• Home
  • National
  • AIIMS is on strike today over violence against doctors in West Bengal. 

બંગાળ / મારપીટના વિરોધમાં હડતાળ: 300ડોક્ટર્સે રાજીનામા આપ્યાં, સમગ્ર દેશમાં પ્રદર્શન

  • પશ્ચિમ બંગાળમાં હુમલા પછી ઘણી હોસ્પિટલ્સમાં ડોક્ટર્સ 5 દિવસથી હડતાળ પર છે
  • દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ અને બિહારના ડોક્ટર્સ પણ વિરોધ-પ્રદર્શનમાં સામેલ થયા
  • કેન્દ્રીય સ્વાસ્થય મંત્રીએ કહ્યું- ડોક્ટર્સની સુરક્ષા માટે પ્રતિબદ્ધ, મમતા સાથે વાત કરીશ
     

Divyabhaskar.com

Jun 15, 2019, 01:50 AM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક જુનિયર ડોક્ટર સાથે મારપીટ પછી શરૂ થયેલા વિવાદ પછી રાજ્યમાં ડોક્ટરોની હડતાળ શરૂ થઈ. જેના પડઘા શુક્રવારે સમગ્ર દેશમાં પડ્યા. હડતાળિયા ડોક્ટરોના સમર્થનમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)એ ત્રણ દિવસના વિરોધ દેખાવો શરૂ કર્યા. આઈએમએએ 17 જૂને હડતાળની જાહેરાત કરી છે. દિલ્હીમાં બધા સરકારી ડોક્ટરો હડતાળ પર રહ્યા. એસએસકેએમ હોસ્પિટલના 175 ડોક્ટરોએ રાજીનામાં આપી દીધાં.

આ સાથે જ સમગ્ર બંગાળમાં રાજીનામું આપનારા ડોક્ટરોની સંખ્યા 300થી વધુ થઈ ગઈ છે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે મુખ્યમંત્રી શરત વિના માફી માગે, અન્યથા તેઓ એક સાથે નોકરી છોડી દેશે. દરમિયાન કેન્દ્ર સરકારે આ બાબતમાં દખલ કરતા કહ્યું કે રાજ્ય સરકાર તેને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવે અને ઝડપથી તેનો ઉકેલ લાવે.

બંગાળના જુનિયર ડોક્ટર્સ એસોસિયેશનના પ્રવક્તા ડોક્ટર અરિંદમ દત્તાએ કહ્યું કે મુખ્યમંત્રીના નિવેદનથી ડોક્ટરોને ઠેસ પહોંચી છે. તેમણે માફી માગવી જોઈએ. મમતા બેનરજીના ભાઈ કાર્તિક બેનરજીનો પુત્ર અબેશ બેનરજી કોલકાતાની કેપીસી મેડિકલ હોસ્પિટલમાં ડોક્ટર છે. તે પણ હડતાળમાં સામેલ છે. ઉપરાંત કોલકાતાના મેયર ફિરહાદ હકીમની પુત્રી શબ્બા પણ ડોક્ટર છે અને હડતાળમાં જોડાયેલી છે.

મમતાએ ગુરુવારે કહ્યું હતું કે માકપા અને ભાજપના કાવતરા હેઠળ હોસ્પિટલમાં ઘૂસેલા બહારના લોકોએ ઉપદ્રવ મચાવ્યો છે. કોલકાતામાં એનઆરએસ મેડિકલ હોસ્પિટલમાં સોમવારે રાતે એક વૃદ્ધના મોત પછી પરિવારજનોએ જુનિયર ડોક્ટરો પર હુમલો કર્યો હતો.

કોલકાતા હાઈકોર્ટની ફટકાર- વાટાઘાટો કેમ ન કરી?
કોલકતા હાઈકોર્ટે આ અંગે દાખલ થયેલી એક અરજીની સુનાવણીમાં મમતા સરકારને ખખડાવતા કહ્યું કે તેમણે વાટાઘાટોનો પ્રયાસ કેમ ન કર્યો ? ડોક્ટરોની સુરક્ષા માટે શું પગલા લીધા એ પણ જણાવો. કોર્ટે સરકારને એક સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે.

હડતાળને સાંપ્રદાયિક રંગ આપવા માગે છે ભાજપ- મમતા
મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે, ડોક્ટર્સનું આ આંદોલન તેમના રાજકીય વિરોધીઓનું કાવતરું છે. તેમણે કહ્યું છે કે, હું તેની નિંદા કરુ છું. આ સીપીઆઈ અને ભાજપનું કાવતરું છે. તેમણે કહ્યું કે, મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મુશ્કેલીઓ વઘારવા માટે બહારના લોકો આવી રહ્યા છે. ભાજપ આ હડતાળને સાંપ્રદાયિક રંગ આપવા માંગે છે.

મમતાએ કહ્યું કે, ભાજપ સીપીઆઈની મદદથી હિન્દુ-મુસ્લિમનું રાજકારણ કરી રહી છે. હું બંને પાર્ટીઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈને આશ્ચર્યચકિત છું. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને તણાવ ઉભો કરવા અને ફેસબુક પર પ્રોપેગેંડા ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. બીજી બાજુ ભાજપ નેતા મુકુલ રોયે આરોપ લગાવ્યો છે કે, એક ખાસ સમુદાયના લોકોએ ડોક્ટર્સ પર હુમલો કર્યો હતો. હુમલાખોરો તૃણમૂલ સાથે જોડાયેલા છે.

હર્ષવર્ધને કહ્યું- મમતા આને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવે
દિલ્હી એમ્સના રેસિડન્સ ડોક્ટર એસોસિયેશને બંગાળમાં ડોક્ટર્સ સામે હિંસા વિશે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધન સાથે મુલાકાત કરી હતી. હર્ષવર્ધને કહ્યું કે, હું મમતા બેનરજીને અપીલ કરુ છું કે, આને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવે. તેમણે ડોક્ટર્સને અલ્ટિમેટમ આપ્યું તેના કારણે તેઓ નારાજ થઈને હડતાળ પર જતા રહ્યા. હું મમતા બેનરજી સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયત્ન કરીશ. હું સમગ્ર દેશના ડોક્ટર્સને કહેવા માંગીશ કે સરકાર તેમની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ડોક્ટર્સને અપીલ કરુ છું કે તેઓ પ્રતિકાત્મક વિરોધ કરે અને તેમનું કામ ચાલું રાખે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી