• Home
  • National
  • Before visiting India, American Foreign Minister Pompey pin On BJP Election Slogan pries modi.

વખાણ / ભારત મુલાકાત પહેલાં અમેરિકન વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- મોદી હૈ તો મુમકિન હૈ

  • માઈક પોમ્પિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરના વખાણ કર્યા
  • પોમ્પિયો 24 જૂને ભારત આવવાના છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના એજન્ડા વિશે વાત કરવામાં આવશે

Divyabhaskar.com

Jun 14, 2019, 01:16 AM IST

વોશિંગ્ટન: અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો 24 જૂને ભારતની યાત્રા પર આવશે. આ પહેલાં તેણે ભાજપના ચૂંટણી સ્લોગન 'મોદી હૈ તો મુમકિન હૈ'નો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી જયશંકર પ્રસાદના વખાણ કર્યા હતા. બુધવારે ભારત-અમેરિકા વેપાર પરિષદની બેઠકમાં પોમ્પિયોએ કહ્યું કે, હું જોવા માગું છું કે મોદી બંને દેશોના સંબંધ વધારે મજબુત કેવી રીતે બનાવે છે. પોતાના સમકક્ષ જયશંકરને મળવા માટે ઉત્સાહિ છું. તેઓ એક મજબુત સાથી છે. પોમ્પિયોની પહેલી ભારત મુલાકાત 28 અને 29 જૂને જી-20 સમિટ પહેલાં થશે. આ દરમિયાન મોદી-ટ્રમ્પની મુલાકાત વિશે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

  • પોમ્પિયોએ કહ્યું- અમે ભારતની નવી સરકાર સાથે વાતચીત ચાલુ રાખીશું. મોદીએ તેમના ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું- 'મોદી હૈ તો મુમકિન હૈ'. હવે જોવાનું એ છે કે, તેઓ દુનિયા સાથેના સંબંધો અને ભારતની જનતા સાથે કરેલા વાયદાઓને કેવી રીતે શક્ય બનાવે છે. આશા છે કે, તેઓ અમેરિકા સાથેના સંબંધો વધારે મજબુત કરશે. ભારત યાત્રા દરમિયાન ટ્રમ્પ પ્રશાસનના મહત્વના એજન્ડા વિશે વાતચીત થશે.
  • મને ભારતના ચૂંટણી પરિણામથી આશ્ચર્ય નથી થયું. પરંતુ હું જાણતો હતો કે, મોદી નવી પદ્ધતિસરના નેતા છે. તેમણે એક રાજ્યને 13 વર્ષ આપ્યા છે. ચા વાળાના દીકરા છે અને ગરીબથી ગરીબ વ્યક્તિનો વિકાસ તેમની પ્રાથમિકતામાં છે. તેમણે ભારતના કરોડો ઘરમાં વીજળી અને ગેસ પહોંચાડવાનું કામ કર્યું છે.

ભારત-અમેરિકા વચ્ચે વિવાદ ઓછો કરવા વિશે નજર રહેશે
બંને દેશોના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી થોડી ખટાશ જોવા મળી છે. થોડા દિવસ પહેલાં જ ટ્રમ્પે ભારતને જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી)થી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે જીએસપી અંર્તગત ભારત જે પ્રોડક્ટ અમેરિકા મોકલે છે તેના પર કોઈ આયાત વેરો લાગતો નથી. જોકે અમેરિકાનો આરોપ છે કે, અમેરિકાની પ્રોડક્ટ પર ભારત ખૂબ મોટો આયાત વેરો વસુલ કરે છે. જેનાથી તેમને નુકસાન થાય છે. તે ઉપરાંત ભારતે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાથી પણ અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી હતી. જ્યારે ઈરાન અને વેનેઝુએલાથી તેલ આયાત ઉપર પણ અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી