સોશિયલ મીડિયા / એક સપ્તાહમાં ગુગલ પર અયોધ્યાનું સર્ચિંગ 8 ગણું વધ્યું, ટ્વિટર પર #રામમંદિર ટ્રેન્ડમાં રહ્યું

Ayodhyas search on Google increased 

  • ટ્વિટર પર 16 ઓક્ટોબરે #રામમંદિર  સૌથી વધારે ટ્રેન્ડ કરતું રહ્યું, આ દિવસે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાની સુનાવણી પૂરી થઈ હતી.
  • અયોધ્યાના કી-વર્ડને સૌથી વધારે ઉત્તરપ્રદેશમાં સર્ચ કરવામાં આવ્યો, ત્યાર પછી કર્ણાટક, ગોવા અને દિલ્હીમાં સર્ચ થયો.

Divyabhaskar.com

Nov 09, 2019, 04:37 PM IST

નવી દિલ્હી: અયોધ્યા વિવાદ ઉપર સુપ્રીમ કોર્ટનો નિર્ણય ક્યારે આવશે? ગુગલ ઉપર આ કી-વર્ડ સૌથી વધારે સર્ચ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા સપ્તાહમાં અયોધ્યા કી-વર્ડનું સર્ચિંગ 8 ગણું વધ્યું છે. 1 નવેમ્બરે અયોધ્યાને 11 પોઈન્ટ્સ હતા. જ્યારે ચાર નવેમ્બરે તે વધીને 25 થઈ ગયા અને 8 નવેમ્બર સુધી 200 પોઈન્ટ થઈ ગયા. ગુગલ ટ્રેન્ડ્સના ડેટા મુજબ ઓક્ટોબરમાં અયોધ્યાનું સૌથી વધારે સર્ચિંગ 16 ઓક્ટોબરે થયું. આ દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થઈ હતી. આ દિવસે અયોધ્યા કી-વર્ડને 100 પોઈન્ટ હતા.

X
Ayodhyas search on Google increased 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી