અયોધ્યા પર 2010નો નિર્ણય / જસ્ટિસની બેન્ચે કહ્યું હતું- આ જમીનનો નાનકડો ટૂકડો છે, અહીં દેવદૂત પણ પગ મુકતા ડરે છે

Babri Masjid Allahabad High Court 2010 Verdict Ayodhya Ram Mandir supreme court verdict today live News Updates

 • અલાહાબાદ હાઈકોર્ટે અયોધ્યાની 2.77 એકર વિવાદિત જમીન મુસ્લિમ, રામલલ્લા અને નિર્મોહી અખાડામાં બરોબર વહેંચી હતી
 • જસ્ટિસ એસયુ ખાને ચુકાદામાં લખ્યુ હતુ- 1500 સ્ક્વેર જમીનનો આ ટૂકડો દારૂગોળાના સુરંગ જેવો છે
 • જસ્ટિસ ધર્મવીર શર્માએ ચુકાદામાં લખ્યુ હતુ- વિવાદિત ઈમારતનું માળખુ ઈસ્લામી મૂલ્યો માટે અનુરૂપ નથી

Divyabhaskar.com

Nov 09, 2019, 01:08 PM IST

નવી દિલ્હી: 30 સપ્ટેમ્બર 2010. આ એ જ દિવસ હતો જ્યારે અયોધ્યા વિવાદ પર કોર્ટનો કોઈ મોટો નિર્ણય આવ્યો હતો. અલાહાબાદ હાઈકોર્ટના ત્રણ જજની બેન્ચે અયોધ્યાની 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ બરાબર ભાગ કરીને મુસ્લિમો, રામલલ્લા અને નિર્મોહી અખાડાને બરોબર વહેંચી દેવાનો આદેશ આપ્યો હતો. ત્યારપછી આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અલાહાબાદ કોર્ટનો આ નિર્ણય સંભળાવનાર જસ્ટિસ એસયુ ખાને 285 પેજના નિર્ણયમાં ટીપ્પણી કરી હતી કે, આ જમીનનો નાનકડો ટૂકડો છે, જ્યાં દેવદૂત પણ આવતા ડરે છે. અમે તે ચુકાદો આપી રહ્યા છીએ જે જાણવા આખો દેશ ઉત્સુક છે.

જજની ટીપ્પણી
જસ્ટિસ એસયુ ખાને લખ્યું હતું કે, આ જમીનનો નાનકડો ટૂકડો છે, જ્યાં દેવદૂત પણ આવતા ડરે છે. 1500 સ્ક્વેર ગજનો આ ટૂકડો દારૂગોળાના સુરંગ જેવો છે. જેને મેં અને મારા સહયોગી જજે સાફ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમુક સમજદાર લોકોએ અમને તે ન કરવાની સલાહ પણ આપી હતી કે ક્યાંક અમારા પડખાં ન ઉડી જાય, પરંતુ અમારે જોખમ લેવું પડે છે. જીવનમાં એ પણ એક જોખમ છે કે, આપણે કોઈ જોખમ ન લઈએ. જજ તરીકે અમે એ નિર્ણય નથી લેતા કે અમારા પ્રયત્નો સફળ થયા કે ન થયા. જ્યારે ક્યારેક દેવદૂતોને માણસ સામે ઝૂકવુ પડે છે ક્યારેક તેમના સન્માનને ન્યાય સંગત પણ ગણાવવું પડે છે. આ એક એવો જ મોકો છે. અમે સફળ થયા છીયે કે નિષ્ફળ? અમારા પોતાના મામલે અમે આ વાત જજ નથી કરતા. અમે તે નિર્ણય આપી રહ્યા છીએ જે માટે આખો દેશ રાહ જોવે છે.

2.77 એકરની જમીનને આ રીતે વહેંચવામાં આવે

 • અલાહાબાદ હાઈકોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું છે કે, વિવાદિત સ્થળ પર મુસ્લિમો, હિન્દુઓ અને નિર્મોહી અખાડાનો સંયુક્ત માલિકી હક છે. તેનો નક્શો કોર્ટ દ્વારા નિમણૂક કરવામાં આવેલા શિવશંકર લાલે તૈયાર કર્યો છે.
 • હાઈકોર્ટે કહ્યું હતું કે, 2.77 એકર વિવાદિત જમીનને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા બિરાજમાન સ્થળનું પ્રતિનિધિત્વ કરતાં ત્રણ પક્ષ વચ્ચે બરાબરની વહેંચણી કરી દેવી જોઈએ.
 • ત્રણ ગુંબજ વાળા માળખાના કેન્દ્રીય ગુંબજની નીચે વાળુ સ્થળ હિન્દુઓનું છે. અહીં વર્તમાનમાં પણ રામલ્લાની મૂર્તિ છે. આ હિસ્સો હિન્દુઓને ફાળવવામાં આવે.
 • નિર્મોહી અખાડાને રામ ચબૂતરા અને સીતા રસોઈ સહિતનો હિસ્સો આપવામાં આવે.
 • પક્ષકારોને તેમના હિસ્સાની જમીનની ફાળવણી કરતી વખતે સંશોધનની જરૂર પડે તો સંબંધિત પક્ષકારના નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા બાજુમાં અધિગૃહિત કરવામાં આવેલી જમીનમાંથી ભાગ આપવામાં આવશે.
 • જસ્ટિસ ખાન અને સુધીર અગ્રવાલે આ નિર્ણયમાં કહ્યું છે કે, અહીં મુસ્લિમો નમાઝ પઢે છે. તેથી તેમને પણ જમીનનો ત્રીજો ભાગ આપવો જોઈએ.

કોર્ટનું ઓફિશિયલ બ્રીફિંગ

1. શું વિવાદિત સ્થળ ભગવાન રામનું જન્મસ્થળ છે?
વિવાદિત સ્થળ ભગવાન રામનું જન્મસ્થળ છે. જન્મસ્થળ વૈધાનિક અને પૂજ્ય છે. તેને ભગવાન રામના જન્મસ્તળ તરીકે પૂજવામાં આવે છે. પરમાત્માનો ભાવ દરેક જગ્યાએ, દરેક લોકો માટે હાજર હોય છે. કોઈ પણ આકારમાં વ્યક્તિની આકાંક્ષા પ્રમાણે તે નિરાકાર પણ હોઈ શકે છે.

2. શું વિવાદિત ઈમારત એક મસ્જિદ હતી? આને કોણે અને ક્યારે બનાવી?
વિવાદિત ઈમારતનું નિર્માણ બાબરે કર્યું હતું. નિર્માણના વર્ષને લઈને ખૂબ શંકા છે પરંતુ તે ઈસ્લામના સિદ્ધાંતોને અનુરૂપ નથી. તેથી તેને મસ્જિદ ન માની શકાય.

3. શું મસ્જિદ એક હિન્દુ મંદિરને તોડીને બનાવવામાં આવ્યું છે?
વિવાદિત માળખુ, જૂના માળખાને તોડીને તેના સ્થાન પર બનાવવામાં આવ્યું છે. પુરાતત્વ વિભાગ તેનો ખુલાસો કરી ચૂક્યા છે કે, પહેલાંનું માળખુ એક વિશાળ હિન્દુ ધાર્મિક સ્થળ હતું.

4. શું મૂર્તિઓ ઈમારતમાં 1949માં રાખવામાં આવી હતી?
મૂર્તિઓ 22-23 ડિસેમ્બરે 1949 દરમિયાનની રાત્રીએ વિવાદિત માળખામાં ગુંબજની નીચે મુકવામાં આવી હતી.

5. વિવાદિત સ્થાનની સ્થિતિ (ઉદાહરણ માટે અંદરનો બહારનો ભાગ) શું રહેશે?
એ સાબીત થઈ ચૂક્યું છે કે, આ જમીન રામજન્મભૂમિ સ્થળ છે અને હિન્દુઓને ચરણ, સીતા રસોઈ અને અન્ય મૂર્તિયો અને અન્ય પૂજા સ્થળ પર પૂજાનો અધિકાર છે. એ પણ સાબીત થઈ ચૂક્યું છે કે, હિન્દુઓ વિવાદિત સ્થળને ભગવાન રામનું જન્મસ્થળ માનીને ત્યાં પૂજા કરે છે અને ઘણાં વર્ષોથી તેને પવિત્ર તીર્થસ્થળ માનવામાં આવે છે. વિવાદિત માળખાના નિર્માણ પછી એ સાબીત થઈ ચૂક્યું છે કે, મૂર્તિઓ અહીં 22-23 ડિસેમ્બર 1949ની મધ્ય રાત્રીએ રાખવામાં આવી છે. એ પણ સાબીત થઈ ચૂક્યું છે કે, બહારનો વિભાગ હિન્દુઓના કબજામાં રહેશે અને તેઓ ત્યાં પૂજા પણ કરતા આવ્યા છે. એ પણ સાબીત થઈ ચૂક્યું છે કે, વિવાદિત માળખાને મસ્જિદ ન માની શકાય કારણકે તે ઈસ્લામના સિદ્ધાંત પ્રમાણે બનાવવામાં આવ્યું નથી.

X
Babri Masjid Allahabad High Court 2010 Verdict Ayodhya Ram Mandir supreme court verdict today live News Updates
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી