સન્માન / યુદ્ધ સેવા મેડલ મેળવનાર પ્રથમ મહિલા બન્યાં મિંટી, કહ્યું- એરસ્ટ્રાઇક બાદ અમે જવાબી હુમલા માટે તૈયાર હતા

મિંટી અગ્રવાલ, ફાઇલ
મિંટી અગ્રવાલ, ફાઇલ

  • 27 ફેબ્રુઆરીના પાકિસ્તાની વિમાનોની ઘુસણખોરી દરમિયાન મિંટી પ્લેન કન્ટ્રોલરની જવાબદારી નિભાવી રહ્યાં હતાં
  • મિંટીએ વિંગ કમાન્ડર અભિનંદનને ઉડાન સમયે દુશ્મનના પ્લેન વિશે જાણકારી આપી હતી
  • યુદ્ધ દરમિયાન વિશિષ્ટ સેવા માટે મળતો સૌથી મોટો પુરસ્કાર છે યુદ્ધ સેવા મેડલ, વીરતા માટે મળતા પુરસ્કારોમાં તે સામેલ નથી

Divyabhaskar.com

Aug 15, 2019, 07:04 PM IST

નવી દિલ્હી: 73મા સ્વાતંત્ર્ય દિવસ પહેલા સરકારે પાકિસ્તાન વિરુદ્ધ બહાદુરી દાખવનાર વાયુસેનાના 7 અધિકારીઓ માટે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી. તે સિવાય પાંચ અન્ય વાયુસેનાના અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે 'યુદ્ધ સેવા મેડલ' દેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. યુદ્ધ સેવા મેળવનારમાં એક નામ સ્ક્વોડ્રન લીડર મિંટી અગ્રવાલનું છે જે 27 ફેબ્રુઆરીના પાકિસ્તાની વિમાનોની ઘુસણખોરી દરમિયાન ફાઇટર પ્લેન કંટ્રોલરની જવાબદારી સંભાળી રહ્યા હતા. પાકિસ્તાનના એફ-16 ફાઇટર જેટન હુમલાને નાકામ કરવા અને તેને તોડી પાડવામાં વિંગ કમાન્ડર વર્ધમાન અભિનંદનની મદદ કરવા વાળી મિંટી સૈન્ય ઈતિહાસમાં પહેલી મહિલા હશે જેમને આ સન્માન આપવામાં આવશે. યુદ્ધ સેવા મેડલ યુદ્ધ અથવા તણાવની સ્થિતિમાં દેશને વિશિષ્ટ સેવા આપનાર સૈનિકોને આપવામાં આવે છે. જોકે આ મેડલ વીરતા પુરસ્કારોની શ્રેણીમાં નથી આવતું. મિંટીએ કહ્યું- એરસ્ટ્રાઇક બાદ અમે જાણતા હતા કે જવાબી કાર્યવાહી થશે અને અમે તેના માટે તૈયાર હતા.

અભિનંદને એફ-16 તોડી પાડ્યું, એ સમય ભીષણ યુદ્ધ જેવો હતો- મિંટી

મિંટીએ કહ્યું- અમે 26 ફેબ્રુઆરીના બાલાકોટ મિશનને સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. અમે જવાબી હુમલાની આશા રાખી હતી. અમારી વધારાની તૈયારીઓ હતી અને તેમણે 24 કલાકની અંદર જ જવાબી કાર્યવાહી કરી હતી. તે અમને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી આવ્યા હતા પરંતુ અમારા પાયલટ, કન્ટ્રોલર અને ટીમના સાહસના લીધે તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ ન થઇ શક્યો. એફ-16ને વિંગ કમાન્ડર અભિનંદને તોડી પાડ્યું. તે ભીષણ યુદ્ધની સ્થિતિ હતી. ત્યાં દુશ્મનના ઘણા એરક્રાફ્ટ હતા અને અમારા ફાઇટર એરક્રાફ્ટ તેમનો મુકાબલો કરી રહ્યા હતા. મેં 26 અને 27 ફેબ્રુઆરીના બન્ને મિશનમાં ભાગ લીધો હતો. અભિનંદન અને મારી વચ્ચે ટૂ વે કમ્યુનિકેશન હતું. હું તેમને દુશ્મનના પ્લેનની પોઝીશન વિશે જણાવી રહી હતી.

પાકિસ્તાની એફ-16ને ખદેડવા મિંટીએ ભારતીય પાયલટોની મદદ કરી હતી

26 ફેબ્રુઆરીના એરસ્ટ્રાઇકથી બઘવાઇ ગયેલા પાકિસ્તાને આગલા દિવસે અમુક એફ-16 વિમાનોને કાશ્મીરમાં સ્થિત ભારતીય સેનાના સ્થાનો પર હુમલા માટે મોકલ્યા હતા. પાકિસ્તાની વિમાનોએ ઘુસણખોરીની કોશિષ કરી પરંતુ ભારતી વાયુસેનાની ચોકસાઇથી તેના ઇરાદા ધ્વસ્ત થઇ ગયા. ભારતના મિગ 21 અને મિરાજ 2000 ફાઇટર વિમાનોએ તેમને પાછા મોકલી દીધા હતા. આ દરમિયાન ફાઇટ કન્ટ્રોલર તરીકે વિમાનોને ખદેડવા માટે મિંટી પાયલટની મદદ કરી રહ્યા હતાં.

મિંટીએ પાક.ના એફ-16 વિમાનની હિલચાલ જોતાંજ ભારતના મિરાજ અને સુખોઇ વિમાનોને અલર્ટ કરી દીધા હતા. તે સિવાય જ્યારે અભિનંદન એફ-16 તોડવા માટે એલઓસી પાર કરી ગયા ત્યારે મિંટીએ તેમને તુરંત પાછા ફરવા કહ્યું હતું. જોકે પાકિસ્તાને કમ્યુનિકેશન જેમ કરી નાખ્યું હતું તેથી અભિનંદન તેમના નિર્દેશ સાંભળી ન શક્યા. તેમના મિગ-21 એરક્રાફ્ટમાં એન્ટી જેમીંગ ટેક્નોલોજી ઉપલબ્ધ ન હતી.

X
મિંટી અગ્રવાલ, ફાઇલમિંટી અગ્રવાલ, ફાઇલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી