• Home
  • National
  • Modi to go to Kyrgyzstan to participate in Shanghai Summit, instead of Pakistan, Oman and Iran will go

SCO સમિટ / મોદીએ ચીનના પ્રમુખને કહ્યું - અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન આતંકમુક્ત માહોલ બનાવે

Modi to go to Kyrgyzstan to participate in Shanghai Summit, instead of Pakistan, Oman and Iran will go

  • ચીને વાંધો ઉઠાવ્યો હોવા છતાં  પીએમ મોદીએ આતંકનો મુદ્દો ઉઠાવ્યો
  • ભારત-ચીન વચ્ચે વધુ સારા સંબંધ મુદ્દે ચર્ચા, જેમાં ભારતના સુરક્ષા સલાહકાર હાજર રહ્યા 
  • મોદીએ જિનપિંગ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી
  • મોદીએ અમેઠીમાં રાઈફલ મેન્યુફેકચરિંગ યુનિટ લગાવવામાં રશિયાના સમર્થનથી પુતિનનો આભાર માન્યો

Divyabhaskar.com

Jun 14, 2019, 01:54 AM IST

બિશ્કેક/નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ ગુરુવારે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત કરવા મુદ્દે ચર્ચા કરી. એટલું જ નહીં, વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનપ્રેરિત આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો. વિદેશ સચિવે બંને નેતાઓની બેઠક મુદ્દે વિસ્તૃત જાણકારી આપતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ જિનપિંગને કહ્યું કે પાકિસ્તાને આતંકમુક્ત માહોલ બનાવવાની જરૂર છે, પરંતુ હાલ એ દિશામાં કંઈ પણ થતું હોય એવું દેખાતું નથી. પાકિસ્તાને આતંક વિરુદ્ધ ઠોસ પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત મોદીએ જિનપિંગને ભારત આવવાનું પણ આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો હતો. નોંધનીય છે કે, 11 જૂને ચીનના વિદેશ મંત્રી લૂ કાંગે કહ્યું હતું કે આતંક મુદ્દે પાકિસ્તાન પર નિશાન સાધવા એસસીઓના મંચનો ઉપયોગ ના કરવો જોઈએ.

મોદી અને જિનપિંગ છેલ્લાં પાંચ વર્ષમાં દસથી વધુ વાર મળી ચૂક્યા છે
વુહાનની જેમ સમિટ માટે શીને ભારતનું આમંત્રણ

જિનપિંગે મોદીને ફરી વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી. જિનપિંગને મળ્યા પછી મોદીએ ટિ્વટ કરી હતી કે તેમની સાથેની મુલાકાત ફળદાયી નીવડી. મોદીએ કહ્યું કે વુહાનની જેમ ચર્ચા પછી બંને દેશના સંબંધમાં નવી ગતિ અને સ્થિરતા આવી છે. બંને પક્ષ વચ્ચે વ્યૂહાત્મક વાટાઘાટોમાં પણ ઝડપથી પ્રગતિ થઈ રહી છે, જેનાથી એકબીજાની ચિંતા અને હિતો પ્રત્યે અમે વધુ સંવેદનશીલ બન્યા છીએ.ગયા વર્ષે ચીનના વુહાનમાં મોદી-જિનપિંગ વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હતી. વુહાન સમિટને આગળ ‌વધારવા મોદીએ જિનપિંગને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. બંને દેશના સંબંધને આ વર્ષે 70 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આ પ્રસંગની ઉજવણી માટે બંને દેશ એક કાર્યક્રમનું આયોજન કરશે.

આમંત્રણ: પુટિને મોદીને સમિટમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા
જિનપિંગ સાથે મુલાકાત પછી મોદી રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટિનને પણ મળ્યા. મોદીએ અમેઠીમાં રાઈફલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવામાં રશિયાના સમર્થન માટે પુટિનને શુભેચ્છાઓ પણ આપી. આ મુદ્દે વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે પુટિને મોદીને વ્લાદિવોસ્તોકમાં યોજાઈ રહેલા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે.

એસસીઓના સભ્ય દેશોની વસતી દુનિયાની કુલ વસતીના 42%
એસસીઓ આર્થિક અને સુરક્ષા સહયોગ વધારવાનો મંચ છે. ભારત 2017માં તેમાં સામેલ થયું. અન્ય દેશોમાં કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, પાક. રશિયા, તાજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. એસસીઓ ભૌગોલિક અને વસતીના આધારે સૌથી મોટું સંગઠન છે. તેમાં 42% વસતી- 22% ભૌગોલિક અને 20% જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે.

આજે: ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે અનેક કરાર થઈ શકે છે
મોદી બિશ્કેક યાત્રા દરમિયાન ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે જીવવિજ્ઞાન અને ઔષધિના ક્ષેત્રમાં સાથે મળીને સંશોધન સાથે સંકળાયેલા કરારની સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રે પણ કરાર કરે એવી શક્યતા છે. બંને દેશોમાં હવામાન વિજ્ઞાનને લગતો એક કરાર થશે. મોદીની સાથે સમિટમાં પાક.ના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ભાગ લઈ રહ્યા છે, પરંતુ મોદી તેમને નહીં મળે.

X
Modi to go to Kyrgyzstan to participate in Shanghai Summit, instead of Pakistan, Oman and Iran will go

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી