આસામ / લાંચ લઈને NRCમાં નામ ઉમેરવામાં આવી રહ્યાં છે, 10 હજાર રૂપિયાની લાંચ લેતા બે અધિકારીઓ પકડાયાં

The names of the two officials taking bribe of 10 thousand rupees are being attached to the citizenship registrar.

  • એન્ટીકરપ્શન બ્યૂરોએ દિસપુરથી એનઆરસી અધિકારી સૈયદ શાહજહાં અને રાહુલ પરાશરની ધરપકડ કરી
  • સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એનઆરસીનું અંતિમ પ્રકાશન 31 જુલાઈ સુધી થશે
     

Divyabhaskar.com

Jun 14, 2019, 04:23 PM IST

દિસપુરઃ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(એનઆરસી)માં લાંચ લઈને નામ જોડનાર બે અધિકારીઓની એન્ટી-કરપ્શન બ્યુરો(એસીબી)ની ટીમે ધરપકડ કરી છે. ગુરૂવારે સૈયદ શાહજહાં(48) અને રાહુલ પારાશર(27) 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની ગુવાહાટી સ્થિત દિસપુર એનઆરસી કેન્દ્ર નંબર 8ની ઓફિસમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

એસીબીના ડાયરેક્ટરે કહ્યું સૈયદ શાહજહા ફીલ્ડ લેવલ ઓફિસર અને રાહુલ પારાશર આસિસ્ટન્ટ લોકલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝન રજિસ્ટ્રેનના પદ પર કાર્યરત છે. દિસપુર જિલ્લાના આનંદ નગરના રહેવાસી કજરી ઘોષ દત્તે બંનેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મહિલાના જણાવ્યા પ્રમાણે, તેનું નાન એનઆરસી ડ્રાફટમાં નથી. ફરિયાદકર્તાએ જયારે એનઆરસી ડ્રાફટમાં નામને સામેલ કરવા માટે અરજી કરી તો અધિકારીઓએ 10 હજાર રૂપિયા લાંચ તરીકે માંગ્યા હતા.

મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા: ડાયરેક્ટરે કહ્યું આરોપી પાસેથી રૂપિયા અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. એનઆરસી સેવા કેન્દ્ર પર પણ તપાસ કરવામાં આવી રહી છે. બંને આરોપીઓએ મહિલાની અરજીમાંથી કેટલીક ભૂલો કાઢી હતી. આ ભૂલોને દૂર કરવાની અવેજમાં બંને મહિલાઓ પાસેથી 10 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. હાલ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

બંને રાજયોમાં રાજકીય ટકરાવ થયો હતો: ગત જુલાઈમાં એનઆરસીની યાદી આવ્યા બાદ 40 લાખ લોકોની નાગરિકતા પર ખતરો પેદા થઈ ગયો હતો. બાદમાં પૂર્વોતરના બંને રાજય પશ્વિમ બંગાળ અને અસમમાં ખાસ રાજકીય ટકરાવ થયા હતા. ત્યારે એનઆરસીમાં 2.89 કરોડ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેના માટે 3.29 કરોડ લોકોએ અરજી કરી હતી.

એનઆરસીનું અંતિમ પ્રકાશન 31 જુલાઈ સુધીમાં થશે: સુપ્રીમ કોર્ટે 8 મેના રોજ સુનાવણી કરતા એનઆરસીની સમય સીમા વધારવાથી ઈન્કાર કર્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે એનઆરસીનું અંતિમ પ્રકાશન 31 જુલાઈ સુધી થવું જોઈએ. સીજેઆઈ જસ્ટિસ રંજન ગોગાઈ અને જસ્ટિસ એનએફ નરીમનની બેન્ચે એનઆરસીમાંથી છૂટી ગયેલા લોકોની નાગરિકતાના દાવાને વંશાવલી અને ભૂમિ રેકોર્ડના આધાર પર ફરી સામેલ કરવા કહ્યું હતું.

X
The names of the two officials taking bribe of 10 thousand rupees are being attached to the citizenship registrar.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી