તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુસ્લિમ પક્ષકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ અરજી દાખલ કરી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમ કોર્ટ(ફાઈલ ફોટો)
  • એમ સિદ્દીકીએ 217 પાનાની રિવ્યૂ અરજી દાખલ કરી
  • ખંડપીઠના આદેશ પર પ્રતિબંધની માંગ કરી

નવી દિલ્હીઃ જમીયત ઉલેમા-એ-હિન્દે સોમવારે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ રિવ્યૂ અરજી દાખલ કરી છે. જમીયતના અધ્યક્ષ મૌલાના સૈયદ અશદ રશીદીએ આ અરજી દાખલ કરી છે. રશીદી મૂળ અરજદાર એમ સિદ્દીકીના કાનૂની વારસદાર છે. તેમણે કહ્યું- કોર્ટના ચુકાદામાં ઘણી બધી ક્ષતિઓ છે અને સંવિધાનના અનુચ્છેદ 137 અંતર્ગત તેની વિરુદ્ધ રિવ્યૂ અરજી દાખલ કરી શકાય છે.
અરજીમાં એ પણ માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે મંદિર બનાવવાને લઈને ટ્રસ્ટનું નિર્માણ ન કરે. વધુમાં અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે 1934, 1949 અને 1992માં મુસ્લિમ સમુદાયની સાથે થયેલા અન્યાયીને ગેરકાયદેસર ઠેરવ્યો, આ સિવાય તેની અવણના પણ કરી. આ મામલામાં પૂર્ણ ન્યાય ત્યારે મળશે જ્યારે મસ્જિદનું પુર્ન:નિર્માણ થશે.
એમ સિદ્દીકીએ પોતાની અરજીમાં કહ્યું છે કે વિવાદિત ઢાંચો પહેલેથી જ મસ્જિદ હતો અને તેની પર મુસ્લમાનોનો ઈજારો રહ્યો છે. સુપ્રીમ કોર્ટે માની લીધું કે 1528થી 1856 સુધી ત્યાં નમાઝ ન થતી હોવાના સબુતો સાચા છે, જે કોર્ટે ખોટું કર્યું. 

મુસ્લિમ પર્સનલ બોર્ડ પણ અરજી દાખલ કરશે
આ મામલામાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પણ રિવ્યૂ અરજી દાખલ કરશે. બોર્ડના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમે આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ રિવ્યૂ પિટીશન દાખલ કરનાર નથી. અમે રિવ્યૂ અરજી તૈયાર કરી છે અને અમે તેને 9 ડિસેમ્બર પહેલા કોઈ પણ દિવસે દાખલ કરી શકીએ છીએ. 

સુન્ની વક્ફ બોર્ડનો મત
આ પહેલા સુન્ની વક્ફ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે અયોધ્યા પર તેને સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે અને રિવ્યૂ અરજી દાખલ કરવામાં આવશે નહિ. 26 નવેમ્બરે લખનઉમાં થયેલી બેઠકમાં બહુમતીથી આ નિર્ણય પર મોહર લગાવવામાં આવી છે. જોકે બેઠકમાં પાંચ એકર જમીન પર હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે નિર્ણય લેવા માટે સભ્યોએ વધુ સમયની માંગણી કરી છે.

પર્સનલ બોર્ડ સુપ્રીમ કોર્ટમાં જશે
બીજી તરફ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે તે સુપ્રીમ કોર્ટેના ચુકદાની વિરુદ્ધ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રિવ્યૂ અરજી કરશે. બાબરી મસ્જિદ એક્શન કમેટીના સંયોજક જફરયાબ જિલાનીએ કહ્યું છે કે અરજી આઠ ડિસેમ્બર પહેલા દાખલ કરવામાં આવનાર છે. જોકે હજી તેની કોઈ તારીખ નક્કી નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો