• Home
  • Db Original
  • Myths and Facts About Blood Pressure: Q&A Interview with Nutritionist Dr. Biswaroop Roy Chowdhury

ઉપાય / બ્લડપ્રેશર કોઈ બિમારી નથી, બેલેન્સ વેજ ડાયટથી માત્ર ત્રણ દિવસમાં કાબુ કરી શકાય છે

Myths and Facts About Blood Pressure: Q&A Interview with Nutritionist Dr. Biswaroop Roy Chowdhury

  •  જાણીતા મેડિકલ ન્યૂટ્રીશનિસ્ટ ડો. બિસ્વરૂપ રોય ચૌધરીએ બીપીને કાબુ કરવાનો ફોર્મ્યુલા જણાવ્યો 
  •  બીપીની દવાઓ લાંબા સમય સુધી લેવાથી બચો, જેના કારણે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ વધી શકે છે 
  •  બીપી 160/100થી નીચે હોય તો દવા આપવાનો કોઈ ફાયદો નહીં થાય

Divyabhaskar.com

Aug 23, 2019, 04:14 PM IST

ડીબી ઓરિજિનલ ડેસ્કઃ ડાયાબિટીસ પર રિસર્ચ કરી ઘણી પ્રચલિત ધારણઓને જુઠ્ઠા પાડી દેતા મેડિકલ ન્યૂટ્રીશનિસ્ટ ડોક્ટર બિસ્વરૂપ રાય ચૌધરીના કહ્યાં પ્રમાણે બ્લડપ્રેશર બિમારી નથી, આ શરીરમાં થનારા નકારાત્મક ફેરફારનું એક લક્ષ્ણ છે. જેને કાબુમાં કરવાની બે રીત છે. પહેલી પોતાના રોજિંદા ખાવામાં 50 ટકા ફળ અને કાચા શાકભાજી ખાવા જોઈએ. બીજો મીઠું અને તેલની અંતર રાખો. કુદરતી અને ફાસ્ટ ફુડમાં જ્યારે પણ કોઈ એકને પસંદ કરવાના હોય ત્યારે શાકભાજીની પસંદગી કરો.

બલ્ડપ્રેશરનો ભયઃ 11 મહત્વની વાતો

પ્રશ્વ-1 તમે ડાયાબિટીસની જેમ બીપીને બિમાર કેમ નથી માનતા?

આ ડાયાબિટીસ જેવો જ મામલો છે પણ બીપી એક લક્ષ્ણ છે, કોઈ બિમારી નથી. એક દર્દીની જેવો જ ડોક્ટરને જુએ તેવું જ તેનું બીપી વધવા માંડે છે. મેડિકલ ભાષામાં તેને ‘વ્હાઈટ કોટ સિંડ્રોમ’કહે છે. દવા લેવા વાળા 80 ટકા દર્દીઓમાં આ સિંડ્રોમ જોવા મળ્યો હતો. એવામાં દર્દીઓને દવા એટલી જરૂર નથી હોતી. બીપી ફક્ત થોડા સમય માટે અચાનક વધી જાય છે. ઉદાહરણ તરીકે અનાચક સાપ દેખાઈ જતા ધબકારા વધશે તો પણ બીપી વધી શકે છે. આવી પરિસ્થિતીમાં મગજ આપણને પરિસ્થિતી સામે લડવા અને ભાગવા માટે એલર્ટ પણ મોકલે છે. જેથી કહીં શકાય કે બ્લડ પ્રેશર બિમારી નથી, તે ઈમરજન્સીમાં આપણને તૈયાર કરનારું એક માધ્યમ છે.

Q. 2 હાઈ બીપી વધારે ખતરનાક છે કે લૉ બીપી?
ઘણું વધારે અથવા ઓછું બીપી બન્ને ખતરનાક છે. નવી પરિભાષા પ્રમાણે, જો બ્લડપ્રેશર 160/100થી નીચે છે તો તેને હાઈ બીપી ન ગણવામાં આવે. જો તેની ઉપર સતત બીપી રહે છે તો તેને ‘હાઈ બીપી’ ગણવામાં આવે છે. જો તે 100/60 રહે છે અથવા તેની નીચે રહે છે તો ‘લો-બીપી’ માનવામાં આવશે. જ્યારે બેચેની, માથાનો દુખાવો, કમજોરી, સુસ્તી અનુભવાય તો તેનો અર્થ એ છે કે બીપી ઓછું છે. આવું ન લાગે તો સ્થિતી સામાન્ય છે, હેરાન થવાની કોઈ જરૂર નથી.

Q. 3 શું મોબાઈલ ફોનથી બીપી વધી શકે છે?
સામાન્ય રીતે સીધે સીધું આવું ન થાય અને ફક્ત એક દિવસમાં આવું નહીં થાય. લાંબા સમય સુધી મોબાઈલના ઉપયોગથી ટ્યૂમર થવાની સંભાવનાઓ રહે છે. શરીરમાં ટ્યૂમર થવાથી પણ બીપી વધી શકે છે.

Q. 4 બીપી હોય તો શેનાથી ડરવું જોઈએ?
બે વસ્તુથી ડરવું જોઈએ. પહેલા મીઠું અને બીજું તેલ. આ તમામ પદાર્થોનો ઉપયોગ કરવાનો છોડી દો.

Q. 5 ગુસ્સાવાળા લોકો બીપીનો શિકાર થાય છે?- હાં, ગુસ્સામાં રહેવાથી બ્લડ પ્રેશર વધે છે. ગુસ્સાથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન પેદા થાય છે. આ હોર્મોન તણાવ સામે લડવા માટે શરીરને તૈયાર કરે છે. પરંતુ જો સતત ગુસ્સામાં રહેશો તો આ હોર્મોન વધી જશે. જેનાથી હાર્ટ અથવા બ્રેન સ્ટ્રોક પણ થઈ શકે છે.

Q. 6 સામાન્ય બીપી માટે કઈ રેન્જ હોય છે? 120/80 કે 160/100ઃ 1993 પહેલા આવેલી અમેરિકાની જોઈન્ટ નેશનલ કમિટિના રિપોર્ટ પ્રમાણે, કોઈ પણ માણસનું બ્લડ પ્રેશર 160/100થી ઉપર જાય તો જ દવા આપવામાં આવતી હતી. જેએનસી પછીના રિપોર્ટમાં ધીમે ધીમે હાઈ બીપીનો આંકડો ઓછો થતો રહ્યો છે, જે હવે 120/80 પર આવી ગયો છે. આ આંકડો નીચે આવી રહ્યો છે. એવામાં જેમને આની દવા આપવામાં આવી રહી છે તે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો આ વાતના વિપરીત કોક્રેન કોલાબરેશન ડેટાબેઝ 2018ના રિપોર્ટ પ્રમાણે, જો કોઈનું બીપી 160/100ની નીચે છે તો તેને દવા આપવાનો કોઈ ફાયદો નથી. આવું કરવાથી સ્થિતી વધુ બગડી શકે છે. 160/100થી ઉપર છે તો જ દર્દીઓને દવા આપવી જોઈએ. કોક્રેન કોલાબરેશન બ્રિટેનની એક સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચિકિત્સાના ક્ષેત્રમાં નવી શોધ અને અનુસંધાનથી પ્રચલિત ધારણાઓને તોડે છે. 130 દેશોમાં તેના 11000 સભ્ય અને 68,000થી વધારે સમર્થક છે. આ એક પ્રકારે સ્વતંત્ર વૈશ્વિક નેટવર્ક છે અને છેલ્લા 25 વર્ષોથી ડેટા ભેગો કરીને નવી માહિતીઓ લાવી રહ્યા છે.

Q.7 શેનાથી બીપીને કંટ્રોલ કરી શકાય? -એક ફોર્મ્યુલા છે. પહેલા એ નક્કી કરવાનું કે શું જમવાનું અને શું નહીં. જે પણ ખાદ્ય પદાર્થો જાનવરો પાસેથી મળે છે, તેને જમવામાં ન લેવા જોઈએ. જેમકે ડેરી પ્રોડક્ટ, નોન વેજ, મટન, ઈંડા અને તેલથી દુર રહેવું જોઈએ. મીઠું શરીરમાં પાણી ભેગું કરે છે. શરીરમાં જેટલું પાણી જમા થશે, એટલું જ બીપી વધશે. ફોર્મ્યુલા પ્રમાણે રોજના ડાયેટમાં 50 ટકા ફળ અને કાચા શાકભાજીઓનું હોવું જરૂરી છે. ડાયટમાં આ ફેરફાર કરવામાં આવે તો 72 કલાકમાં કોઈ પણ પ્રકારની દવાઓ લીધા વિના બીપી નોર્મલ કરી શકાય છે.

Q. 8 મીઠું અને ફેટનો બ્લ્ડપ્રેશર સાથે શું સંબંધ?- મીઠાના વધારે પડતા સેવનથી શરીરમાં પાણી ભેગું થવાથી તે ફુલવા લાગે છે. કિડની ફેલ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. હાર્ટ અને મોટાભાગના અંગો કામ નથી કરી શકતા. ત્રણ દિવસ માટે મીઠાનું સેવન કરવાનું છોડી દો. જ્યારે ફરી વજન માપશો તો દોઢથી ત્રણ કિલો વજન ઓછું થઈ જશે. આવું ચરબી ઘટવાથી નહીં પણ મીઠાનું સેવન છોડવાના કારણે થાય છે. તમે જોશો કે બીપી પણ સામાન્ય થઈ ગયું હશે. કોઈ પણ નેચરલ ફુડ જેવા કે શાકભાજી અને ફળોમાં મીઠું ઓછું અથવા ન હોવાના બરાબર છે. જેથી તેના સેવનનું પ્રમાણ વધારવું જોઈએ. પેકિંગવાળા ખોરાકનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેમા વધારે માત્રામાં મીઠું હોય છે.

Q. 9 શું બાળકોને પણ બીપી થાય છે? કેવી રીતે તેનું ધ્યાન રાખવું જોઈએ? - હાં, થઈ શકે છે. 15-16 વર્ષની ઉંમર સુધી મીઠું અથવા ફેટ વાળી ચીજ વસ્તુઓ ખાવાથી બીપી સામાન્ય રહે છે કારણ કે શરીર તેને મેનેજ કરી શકે છે. પરંતુ ઉંમર વધવાની સાથે શરીરમાં પણ ફેરફાર થાય છે અને બાળકોમાં હાઈ બ્લડ પ્રેશરની અસર આવી શકે છે. જો બ્લડ પ્રેશર લાંબા સમય સુધી વધારે રહે છે તો તેનો અર્થ થાય છે કે રક્તવાહિનીઓમાં બ્લોકેજ છે. જેના કારણે તેની પર દબાણ વધે છે, જેથી બીપીના લક્ષણ જોવા મળે છે. આખા શરીરમાં લોહી પહોંચાડવા માટે દબાણ વધી જાય છે અને પરિણામ હાઈ બીપી તરીકે સામે આવે છે. આવી સ્થિતીમાં દવાથી પણ બીપીને ઓછું કરવાનો પ્રયાસ કરવામાં આવે તો પરિણામ સારા નહીં મળે. દવાઓ હાર્ટને નબળું કરીને તમારા બીપીને ઘટાડે છે બ્લોકેજ હટાવી શકતી નથી.

Q. 10 તમે બ્લડપ્રેશરને દવા કંપનીઓ અને બજારનો ફેલાવેલો ડર શા માટે કહો છો?- જો તમે બીપીની દવા 2 વર્ષ સુધી લો છો તો બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ વધવા લાગી જાય છે. એટલે કે દવા લીધા પછી કોઈ નવી સમસ્યાઓની સારવાર માટે પણ દવાઓ લેવી પડી શકે છે. 73 ટકા બીપીથી દર્દી બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ બન્નેની દવા લે છે. અમેરિકાની જોઈન્ટ નેશનલ કમિટિ-4ના 70 ટકા લોકો કોઈ ન કોઈ ફાર્મા કંપની સાથે જોડાયેલા છે. કમિટિ પ્રમાણે, હાઈ બીપીનો આંકડો 160/100 થી માંડી 120/80એ પહોંચ્યો છે, જે આનાથી પણ ઓછો થઈ શકે છે. જ્યારે કોક્રેન કોલાબરેશનના ગત વર્ષે આવેલા રિપોર્ટ પ્રમાણે બીપી 160/100થી નીચે રહેશે તો તે સામાન્ય છે.

Q. 11 કેવી રીતે ખબર પડશે કે બીપી નોર્મલ થઈ રહ્યું છે?- ડાયટમાં 50 ટકા ફળ અને કાચા શાકભાજી લેશો તો શરીરમાં ફેરફાર જોવા મળશે. 72 કલાકમાં હળવું લાગવા લાગશે. જેને સંપૂર્ણપણે નોર્મલ કરવા માટે 1થી 3 મહિનાનો સમય લાગશે. આ દરમિયાન પેકિંગવાળો ખોરાક લેવાનું ટાળવું પડશે. જેવું જ બીપી સામાન્ય થવા લાગશે, તમે પોતાને ફ્રેશ અનુભવશો, સોજા ઓછા થઈ જશે, સીઢી ચઢશો તો હાંફસો અને છાતીમાં દુખાવો પણ નહીં રહે.

X
Myths and Facts About Blood Pressure: Q&A Interview with Nutritionist Dr. Biswaroop Roy Chowdhury
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી