ઉ.પ્ર / આઝમ ખાનના રિસોર્ટની દિવાલ તોડી પડાઈ, નાળાની જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરવાનો આરોપ

  • સિંચાઈ વિભાગે કાર્યવાહી કરી
  • ધારાસભ્ય આઝમ રિસોર્ટ ચલાવે છે

Divyabhaskar.com

Aug 16, 2019, 03:15 PM IST

રામપુરઃ જૌહર યુનિવર્સિટી માટે ખેડૂતોની જમીન હડપ કરવાના 27 જેટલા કેસ સાંસદ આઝમ ખાન સામે નોંધાયા છે. હવે આ જ મામલામાં સપા સાંસદના પુત્ર અને ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાન પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અબ્દુલ્લા પર નાળાની જમીન ગેરકાયદેસર રીતે કબજો કરવાનો આરોપ છે. આ મામલામાં નહેર ખંડ વિભાગે નોટિસ ફટકારી હતી. પરંતુ જવાબ ન મળવા પર શુક્રવારે સિંચાઈ વિભાગે રિસોર્ટ હમસફરની એક બાઉન્ડ્રી વોલને બુલડોઝરથી તોડી પાડી હતી.

એક ગ્રામીણે ફરિયાદ કરી હતી

સિંચાઈ વિભાગના અધિકારી અભિયંતા નવીન કુમારે જણાવ્યું કે પસિયાપુર શુમાલી ગામના સહાદત ખાને એક ફરિયાદ કરી હતી કે સિંચાઈ વિભાગની કોઈ જમીન પર અતિક્રમણ છે. ત્યારપછી અમે અમારા સ્ટાફને ત્યાં મોકલીને જગ્યાનું માપ કરાવ્યું હતું.

યુનિવર્સિટી માટે હડપ કરી પાંચ હજાર હેકટર જમીન

જૌહર યુનિવર્સિટીના નામ પર આઝમ ખાન અને તેના સહયોગી આલે હસન પર 26 ખેડૂતોની પાંચ હજાર હેકટર જમીન હડપવાનો આરોપ છે. આ મામલામાં તેમની વિરુદ્ધ ઘણાં કેસ નોંધાયા છે. આરોપ છે કે આઝમ ખાન અને તેના નજીકના હસને ખેડૂતો પાસેથી જમીન હડપ કરી લીધી અને તેનો ઉપયોગ કરોડોની મેગા પરિયોજના મોહમ્મદ અલી જૌહર વિશ્વવિદ્યાલયના નિર્માણમાં કર્યો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી