ચૂંટણી / અમિત શાહે કહ્યું- હવે એક જવાન શહીદ થશે તો 10 દુશ્મનને મારવામાં આવશે 

  • ભાજપ અધ્યક્ષે મહારાષ્ટ્રમાં ચાર જનસભા સંબોધી, કોંગ્રેસ પર નિશાન સાધ્યું 
  • સાંગલીમાં શાહે કહ્યું- મોદીએ ભારતને અખંડ બનાવ્યું છે
  • ચૂંટણીમાં રાફેલની શસ્ત્રપૂજા અને કલમ 370 મોટા મુદ્દા 

Divyabhaskar.com

Oct 11, 2019, 12:42 PM IST

સાંગલી/યવતમાલ: બે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હવે માંડ દસ દિવસ બાકી છે. ભાજપ અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહે આક્રમક પ્રચાર કરવા રેલીઓ યોજવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે તેમણે મહારાષ્ટ્રમાં ચાર સભા સંબોધી હતી. સાંગલીની સભામાં શાહે કહ્યું કે, મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને ભારતને અખંડ કર્યું છે. આખો દેશ કાશ્મીરનું એકીકરણ ઈચ્છતો હતો, ત્યારે કોંગ્રેસ-એનસીપીએ વિરોધ કર્યો. કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, 5 ઓગસ્ટથી 5 ઓક્ટોબર થઈ ગઈ, એક ગોળી ના છોડવી પડી. હવે એક પણ ભારતીય જવાન શહીદ થશે, તો 10 દુશ્મન મારીશું.
પરિવારવાદ પર હુમલો
અમિત શાહે સભામાં પરિવારવાદનો મુદ્દો પણ ઉઠાવતા કહ્યું કે, એક તરફ ભાજપ અને શિવસેના છે, જે પીએમ મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ચૂંટણી લડે છે, તો બીજી તરફ કોંગ્રેસ-એનસીપી જેવા પરિવારવાદી પક્ષો છે.
બેઠક ભાજપને આપી, શિવસેનાના 26 કોર્પોરેટરે રાજીનામા ધર્યા
શિવસેનાના 26 કોર્પોરેટર અને 300 કાર્યકરે પક્ષના વિરોધમાં રાજીનામું આપી દીધું છે. આ કોર્પોરેટરો કલ્યાણ (પૂર્વ) વિધાનસભા ક્ષેત્રના છે. તેમની નારાજગી કલ્યાણ બેઠક ભાજપને આપવા મુદ્દે છે. ભાજપ-શિવસેના વચ્ચે થયેલી બેઠક વહેંચણીમાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ છે. ભાજપે ત્યાંથી ગણપત ગાયકવાડને ઉમેદવાર બનાવ્યા છે.
રાફેલ પર નવી ટ્રકની જેમ લીંબુ-મરચા લટકાવાયા: પવાર
રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે સંરક્ષણ મંત્રી દ્વારા કરાયેલી રાફેલની શસ્ત્રપૂજા પર વ્યંગ કર્યો છે. પવારે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા માટે જે નિર્ણય લેવાયો, એ વિશે કોઈ શંકા નથી, પરંતુ રાફેલ પર લીંબુ-મરચા લટકાવાયા, જેથી તેને નજર ના લાગે. નવી ખરીદેલી ટ્રક પર આ રીતે લીંબુ-મરચા લટકાવાય છે.
હરિયાણામાં ભાજપ ઉમેદવારે કહ્યું- તો ટ્રાફિક ચલાણ જેવી મુશ્કેલીઓ જ ખતમ થઈ જશે
હરિયાણાના ફતેહાબાદથી ભાજપ ઉમેદવાર ડુરારામ બિશ્નોઈએ પ્રચાર દરમિયાન વાહનવ્યવહારના નિયમોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે મને ધારાસભ્ય બનાવીને મોકલશો તો નાની-મોટી મુશ્કેલીઓ ખતમ થઈ જશે. પછી તે નશાનો મુદ્દો હોય કે પછી મોટરસાઈકલ ચાલકોનું ચલાણ કાપવાનો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી