મેઘકહેર / નેપાળના કાઠમંડુમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી 43ના મોત, 24 લાપતા

28 killed and 16 missing in flood-landslide in Nepal, floods in 6 districts of Bihar, two people died

  • સીતામઢી બાગમતી નદીનો ડેમ તૂટ્યો
  • પૂર પ્રભાવિત 4 જિલ્લાની તમામ સ્કૂલોમાં 15 સુધી રજા જાહેર
  •  બિહારના 6 જિલ્લામાં પૂર, 2 લોકોનાં મોત

Divyabhaskar.com

Jul 14, 2019, 10:54 AM IST

પટણા/કાઠમંડુઃ નેપાળમાં સતત થઈ રહેલા વરસાદથી આવેલા પૂર અને ભૂસ્ખલનથી 43 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 24 લોકો ગુમ છે. નેપાળ પોલીસે જણાવ્યું કે લગભગ 20 લોકો ઘવાયા છે. જોકે 50 લોકોને બચાવાયા હતા. પૂરથી સૌથી વધુ સિમર જિલ્લો પ્રભાવિત થયો છે જ્યાં 24 કલાકમાં 311 મિમી વરસાદ થયો. જ્યારે જનકપુરમાં 245.2 મિમી. કાઠમંડુના અમુક ભાગોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. નેપાળે આગામી 24 કલાક માટે હાઈએલર્ટ જાહેર કર્યુ છે.

ડેમ તૂટ્યો, પાણી ઘરોમાં ઘૂસ્યાં
અહીં બિહારના ઉત્તર અને નેપાળના અનેક ક્ષેત્રોમાં સતત વરસાદ બાદ કોશી, ગંડક, બૂઢી ગંડક, ગંગા અને બાગમતી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તેનાથી સીતામઢી, શ્યોહર, પૂર્વ ચંપારણ, અરરિયા, કિશનગંજ અને મધુબની જિલ્લામાં પૂર આવી ગયું છે. પૂરથી શનિવારે કિશનગંજમાં બે બાળકો મૃત્યુ પામ્યાં. સીતામઢીના સુપ્પી ક્ષેત્રમાં બાગમતી નદી પર બનેલ ડેમ તૂટી પડ્યો હતો. તેનાથી અનેક ગામમાં પાણી ઘૂસી ગયું. સુપોલમાં કોસી મહાસેતુની બાજુમાં ડેમ તૂટવાથી 60 ગામડાંમાં પાણી ભરાઈ ગયું. પૂર્વ ચંપારણ, અરરિયા, કિશનગંજ અને સીતામઢીની સ્કૂલોમાં 15 જુલાઈ સુધી રજા જાહેર કરાઈ છે.

X
28 killed and 16 missing in flood-landslide in Nepal, floods in 6 districts of Bihar, two people died
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી