ભોપાલ / ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટતા 11 લોકોનાં મોત, ત્રણની શોધખોળ શરૂ

11 bodies recovered at Khatlapura Ghat in Bhopal

  •  ભોપાલના ખતલાપુર ઘાટ પર શુક્રવાર સવારે સાડા ચાર વાગ્યે દુર્ઘટના સર્જાઈ 
  •  પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, બે બોટ એકબીજા સાથે જોડાયેલી હતી , જેમાં 22-23 લોકો સવાર હતા

Divyabhaskar.com

Sep 18, 2019, 01:38 PM IST

ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં ખતલાપુર ઘાટ પર શુક્રવાર સવારે સાડા ચાર વાગ્યે ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટતા 11 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, બોટમાં 19 લોકો સવાર હતા. પાંચ લોકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે અને ત્રણ લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. માર્યા ગયેલા લોકો પિપલાનીના 100 ક્વાર્ટરના રહેવાસી હતા. હાલ ઘટનાસ્થળે NDRF અને પોલીસની ટીમ પહોંચી ગઈ છે.

જનસંપર્ક મંત્રી પીસી શર્માએ જણાવ્યું કે, મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

કેવી રીતે પલટાઈ બોટ?
જે બોટને મૂર્તિ વિસર્જિત કરવા માટે લઈ જવાઈ રહી હતી, તે ઘણી નાની હતી જ્યારે મૂર્તિની સાઈઝ મોટી હતી. મૂર્તિ વિસર્જન કરવા માટે પાણીમાં ઉતારતી વખતે એક બોટ એકબાજુ નમી પડી અને પલટી ખાઈ ગઈ. બોટ પલટાતાની સાથે ઘણા શ્રદ્ધાળુઓનું મૂર્તિના નીચે દબાઈ જવાના કારણે મોત થયા છે.

X
11 bodies recovered at Khatlapura Ghat in Bhopal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી