નિવેદન / અલકાયદા, ISIS અને લશ્કર-એ-તૈયબાની જે વિચારધારા છે તેવી જ ઔરંગઝેબની હતી-મુખ્તાર અબ્બાસ નકવી

Aurangzeb had the same ideology as al-Qaeda, ISIS and Lashkar-e-Taiba - Mukhtar Abbas Naqvi

  • નકવીએ કહ્યું કે ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકનું અમુક કથિત ઇતિહાસકારોએ મહિમામંડન કર્યું છે

Divyabhaskar.com

Sep 12, 2019, 06:43 PM IST

નવી દિલ્હી:મુઘલ દારા શિકોહ વિશેની એક કોન્ફરન્સમાં દિલ્હીમાં બુધવારે નકવીએ કહ્યું કે ઔરંગઝેબ આતંકવાદનું પ્રતીક છે. ઔરંગઝેબનો દ્રષ્ટિકોણ સનાતન સંસ્કૃતિને ખતમ કરી માનવતાના મૂલ્યોને નષ્ટ કરવાનો હતો. આવી જ વિચારધારાના લીધે અત્યારે ISIS, અલકાયદા અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો જન્મ થયો છે.

ઔરંગઝેબ જેવા અરાજકતાવાદી અને ક્રૂર શાસકે કરેલા હિંસા અને જુલમનું અમુક ડાબેરી કહેવાતા ધર્મનિરપેક્ષ ઈતિહાસવિદો અને ઇસ્લામિક કટ્ટરપંથીઓએ મહિમામંડન કર્યું હતું. તેની વિચારધારા સનાતન સંસ્કૃતિને ખતમ કરવાની હતી -નકવી

નકવીએ એ બાબત પર પણ નિર્દેશ કર્યો કે નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાંજ લટયન દિલ્હીમાં ડેલહાઉઝી રોડનું નામ દારા સિકોહ કરવામાં આવ્યું હતું. અને બે કિલોમીટર દૂર ઔરંગઝેબ રોડને રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું નામ આપવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં બોલતા RSSના નેતા કૃષ્ણ ગોપાલે કહ્યું કે દારા સિકોહ એક સારા મુસ્લિમ હતા. તેમણે કહ્યું કે 16 કરોડથી વધુ મુસ્લિમોમાં ભારતમાં કોઇ ડર નથી અને બાકીના લઘુમતિ પારસી, બૌદ્ધ અને જૈન પણ આ દેશમાં સુરક્ષિત મહેસૂસ કરે છે.

કૃષ્ણ ગોપાલે કહ્યું-મુસલમાનો 16 કરોડ છે. તો પછી તેઓ શા માટે ડરેલા છે. અને કોનાથી ? આ મહત્વપૂર્ણ સવાલ છે કે જે સમાજે દેશ પર 600 વર્ષ રાજ કર્યું હોય તે ડરમાં હોય. આ વિષયની ચર્ચા થવી જોઇએ. દારા સિકોહ એક સાચા મુસ્લિમ હતા જેમણે ઉપનિષદોનો પર્શિયન ભાષામાં અનુવાદ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં એકતા અને સમાવિષ્ટતા એ હંમેશા એક મુખ્ય ગુણ રહ્યો છે.

X
Aurangzeb had the same ideology as al-Qaeda, ISIS and Lashkar-e-Taiba - Mukhtar Abbas Naqvi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી