તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિધાનસભા ચૂંટણી પહેલાં પવારે કહ્યું- પુલવામા જેવી ઘટના જ મહારાષ્ટ્રમાં લોકોનો મૂડ બદલી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શરદ પવારે કહ્યું- લોકસભા ચૂંટણી પહેલાં લોકોમાં નરેન્દ્ર મોદી સરકાર સામે ગુસ્સો હતો, પુલવામા હુમલાએ સમગ્ર સ્થિતિ બદલી દીધી
  • 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, 40 જવાન શહીદ થયા હતા

ઔરંગાબાદ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રના લોકોમાં ભાજપ નેતૃત્વ વિશે ખૂબ અસંતોષ છે. માત્ર પુલવામા જેવી ઘટના જ લોકોનો મૂડ બદલી શકે છે. પાર્ટી કાર્યાકર્તાઓ સાથે મુલાકાત કરીને કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં પવારે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણી 2019 પહેલાં લોકોમાં નરેન્દ્ર મોદી માટે ખૂબ ગુસ્સો હતો. પરંતુ પુલવામા હુમલાએ સમગ્ર સ્થિતિ બદલી દીધી. 
 

અમારો પ્રયત્ન ધર્મ નિરપેક્ષ લોકોને સાથે લાવવાનો છે
પવારે કહ્યું કે, અમે ઘર્મ નિરપેક્ષ તાકાતોને ચૂંટણી માટે સાથે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કોંગ્રેસ અને એનસીપી એક સાથે આવ્યા છે. અમે બહુજન વિકાસ અગાડી, સમાજવાદી પાર્ટી અને અન્ય નાના પક્ષોને સાથે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એનસીપી, રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે આવવા તૈયાર છે પરંતુ તે માટે કોંગ્રેસ તૈયાર નથી.
 

હું સત્તામાં ન રહ્યો છતાં મારા વિસ્તારનો વિકાસ કર્યો
પવાર એવું પણ કહે છે કે, અમુક નેતાઓનું એવું માનવું છે કે, તેઓ સંસદીય વિસ્તારોનો ચોક્કસથી વિકાસ કરવા માટે ભાજપ અથવા શિવસેનામાં સામેલ થઈ રહ્યા છે. પરંતુ 52 વર્ષના મારા રાજકીય કરિયરમાં હું ઘણો સમય સત્તામાં નથી રહ્યો. તેમ છતાં મારો પૂર્વ સંસદીય વિસ્તાર બારામતીનો મેં વિકાસ કર્યો છે.
 

મોદી સરકારે તપાસ એજન્સીઓનો દૂરઉપયોગ કર્યો
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, મોદી સરકારના કાર્યકાળમાં લોકોએ ઈડી અને સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓનું અસ્તિત્વ જાણ્યું. મેં ઘણાં વડાપ્રધાન સાથે કામ કર્યું છે પરંતુ એજન્સીઓનો આવો દૂરઉપયોગ ક્યારેય નથી જોયો.
 

ભારત સરકારે એર સ્ટ્રાઈકનો નિર્ણય લીધો
14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોની ટૂકડી પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં 40 જવાન શહીદ થયા હતા. ત્યારપછી સરકારે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં આવેલા આતંકી સંગઠન પર એર સ્ટ્રાઈક કરવાનો નિર્ણય લીધો હતો. માનવામાં આવે છે કે, તેનાથી મોદી સરકારની લોકપ્રિયતામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...