• Home
  • National
  • Berlin wall was broken today, history will be on Kartarpur Ayodhya today

ઈતિહાસની દ્રષ્ટિએ તારીખ / આજે જ તૂટી હતી બર્લિનની દિવાલ, આજે જ કરતારપુર-અયોધ્યા પર ઈતિહાસ બન્યો

Berlin wall was broken today, history will be on Kartarpur-Ayodhya today
Berlin wall was broken today, history will be on Kartarpur-Ayodhya today

Divyabhaskar.com

Nov 09, 2019, 02:21 PM IST

9,નવેમ્બર આ તારીખ કોઈ સામાન્ય તારીખ નથી, પરંતુ આ દિવસ ઐતિહાસિક ઘટનાક્રમો સાથે સંબંધ ધરાવે છે. આશરે પાંચ સદીથી જે વિવાદ ચાલતો હતો તે અંગે સુપ્રીમ કોર્ટે આ તારીખે તેમનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા બાદ ભારતના ઈતિહાસમાં આ તારીખ યાદગાર બની જશે. તો ચાલો જાણીએ કે આ તારીખ સાથે ઈતિહાસમાં અન્ય કઈ-કઈ ઘટના જોડાયેલ છે કે જેને આજે પણ યાદ કરવામાં આવે છે.

આજના દિવસે બર્લિનની દિવાલને તોડી પાડવામાં આવી હતી, બર્લિનની દિવાલ પશ્ચિમી બર્લિન અને જર્મન લોકતાંત્રિક ગણરાજ્ય વચ્ચે એક અવરોધ હતો. જેને 28 વર્ષ સુધી બર્લિન શહેરને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેચી દીધુ હતું. આ દિવલને 13મી ઓગસ્ટ,1961ના રોજ બનાવવામાં આવી હતી અને 9મી નવેમ્બર, 1989થી બે સપ્તાહ તેને તોડવામાં આવી હતી. બર્લિનની દિવાલ અંદરના જર્મન સીમાનો સૌથી મુખ્ય ભાગ હતો અને શીત યુદ્ધનું મુખ્ય પ્રતિક હતું.

આજના દિવસે વર્ષ 1675માં ગુરુ ગોવિંદ સિંહ શીખોના ગુરુ બન્યા. અત્રે ઉલ્લેખનીય છે તેમના પિતા ગુરુ તેગ બહાદુરના મૃત્યુ બાદ 11મી નવેમ્બર, 1675ના રોજ તેઓ ગુરુ બન્યા હતા. ગુરુ ગોવિંદ સિંહે જ શીખ ધર્મના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને પૂર્ણ કર્યું હતું.

આજના જ દિવસે 9મી નવેમ્બર, 2019ના રોજ ભારતના નાગરિકો માટે કરતારપુર સાહિબ કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આઝાદી બાદ પ્રથમ વખત ભારતીય નાગરિકો કરતારપુર સાહિબ ગુરુદ્વારા કોઈ પણ વિઘ્ન વગર દર્શન કરવા જઈ રહ્યા છે. 550માં પ્રકાશ પર્વની ઉજવણી માટે ભારત-પાકિસ્તાન બન્ને સરકારોએ મંજૂરી આપી છે. તેનું ઉદઘાટન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં તો ઈમરાન ખાતને પાકિસ્તાનમાં તેનું ઉદઘાટન કરી રહ્યા છે. આ ઉદઘાટન થતા જ આ તારીખ ઈતિહાસના પેજ પર વધુ એક બાબત માટે યાદગાર બનશે.

11મી નવેમ્બર, 1985ના રોજ એડ્સ થીમ પર આધારિત પહેલી ટીવી ફિલ્મ 'એન અર્લી ફ્રોસ્ટ' અમેરિકામાં પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનું નિર્દશન જોહન અરમેને કહ્યું હતું.

આજના જ દિવસે 1973માં પહેલી આંતરરાષ્ટ્રીય ટપાલ ટીકિટની પ્રદર્શની નવી દિલ્હીમાં શરૂ થઈ હતી.

X
Berlin wall was broken today, history will be on Kartarpur-Ayodhya today
Berlin wall was broken today, history will be on Kartarpur-Ayodhya today

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી