નવી દિલ્હી / બાઈક પર ખોળામાં બેઠેલું બાળક પણ ત્રણ સીટ ગણાશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • મેમો મળી શકે, લાઈસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે

Divyabhaskar.com

Sep 13, 2019, 12:48 AM IST

શરદ પાંડેય, નવી દિલ્હી: બાઈક પર દંપતી જો ખોળામાં બાળકને બેસાડીને જતું હોય તો તેમણે સાવધાન રહેવાની જરૂર છે. ટ્રાફિક પોલીસ બાળકને પણ ત્રણ સવારી માનીને ટ્રિપલ રાઈડિંગનો મેમો ફટકારી શકે છે. જૂના મોટર વાહનના કાયદામાં પણ બાળકને ત્રીજી સવારી માનવામાં આવતું હતું. પરંતુ હવે દંડ અને કડકાઈને કારણે લોકોમાં એક પ્રકારે ગભરાટ ફેલાઈ ગયો છે. નવા મોટર વાહન કાયદામાં બાઈક પર બેથી વધુ સવારને ઓવરલોડ ગણવામાં આવશે. તેમાં બાળકને કોઈ છૂટ અપાયાનો ઉલ્લેખ નથી. મંત્રાલયે આ સમસ્યાનો ઊકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે પણ તેની કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી. ભલે બાઈક ઉત્પાદકે બાઈકને 200થી 300 કિલો વજન અનુસાર ડીઝાઈન કરી હોય અને તેના પર બેથી વધુ બેસી શકતા હોય છતાં પણ તેને ઓવરલોડ ગણવામાં આવશે.

દેશમાં 21 કરોડ વાહનોમાં 14 કરોડથી વધુ દ્વિચક્રી વાહનો

  • 7 કરોડથી વધુ વાહન 4 પૈડાંનાં
  • બાઈકચાલકની સંખ્યા 14 કરોડથી વધુ
  • પહેલાં બાઈક ઓવરલોડનો દંડ 100 હતો હવે 2000
  • લાઈસન્સ સસ્પેન્ડની પણ જોગવાઈ.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી