અયોધ્યા વિશે પ્રતિક્રિયા / મોદીએ કહ્યું- ભારત ભક્તિની ભાવનાને સશક્ત કરવાનો સમય, સંઘ પ્રમુખે કહ્યું- બધા મળીને રામ મંદિર બનાવીશું

ayoudhya news updates: pm modi news updates: Priyanka Gandhi Union Minister Gadkari says, We have full faith in our judiciary
ayoudhya news updates: pm modi news updates: Priyanka Gandhi Union Minister Gadkari says, We have full faith in our judiciary

  • મુખ્ય પુજારી મહંત દાસે કહ્યું- વડાપ્રધાન મોદીએ સાચી વાત કહી કે, અયોધ્યાનો નિર્ણય કોઈની જીત કે કોઈની હાર નથી
  • વડાપ્રધાન મોદીએ કહ્યું હતું- કોર્ટના નિર્ણ પછી આપણે બધાએ એકતા જાળવી રાખવાની છે

Divyabhaskar.com

Nov 09, 2019, 03:32 PM IST

નવી દિલ્હી: અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજની બેન્ચે શનિવારે ચુકાદો સંભળાવ્યો છે. બેન્ચે કહ્યું છે કે, વિવાદિત જગ્યાઓ જ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મુસ્લિમ પક્ષને મંદિર નિર્માણ માટે 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આ નિર્ણયને કોઈની હાર કે જીત તરીકે ન જોવો જોઈએ, આ સમય ભારત ભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, આ એક ઐતિહાસિક ચુકાદો છે. જનતાને અપીલ કરુ છું કે તેઓ શાંતિ જાળવી રાખે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે કે, રામ ભક્તિ હોય કે રહીમ ભક્તિ, આ સમય દરેકની ભારત ભક્તિને સશક્ત કરવાનો સમય છે. દેશના લોકોને મારી અપીલ છે કે, શાંતિ, સદ્ભાવ અને એકતા જાળવવી. જ્યારે સંઘ પ્રમુખે કહ્યું છે કે, ધૈર્યથી આ મામલે સુનાવણી કરનાર જજને અમે અભિનંદન આપીયે છીએ. નિર્ણય સ્વીકાર કરવાની સ્થિતિ અને ભાઈચારો જાળવી રાખવા માટે દરેક લોકોના પ્રયત્નોનું પણ સ્વાગત કરીયે છીયે.

આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું કે, જેવું તમને બધાને ખબર છે એ પ્રમાણે, અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે. આ દરમિયાન કોર્ટનો જે પણ નિર્ણય હોય, દેશની એકતા, સામાજિક સદ્ભાવ અને એકબીજા પ્રત્યેનો પ્રેમ અને હજારો વર્ષ જૂની પરંપરા જાળવી રાખવી આપણાં દરેકની જવાબદારી છે. આ પહેલાં વડાપ્રધાન મોદીએ શુક્રવારે સાંજે દેશના નાગરિકોને અપીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરવું, શાંતિ જાળવવી. આ નિર્ણય કોઈની જીત કે હાર નથી.

  • કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા- સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ચૂક્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણના પક્ષમાં છે.
  • મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અંસારી- સુપ્રીમ કોર્ટનો નિર્ણય મને માન્ય છે. અમે સમગ્ર દેશની જનતા પાસેથી શાંતિ અને એકતાની અપીલ કરીએ છીએ. માનનીય ન્યાયાલયનો નિર્ણય દરેક લોકોએ સ્વીકાર કરવો જોઈએ.
  • નિર્મોહી અખાડાના પ્રવક્તા કાર્તિક ચોપડા- અમે સુપ્રીમ કોર્ટના આભારી છીયે. તેમણે અમારી 150 વર્ષની લડતને ઓળખ આપી. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવતા ટ્રસ્ટમાં અમને યોગ્ય સ્થાન આપ્યું. જે રામ મંદિર નિર્માણ અને મેનેજમેન્ટનું કાર્ય સંભાળશે.
  • બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર- સુપ્રીમ કોર્ટનો નિર્ણય દરેક વ્યક્તિએ સ્વીકારવો જોઈએ. આ વિશે કોઈ વિવાદ ન થવો જોઈએ. અમે દરેકને અપીલ કરીયે છીએ કે નકારાત્મક માહોલ ન બનાવે. શાંતિ જાળવે.
  • ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું- હું દરેકને અપીલ કરુ છું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારે. શાંતિ અને એકતા જાળવે. ભાઈચારો આપણી ધર્મનિરપેક્ષતાની ઓળખ છે.
X
ayoudhya news updates: pm modi news updates: Priyanka Gandhi Union Minister Gadkari says, We have full faith in our judiciary
ayoudhya news updates: pm modi news updates: Priyanka Gandhi Union Minister Gadkari says, We have full faith in our judiciary
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી