી તો શિવસેના તેમના પ્લાનનો અમલ કરશે. અમારા નેતા વેપારી નથી. ડીલ શબ્દનો અર્થ છે- વેપાર એટલે કે નફો-નુકસાન. અમે કોઈની સાથે કોઈ ડીલ કરી નથી. કોઈની હિંમત નથી કે શિવસેનાના ધારાસભ્યોને તોડી શકે.

NCPએ શિવસેના સાથે આવવાના સંકેત આપ્યા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ(રાકાંપા) પણ સરકાર બનાવવા માટે શિવસેના સાથે આવવાના સંકેત આપ્યા છે. રાકાંપાની મુંબઈ એકમના અધ્યક્ષ નવાબ મલિકે કહ્યું,‘જો શિવસેના ગૃહમાં ભાજપના વિરુદ્ધ વોટ કરે છે, તો અમે તેને સમર્થન આપવા અંગે વિચારીશું. જો ભાજપ સરકાર બનાવવાનો દાવો રજુ કરે છે. તો ગૃહમાં ફ્લોર ટેસ્ટિંગ વખતે NCP તેમના વિરુદ્ધ વોટ કરશે. અમે જોઈશું કે શિવસેના પણ સરકાર પાડવા માટે ભાજપ વિરુદ્ધ વોટ કરે છે કે નહીં. ત્યારબાદ અમે શિવસેનાના નેતૃત્વમાં વૈકલ્પિક સરકારના સમર્થન વિશે વિચારશે’

‘રાજ્યપાલને સરકાર બનાવવામાં સાવચેતી વર્તવી જોઈએ’
ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં NCP નેતાએ કહ્યું કે,‘રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે બોલાવીને સરકારની રચનાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પહેલા પણ શરૂ થઈ શકતું હતું. રાજ્યપાલે હવે સાવચેતીથી કામ કરવું જોઈએ, કારણ કે ભાજપ પાસે સંતુલિત સરકાર બનાવવા માટે ધારાસભ્ય નથી. તેમણે ભાજપ દ્વારા શરૂ કરાયેલા ખરીદ વેચાણ પર પણ નજર કરવી જોઈએ.’ મલિકે કહ્યું કે, પાર્ટીએ 12મી નવેમ્બરે રાજકીય સ્થિતી પર ચર્ચા માટે ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

શરદ પવારે સરકારમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો
NCP પ્રમુખ શરદ પવારે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભાજપ-શિવસેના રાજ્યમાં સરકાર બનાવે. અમે જનતાને વિપક્ષ માટે પસંદ કરી છે, અમે વિપક્ષમાં જ બેસીશું. મારી પાસે હાલ કહેવા માટે કંઈ જ નથી. ભાજપ-શિવસેનાના લોકોને જનાદેશ મળ્યો છે, એટલા માટે ઝડપથી સરકાર બનાવવી જોઈએ. અમારો જનાદેશ વિપક્ષની ભૂમિકા નિભાવવાનો છે. પવારે કહ્યું કે,- હવે માત્ર એક જ વિકલ્પ છે કે ભાજપ અને શિવસેનાએ મળીને સરકાર બનાવવી જોઈએ.

X
BJP does not form government in Maharashtra, Shiv Sena disrespects mandate - Maharashtra BJP president Chandrakant Patil
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી