હિમાચલ પ્રદેશ / સોલન દુર્ઘટનામાં 6 જવાનો સહિત 7 મૃતદેહ બહાર કઢાયા, 19 લોકો હજુ કાટમાળમાં

A 3-storey building collapsed in Solan, 30 more suspected buried, most of the army personnel

  • સેનાના જવાન ભોજન લઈ રહ્યાં હતા તે દરમિયાનની ઘટના
  • આર્મીએ વિસ્તારને કબ્જામાં લઇને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું

Divyabhaskar.com

Jul 15, 2019, 09:35 AM IST

સોલન; હિમાચલ પ્રદેશના સોલનમાં ભારે વરસાદથી ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા 30 જેટલા લોકો દબાયા હતા. અત્યાર સુધી 6 જવાન સહિત 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હજુ 19 લોકો દબાયા છે. રાહત-બચાવની કામગીરી ચાલી રહી છે. ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઢાબો ચાલતો હતો જેમા સેનાના જવાન ભોજન લઇ રહ્યા હતા. સેના અને પ્રસાશનની ટીમ કાટમાળ હટાવવામાં લાગેલી છે. પંચકૂલાથી એનડીઆરએફની ટીમો હિમાચલ મોકલવામાં આવી છે. સેનાએ ઘાયલોને એરલિફ્ટ કરવા માટે હેલિકોપ્ટરોને સ્ટેન્ડબાય મોડ પર રાખ્યા છે.

જાણકારી પ્રમાણે સોલનમાં રવિવાર સવારથીજ વરસાદ થઇ રહ્યો હતો. બપોરના સમયે કુમારહટ્ટી - નાહન રોડ પર સ્થિત ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ ગઇ. અહીં સેનાના જવાન ઢાબામાં ભોજન લઇ રહ્યા હતા તેથી નીચે મોટાભાગના સેનાના જવાન દબાઇ ગયા હોય તેવી આશંકા છે.

X
A 3-storey building collapsed in Solan, 30 more suspected buried, most of the army personnel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી