ગર્વ / 11 એવી ક્ષણ જ્યારે ઇસરોએ દુનિયાને તાકાત બતાવી હેરાન કરી દીધી

11 In a moment when ISRO showed true capacity to the world

  • આજે ભારત ચંદ્રયાન-2 લોન્ચ કરશે ત્યારે ઇસરોના દેશને યોગદાનની એક ઝલક
  • ભારત પાસે આજે વિશ્વની સૌથી વિશ્વાસપાત્ર સ્પેસ એજન્સી છે

Divyabhaskar.com

Jul 14, 2019, 01:39 PM IST

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) આજ દુનિયાની સૌથી ભરોસાપાત્ર સ્પેસ એજન્સી છે. દુનિયાભરના લગભગ 32 દેશ ઇસરોના રૉકેટથી પોતાના ઉપગ્રહ લૉન્ચ કરાવે છે. 16 ફેબ્રુઆરી 1962ના ડૉ. વિક્રમ સારાભાઇ અને ડૉ. રામાનાથને ઇંન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ(INCOSPAR)નું ગઠન કર્યું. તિરુવનંતપુરમના થુંબામાં મોજૂદ સેંટ મેરી મૈગડેલેન ચર્ચમાં થુંબા ઇક્વેટિરોયિલ રૉકેટ લૉન્ચિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું. 1963માં પહેલો સાઉંડિંગ રૉકેટ છોડવામાં આવ્યો. ચાલો જાણીએ ઇસરોના એ 11 સાહસ, જ્યારે દુનિયા હેરાન રહી ગઇ.

1. સર્જિકલ સ્ટ્રાઇકમાં ઇસરોએ મોટી ભૂમિકા નિભાવી

જ્યારે જ્યારે પાકિસ્તાનમાં મોજૂદ આતંકવાદીઓએ દેશમાં આતંક ફેલાવ્યો ત્યારે ઇસરોએ સેનાની મદદ કરી. ઉરી હુમલાનો બદલો લેવા માટે જ્યારે સેનાએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે ઇસરોના ઉપગ્રહોની મદદથી આતંકીઓના ઠેકાણાઓનો પતો લગાવવામાં આવ્યો. સાથેજ લાઇવ તસવીરો મંગાવવામાં આવી. બાલાકોટ હુમલામાં પણ ઇસરોએ આ પ્રકારે મદદ કરી.

2. રશિયાએ ના પાડી તો જાતેજ બનાવી લીધું ચંદ્રયાન-2નું લેન્ડ રોવર


નવેમ્બર 2007માં રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે કહ્યું હતું કે તે આ પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. તે ઇસરોને લેંડર આપશે. 2008માં આ મિશનને સરકારથી અનુમતિ મળી. 2009માં ચંદ્રયાન-2ની ડિઝાઇનને તૈયાર કરી લેવામાં આવી. જાન્યુઆરી 2013માં લોન્ચિંગ થવાનું હતું પરંતુ રોસકોસમોસ લેંડર ન આપી શકી. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ કોઇ પણ પ્રકારની વિદેશી મદદ વિના પોતાની ટેક્નોલોજી વિકસિત કરીને લેંડર અને રોવર બનાવ્યાં.

3. એકસાથે 104 ઉપગ્રહ છોડીને બનાવ્યો રેકોર્ડ

15 ફેબ્રુઆરી 2017ના ઇસરોએ પીએસએલવી સી37 રોકેટથી કાર્ટોસેટ -2 સહિત 104 ઉપગ્રહો એકસાથે લોન્ચ કરી દુનિયાને હેરાન કરી દીધી.

4. પ્રથમ પ્રયત્નમાંજ મંગળ મિશન સફળ

5 નવેમ્બર 2013ના માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. દુનિયામાં ભારત એકમાત્ર દેશ છે જેની સ્પેસ એજન્સીએ પહેલા ટ્રાયલમાંજ મંગળ પર પહોંચવામાં સફળતા મેળવી.

5. ચંદ્રયાન-1 થી માહિતી મળી કે ચંદ્ર પર પાણી છે

ઇસરોએ 22 ઓક્ટોબર 2008ના પીએસએલવી રોકેટથી ભારતના પહેલા મૂન મિશન ચંદ્રયાન-1નું લોન્ચિંગ કર્યું. તે 312 દિવસ સુધી ચંદ્રથી ઇસરોને ડેટા અને તસવીરો મોકલતું રહ્યું. તેણે સમગ્ર દુનિયાને જણાવ્યું કે ચંદ્ર પર પાણી મોજૂદ છે.

6. વિશ્વાસપાત્ર રોકેટ પીએસએલવીનો વિકાસ કરવામાં આવ્યો

15 ઓક્ટોબર 1994ના પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી) રોકેટે આઇઆરએસ-પી2 ને સફળતાપૂર્વક તેની નિર્ધારિત કક્ષામાં તહેનાત કર્યું. ત્યારબા પીએસએલવી દેશનું સૌથી વિશ્વાસપાત્ર રોકેટ બની ગયું. 2001માં જિયો સિન્ક્રોનાઇઝીંગ લોન્ચ વ્હિકલ રોકેટથી જીસેટ-1 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો.

7. રાકેશ શર્મા અંતરિક્ષમાં પહોંચનાર પહેલા ભારતીય બન્યા

2 એપ્રિલ 1984માં સોવિયત યુનિયનના રોકેટથી સ્પેસમાં જનાર પ્રથમ ભારતીય રાકેશ શર્મા બન્યા હતા. તેમને સોયુજ ટી-11 થી સ્પેસ મોકલવામાં આવ્યા હતા. 1988માં દેશનું પહેલા રિમોટ સેન્સિંગ રોકેટ આઇએરએસ-1 છોડવામાં આવ્યું હતું.

8. ડૉ. કલામની મદદથી દેશનું પહેલુ લૉન્ચ વ્હિલકલ છૂટ્યું

7 જૂન 1979ના ઇસરોએ પહેલો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ભાસ્કર-1 છોડ્યો હતો. 18 જુલાઇ 1980ના રોહિણી ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. તેના માટે ભારતરત્ન પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે પહેલું લોન્ચ વ્હિકલ બનાવ્યું હતું. ડીઆરડીઓમાં કામ કરતા કલાસને આ પ્રોજેક્ટ માટે ઇસરોના પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.


9. પહેલો સંચાર ઉપગ્રહ ઇનસેટ-1એ લોન્ચ કરવામાં આવ્યો

10 એપ્રિલ 1982ના દેશનો પહેલો ઇનસેટ-1એ લોન્ચ કરવામાં આવ્યો. તે દેશના કોમ્યુનિકેશન , બ્રોડકાસ્ટિંગ અને હવામાન સંબંધિત ભવિષ્યવાણી માટે મદદગાર સાબિત થયો.

10. ટીવી અને ફોન માટે મોટા અને સફળ પ્રયોગ

1975થી 16 વચ્ચે ઇસરોએ અમેરિકન સ્પેસ એજન્સી નાસા સાથે મળીને સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલીવિઝન એક્સપરીમેન્ટ (SITE) પ્રોગ્રામ શરુ કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય દેશના 2400 ગામના 2 લાખ લોકોને ટીવી પર કાર્યક્રમ બતાવી જાગરુત કરવાનો હતો. 1977માં સંચાર પ્રણાલી સુચારુ બનાવવા માટે સેટેલાઇટ ટેલિકોમ્યુનિકેશન એક્સપરિમેન્ટ્સ પ્રોજેક્ટ (STEP) શરૂ કરવામાં આવ્યો.

11. પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવ્યો

19 એપ્રિલ 1975ના દેશનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કરવામાં આવ્યો. જોકે તેની લોન્ચિંગ સોવિયત યુનિયને કરી પરંતુ ઇસરો માટે તે એક શીખવાની મોટી પ્રક્રિયા અને સફળતા હતી.

X
11 In a moment when ISRO showed true capacity to the world
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી