• Home
  • National
  • Shah can remain as the Chairperson till the elections in Maharashtra, Haryana, said Left to reach the top of the party

નવી દિલ્હી / ભાજપ હાલ ટોચે નથી, કેરળ-બંગાળ જેવાં રાજ્યોમાં જીતીશું તો પહોંચીશું: શાહ

Shah can remain as the Chairperson till the elections in Maharashtra, Haryana, said - Left to reach the top of the party
X
Shah can remain as the Chairperson till the elections in Maharashtra, Haryana, said - Left to reach the top of the party

  • ભાજપના પદાધિકારીઓની બેઠકમાં અમિત શાહના અધ્યક્ષ રહેવા પર સહમતિ બની
  • પાર્ટી તેના સભ્યોની સંખ્યાને 20 ટકા વધારવાના લક્ષ્ય સાથે અભિયાન ચલાવશે

Divyabhaskar.com

Jun 14, 2019, 01:58 AM IST

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ભાજપે ભલે અત્યાર સુધીની સૌથી વધુ 303 બેઠક જીતી હોય પણ પાર્ટી હજી ટોચે પહોંચવાની બાકી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યોના પાર્ટી નેતાઓની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી. શાહે કહ્યું કે ભાજપ ટોચે ત્યારે પહોંચશે જ્યારે બધાં રાજ્યોમાં પાર્ટીના મુખ્યમંત્રીઓ હશે અને પંચાયતથી લઈને સંસદ સુધી દરેક સ્થાને પાર્ટીના સભ્ય હશે. 

તેમણે પશ્ચિમ બંગાળ અને કેરળ જેવાં રાજ્યોમાં સરકાર બનાવવા પર ખાસ ભાર મૂક્યો. ભાજપ મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે શાહે કહ્યું છે કે ગત પાંચ વર્ષમાં ભાજપે પ.બંગાળ, ઓડિશા અને તેલંગાણા જેવાં રાજ્યોમાં ખુદને મજબૂત કર્યો છે. જ્યારે લોકસભા ચૂંટણીમાં જે રાજ્યોમાં પક્ષે સારો દેખાવ કર્યો ત્યાં પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો. આ રીતે આવનારાં વર્ષોમાં પાર્ટી નવાં રાજ્યોમાં પણ પોતાનું વિસ્તરણ કરશે. શાહે કહ્યું કે ઓગસ્ટ 2014માં પાર્ટીની રાષ્ટ્રીય પરિષદમાં પણ કહ્યું હતું કે ભાજપ હાલ ટોચે નથી અને લોકસભા ચૂંટણીમાં 282થી વધીને 303 બેઠક પ્રાપ્ત કરવાની સાથે આ વાત સત્ય સાબિત થઈ.

પાર્ટીની સભ્યસંખ્યા 20% વધારવાનું લક્ષ્ય
શાહે ભાજપના સભ્યપદ અભિયાનને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. 20 ટકા સભ્ય વધારવાના લક્ષ્ય સાથે આ અભિયાન જલદી શરૂ કરાશે. અભિયાના ઈન્ચાર્જ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજ સિંહ ચૌહાણને બનાવાયા છે. આ કવાયત સમાપ્ત થયા બાદ સંગઠનની ચૂંટણી યોજાશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે સંગઠનની ચૂંટણી યોજાવા સુધી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે યથાવત્ રહેશે. અભિયાન પૂરું થવામાં અનેક મહિના લાગી શકે છે. તેનો મતલબ એ થયો કે પાર્ટી વર્ષના અતં સુધીમાં હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી શાહના નેતૃત્વમાં જ લડશે.

2014માં બહુમતી મળ્યા બાદ પણ કહ્યું હતું- પાર્ટી માટે શિખર આવવાનું બાકી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી