- વિક્રમ લેન્ડરના કાટમાળના ત્રણ સૌથી મોટા ટુકડા 2x2 પિક્સલના છે
- નાસાએ ચંદ્રની સપાટીથી એક કિલોમીટર ઉપરથી લીધી વિક્રમ લેન્ડરની તસવીર
Divyabhaskar.com
Dec 03, 2019, 09:37 AM ISTનવી દિલ્હી: અમેરિકાની અવકાશ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમના લૂનર રિકનેન્સેસ ઓર્બિટર (LRO)એ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યું છે.
ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા
નાસાના દાવા અનુસાર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ તેની ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળ્યો છે. કાટમાળના ત્રણ સૌથી મોટા ટુકડા 2x2 પિક્સલના છે. નાસાએ રાત્રે લગભગ 1:30 વાગ્યે વિક્રમ લેન્ડરના ઇમ્પેક્ટ સાઇટની તસવીર જાહેર કરી અને જણાવ્યુ કે તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા છે.
ક્રેશ સાઇટ પર સોઇલ ડિસ્ટર્બન્સ જોવા મળ્યું
નાસાના જણાવ્યા અનુસાર વિક્રમ લેન્ડરની તસવીર એક કિલોમીટર દૂરથી લીધી છે. આ તસવીરમાં સોઇલ ઇમ્પેક્ટ પણ દેખાય છે. તસવીરમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે ચંદ્રની સપાટી પર જ્યાં વિક્રમ લેન્ડર ક્રેશ થઇને પડ્યું હતું ત્યાં સોઇલ ડિસ્ટર્બન્સ (માટીમાં હલચલ) થઇ છે.
22 જુલાઈના રોજ લોંચ કરવામાં આવ્યું હતું ચંદ્રયાન-2
ચંદ્રયાન-2 મિશન 22 જુલાઈના રોજ લોંચ કરવામાં આવ્યું હતું. 14મી ઓગસ્ટના રોજ લેન્ડર અને રોવરે પૃથ્વીની કક્ષા છોડી હતી. 6 દિવસ બાદ તેણે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. 2 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડર ઓર્બિટરથી અલગ થયું હતું. મિશન પ્રમાણે લેન્ડરને રાત્રીના 1 થી 2 વાગ્યા વચ્ચે લેન્ડ થવાનું હતું, પરંતુ આ અગાઉ ઈસરોનો લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈસરોએ ગત 7 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના 2.1 કિમી પહેલા જ વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
The #Chandrayaan2 Vikram lander has been found by our @NASAMoon mission, the Lunar Reconnaissance Orbiter. See the first mosaic of the impact site https://t.co/GA3JspCNuh pic.twitter.com/jaW5a63sAf
— NASA (@NASA) December 2, 2019