ઉપલબ્ધિ / બિહારના યુવા વૈજ્ઞાનિક ગોપાલને નાસાનું તેડુ, સૂર્ય પર અધ્યયન કરશે

યુવા વૈજ્ઞાનિક ગોપાલ, ફાઇલ
યુવા વૈજ્ઞાનિક ગોપાલ, ફાઇલ

  • નાસાએ યુવા વૈજ્ઞાનિકના ગોપનિયમ એલોઇ પ્રોજેક્ટને સ્વીકાર કર્યો
  • કેળાના થડથી વિજળી ઉત્પન્ન કરવાથી ચર્ચામાં આવ્યા હતા

Divyabhaskar.com

Jul 14, 2019, 11:23 AM IST

ભાગલપુર(બિહાર): 2016માં કેળાના થડમાંથી વિજળી ઉત્પન્ન કરવાની શોધથી ચર્ચામાં આવેલા બિહારના યુવા વૈજ્ઞાનિક ગોપાલ વધુ એક સિદ્ધી મેળવવાના છે. અમેરિકાની અંતરિક્ષ રિસર્ય સંસ્થા નાસાએ તેમને નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે તેડુ મોકલ્યું છે. આ પ્રોજેક્ટનું નામ ગોપનિયમ એલોઇ છે. તેના માટે ગોપાલે નાસાનો સંપર્ક કર્યો હતો.

ગોપાલ ભાગલપુરના ધ્રુવગંજ ખરીક બજારના રહેવાસી છે. તેમણે જણાવ્યું કે ગોપનિયમ એલોઇ પર નાસા સાથે કામ કરશે. જો પ્રોજેક્ટ સફળ રહ્યો તો સૂર્યનો અભ્યાસ કરવો સરળ થઇ જશે. ગોપનિયમ એલોઇ હાફનિયમ, ટેંટિલુનિયમ, કાર્બન અને નાઇટ્રોજનનું મિશ્રણ છે. તેમને આ આઇડિયા સાઇન્સ ફિક્શન પર આધારિત એક ફિલ્મથી આવ્યો હતો.

બીજી તરફ કેળાના થડથી વિજળી પેદા કરવાની ગોપાલની શોધ પર આધારિત પ્રોજેક્ટનું પેટન્ટ 2018માં થઇ ચૂક્યું છે. યુવા વૈજ્ઞાનિક 'પેપર બાયો સેલ' અને 'બનાના બાયો સેલ'ની શોધ બાદ 4 વર્ષ માટે ભારત સરકાર સાથે કરારબદ્ધ છે જેમાં અત્યારે માત્ર એક વર્ષ પૂર્ણ થયું છે.

દેહરાદૂનની ગ્રાફિક એરા યુનિવર્સિટીની લેબમાં કામ કરે છે

અત્યારે ગોપાલ દેહરાદૂનની ગ્રાફિક એરા યુનિવર્સિટીની લેબમાં કામ કરે છે . કેળાના થડમાંથી વિજળી ઉત્પન્ન કરવી કેટલી આસાન છે તે તેમણે સમજાવ્યું. તેના માટે થડમાં બે ઇલેક્ટ્રોડ લગાવવા પડે છે. બન્ને ઇલેક્ટ્રોડમાંથી વિજળીના વાયર જોડીને બલ્બથી કનેક્ટ કરવા પર બલ્બ ચાલુ થાય છે. અત્યારે તેઓ કેળાના થડમાંથી સેનિટરી નેપકીન, બેન્ડેજ, યૂરિયા અને બેબી પૈંપર તૈયાર કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

X
યુવા વૈજ્ઞાનિક ગોપાલ, ફાઇલયુવા વૈજ્ઞાનિક ગોપાલ, ફાઇલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી