ફોર્બ્સ / દુનિયાની 2000 મોટી કંપનીઓમાં 57 ભારતીય; ટોપ 200માં એક માત્ર 71માં ક્રમે રિલાયન્સ

57 Indians in 2000 big companies in the world; Rohan, ranked 71 in the top 200 list
57 Indians in 2000 big companies in the world; Rohan, ranked 71 in the top 200 list

  • એચડીએફસી બેન્ક 209માં ક્રમે, ઓએનજીસી 220માં ક્રમે
  • ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં રિલાયન્સ દુનિયામાં 11માં નંબરે

Divyabhaskar.com

Jun 14, 2019, 04:20 PM IST

નવી દિલ્હી: દુનિયાની 2,000 મોટી પબ્લિક (શેર બજારમાં લિસ્ટેડ) કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત 57 ભારતીય કંપનીઓ સામેલ છે. ઓવરઓલ રેન્કિંગમાં સામેલ ભારતીય કંપનીઓમાં રિલાયન્સ સૌથી ઉપર છે. તે 71માં નંબરે છે. જ્યારે ઓઈલ એન્ડ ગેસ સેક્ટરની કંપનીમાં રિલાયન્સ 11માં નંબરે છે. ટોપ 200 કંપનીઓમાં ભારતમાંથી રિલાયન્સ કંપની સામેલ છે. ત્યારપછી એચડીએફસી 209માં નંબરે છે.

કન્ઝ્યૂમર ફાઈનાન્સમાં એચડીએફસી ટોપ-10માં સામેલ

  • સમગ્ર દુનિયાની મોટી કન્ઝ્યૂમર ફાઈનાન્સ કંપનીઓમાં એચડીએફસી લિમિટેડ ટોપ-10માં સામેલ છે. આ કેટેગરીમાં તેમનો સાતમો રેન્ક છે જ્યારે ઓવરઓલ લિસ્ટમાં 332મો ક્રમ છે.
  • ગ્લોબલ 2000 લિસ્ટમાં સામેલ 10 મોટી ભારતીય કંપનીઓ
કંપની રેન્ક
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 71
એચડીએફસી બેન્ક 209
ઓએનજીસી 220
ઈન્ડિયન ઓઈલ 288
એચડીએફસી લિમિટેડ 332
ટીસીએસ 374
આઈસીઆઈસીઆઈ બેન્ક 400
લાર્સન એન્ડ ટુબ્રો 438
એસબીઆઈ 460
એનટીપીસી 492
  • ચીનની ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેન્ક ઓફ ચાઈના (આઈસીબીસી) સતત સાતમાં વર્ષે ટોપ પર રહી છે. લિસ્ટમાં સામેલ 61 દેશોમાં સૌથી વધારે 575 કંપનીઓ અમેરિકાની છે. ચીન અને હોંગકોંગની 309 અને જાપાનની 223 કંપનીઓ સામેલ છે.
  • ટોપ 10માં ચીનની 5, અમેરિકાની 4 કંપનીઓ
રેન્ક કંપની દેશ
1 આઈસીબીસી ચીન
2 જેપી મોર્ગન અમેરિકા
3 ચાઈના કંસ્ટ્રક્શન બેન્ક ચીન
4 એગ્રી કલ્ચર બેન્ક ઓફ ચાઈના ચીન
5 બેન્ક ઓફ અમેરિકા અમેરિકા
6 એપલ અમેરિકા
7 પિંગ એન ઈન્સ્યોરન્સ ગ્રૂપ ચીન
8 બેન્ક ઓફ ચાઈના ચીન
9 રોયલ ડચ શોર નેધરલેન્ડ
10 વેલ્સ કાર્ગો અમેરિકા
X
57 Indians in 2000 big companies in the world; Rohan, ranked 71 in the top 200 list
57 Indians in 2000 big companies in the world; Rohan, ranked 71 in the top 200 list
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી