તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NCP નેતા અજિત પવારે અચાનક રાજીનામું આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજિત પવારની ફાઇલ તસવીર - Divya Bhaskar
અજિત પવારની ફાઇલ તસવીર
  • રાજીનામા પછી ફોન બંધ હોવાથી પવાર નોટ- રિચેબલ

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં છેલ્લા થોડા દિવસથી સાંસદ, વિધાનસભ્યો, નેતાઓનું આઉટગોઈંગ વધી ગયું છે અને મહારાષ્ટ્ર સહકારી બેન્ક ગોટાળામાં શરદ પવાર અને અજિત પવારનાં નામ સંડોવાયાં છે તેની પરથી બવાલ ચાલી રહી છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવારે વિધાનસભ્યપદ પરથી રાજીનામું આપતાં રાજકીય વર્તુળમાં તર્કવિતર્કો વહેતા થયા છે.તેમનું રાજીનામુ મંજૂર પણ કરવામાં આવ્યું હતું. રાજીનામું આપ્યા પછી અજિત પવારનો ફોન નોટ- રીચેબલ હોવાથી રાષ્ટ્રવાદીમાં ખળભળાટ મચી ગયો હતો. 

શરદ પવાર પુણેમાં પૂરગ્રસ્તોની મુલાકાતે ગયા હતા
વિધાનસભાની ચૂંટણીને ફક્ત એક મહિનો બાકી છે ત્યારે અજિત પવારે અચાનક રાજીનામું આપ્યું હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. જોકે તેમના રાજીનામાનું કારણ હજી પડીકામાં બંધ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર પુણેમાં પૂરગ્રસ્તોની મુલાકાતે ગયા હતા એ સમયે જ અજિત પવારે રાજીનામું આપ્યું હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. વિધાનસભા અધ્યક્ષ હરિભાઉ બાગડેએ રાજીનામું મંજૂર કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...