દુર્ઘટના / પૂણે- બેંગ્લુરુ હાઈવે પર બસે ટ્રકને ટક્કર મારતા 6 લોકોનાં મોત, 20થી વધુ ઘાયલ

  • પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટની બસ અંદાજે 40 મુસાફરોને લઈને કોલ્હાપુર તરફ જઈ રહી હતી 
  •  આ દુર્ઘટના સતારા શહેર પાસે સર્જાઈ હતી, ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા 

Divyabhaskar.com

Sep 12, 2019, 04:17 PM IST

પૂણેઃ મહારાષ્ટ્રમાં સતારા પાસે બેંગ્લોર-પૂણે નેશનલ હાઈવે પર સવારે એક બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે. જેમાં 6 લોકો ઘાયલ થયા છે જેમને સતારાની જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો બસના યાત્રીઓ છે.

મળતી માહિતી પ્રમાણે, એક પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટની બસ અંદાજે 40 યાત્રીઓને લઈને કોલ્હાપુર તરફ જઈ રહી હતી. સતારા પાસે અચાનક તેનું ટાયર ફાટી જતા બસનું નિયંત્રણ ખોરવાતા રોડની પાસે ઊભેલા ટ્રકને પાછળથી ટક્કર મારી દીધી હતી. જેમાં ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થયા હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી