અયોધ્યા કેસ / સુપ્રીમ કોર્ટમાં રામલલ્લાના વકીલે કહ્યું-નમાજ રોડ પર પઢો તો એવું નથી કે રોડ તમારો

Ayodhya Hearing in Supreme court live news and updates Ram Lalla

  • રામલલ્લાના વકીલે કહ્યું કે, એપ્રિલ 1950માં વિવાદિત વિસ્તારનું નિરક્ષણ કરવામાં આવ્યું ત્યારે પાક્કા પુરાવા મળ્યા હતા
  • રામલલ્લાના વકીલ વૈદ્યનાથે કહ્યું કે, ગલીઓ અને રસ્તાઓ ઉપર પણ નમાઝ અદા કરવામાં આવે જ છે

Divyabhaskar.com

Aug 17, 2019, 01:31 AM IST

નવી દિલ્હી: અયોધ્યા વિવાદની સુનાવણીના 7મા દિવસે શુક્રવારે હિન્દુ પક્ષે વિવાદિત સ્થળે ખોદકામમાં મળેલા પુરાવા, ફોટા અને અનેક નકશા સુપ્રીમકોર્ટમાં રજૂ કર્યા. રામલલ્લા વિરાજમાનના વકીલ સી.એસ. વૈદ્યનાથે દાવો કર્યો કે વિવાદી સ્થળે ઇસવીસનના બે વર્ષ પહેલાં વિશાળ મંદિર હતું. તેના ખંડેરને ખરાબ દાનતથી મસ્જિદમાં બદલી દેવાયું. રામજન્મ સ્થળે એટલા માટે નમાજ અદા કરાતી હતી કે તેના પર કબજો કરી શકાય. તે નમાજમાં વિશ્વાસનો અભાવ હતો. વકીલે વધુમાં કહ્યું કે નમાજ તો રોડ પર પણ પઢવામાં આવે છે તો, એનો મતલબ એ નથી કે એ રોડની માલિકી તમારી થઇ જાય. તેમણે દાવો કર્યો કે વિવાદી સ્થળે ક્યારેય મસ્જિદ હતી જ નહીં. જ્યારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને તેના પર વાંધો ઉઠાવતા કહ્યું કે આ ઇસ્લામની યોગ્ય વ્યાખ્યા નથી. મામલાની સુનાવણી સોમવારે પણ ચાલુ રહેશે.

આજે સુપ્રીમ કોર્ટમાં શું થઈ દલીલ?

11.40 AM: રામલલ્લાના વકીલે આ દરમિયાન ASI રિપોર્ટની આલ્બમ તસવીર દર્શાવી હતી. તેમણે કહ્યું કે, મસ્જિદમાં માનવીય અથવા જીવ-જંતુઓની મૂર્તિઓ ન હોઈ શકે અને જો ત્યાં મૂર્તિઓ છે તો એ મસ્જિદ ન હોઈ શકે. તેમણે કહ્યું કે, ઈસ્લામમાં નમાઝ-પ્રાર્થના તો ક્યાંય પણ થઈ શકે છે. મસ્જિદોતો સામૂહિક સાપ્તાહિક અને દૈનિક પ્રાર્થનાઓ માટે જ હોય છે.
આ વિશે સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નમાઝ અદા કરવાની વાત ખોટી છે, ઈસ્લામની વ્યાખ્યામાં તે સાચુ નથી. તે વિશે રામલલ્લાના વકીલ વૈદ્યનાથે કહ્યું કે, ગલીઓ અને રસ્તાઓ ઉપર પણ નમાઝ અદા કરવામાં આવે જ છે.

11.20 AM:રામલલ્લાના વકીલે કહ્યું કે, એપ્રિલ 1950માં વિવાદિત વિસ્તારનું નિરક્ષણ કરવામાં આવ્યું ત્યારે પાક્કા પુરાવા મળ્યા હતા. તેમાં નક્શા, મૂર્તિ, રસ્તા અને ઈમારત સામેલ છે. પરિક્રમા માર્ગ પર પાક્કા અને કાચા રસ્તા બન્યા હતા. આજુ બાજુ સાધુઓની કુટિર પણ હતી.

આ સિવાય તેમણે કહ્યું હતું કે, સુમિત્રા ભવનમાં શેષનાગની મૂર્તિ પણ મળી હતી. રામલલ્લાના વકીલ સીએસ. વૈદ્યનાથે કહ્યું કે, પુરાતત્વ વિભાગના જાન્યુઆરી 1990ના તપાસ રિપોર્ટમાં પણ ઘણી તસ્વીરો પુરાવા બરાબર છે. 11 રંગીન તસવીરો તે રિપોર્ટના આલ્બમમાં છે જેને સ્તંત્રોના નક્શીનું ડિટેલ ચિત્રણ અને વર્ણન કર્યું છે.

11.10 AM: અયોધ્યા કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. રામલલ્લાના વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથે કોર્ટમાં નક્શા અને રિપોર્ટ જોઈને કહ્યું કે, જન્મભૂમિ પર ખોદકામ દરમિયાન સ્તંભ પર શિવ તાંડવ, હનુમાન અને દેવી દેવતાઓની મૂર્તિઓ મળી હતી. તે સ્વાય પાક્કા નિર્માણમાં જ્યાં ત્રણ ગુંબજ હતા ત્યાં બાળ સ્વરૂપમાં ભગવાન રામની મૂર્તિ હતી.

બુધવારે કોર્ટમાં ચાલ્યા હતા તર્ક
આજે શુક્રવારે આ સુનાવણીનો છઠ્ઠો દિવસ છે. ગુરુવારે સ્વતંત્રતા દિવસની ઉજવણીના કારણે કોર્ટમાં રજા હતા. બુધવારે અંતે સુનાવણીમાં કોર્ટે રામલલ્લાના વકીલપાસે ઘણાં સવાલોના જવાબ માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન પૂછ્યું હતું કે, મંદિર તોડવા માટેના આદેશ બાબર અથવા તેમના સેનાપતિએ જ આપ્યા હતા તે વિશેના શુ પુરાવા છે? તે સિવાય કોર્ટ તરફથી રામજન્મભૂમિનો દાવે કરનારના પણ પુરાવા માંગ્યા હતા.

રામલલ્લાના વકીલે ગ્રંથોનો રેફરન્સ આપ્યો હતો
રામલ્લા બિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાતે તેમના તર્કમાં ગ્રંથ, ઐતિહાસીક તથ્યોનો રેફરન્સ આપ્યો હતો. આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું હતું કે, રામ જન્મભૂમિ અને મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. જ્યારે રામલલ્લાના વકીલે એ મુદ્દાને પણ કોર્ટમાં ઉઠાવ્યો હતો કે મુસ્લિમ પક્ષ તરફથી એ પહેલાં પણ માનવામાં આવ્યું છે કે, રામજન્મભૂમિ પર મંદિર હતું.

નોંધનીય છે કે, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુનાવણી સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી 5 સભ્યોની બંધારણીય બેન્ચ કરી રહી છે. આ બેન્ચમાં જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ.નઝીર પણ સામેલ છે.

X
Ayodhya Hearing in Supreme court live news and updates Ram Lalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી