અયોધ્યા કેસ / જમીયતના વકીલ રાજીવ ધવનને અયોધ્યા કેસમાંથી હટાવાયા, FB પોસ્ટમાં પીડા વ્યક્ત કરી

muslim parties advocate rajeev dhawan suspended in ayodhya case sacked fb post jamiat

  • તબિયતનું બહાનુ કરીને રાજીવ ધવનને હટાવવામાં આવ્યા
  • ધવનને કહ્યુું- મારી તબિયત એકદમ સારી છે, ખોટું કારણ આપવામાં આવ્યું છે.
  • સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષનો કેસ લડી રહ્યા હતા રાજીવ ધવન

Divyabhaskar.com

Dec 03, 2019, 02:52 PM IST

નવી દિલ્હી: અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસથી હટાવી દેવામાં આવ્યા છે. રાજીવ ધવને ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે, મારી તબિયત ખરાબ હોવાનું બહાનુ રજૂ કરીને મને આ કેસમાંથી હટાવવામાં આવ્યો છે. પરંતુ આ વાત એકદમ બકવાસ છે. જમિયતને હક છે કે, તેઓ મને આ કેસથી હટાવી શકે પરંતુ તેમણે જે કારણ આપ્યું છે તે એકદમ ખોટુ છે.

રાજીવ ધવને કહ્યું કે, બાબરી કેસના વકીલ (એડવોકેટ ઓન રેકોર્ડ) એઝાઝ મકબૂલે મને સસ્પેન્ડ કરી દીધો છે, જે જમિયતનો કેસ જોઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર મને સસ્પેન્ડનો લેટર મોકલવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પાર્ટીનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હવે તેઓ આ મામલે સામેલ નહીં થાય. મને જણાવાવમાં આવ્યું છે કે, મિ.મદનીએ મને સસ્પેન્ડ કરી હોવાની વાત જણાવી. મારી તબિયતનું કારણ રજૂ કરીને મને હટાવવામાં આવ્યો છે જે એકદમ ખોટી વાત છે.

આ પહેલા સોમવારે અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે પહેલી પુન:વિચાર અરજી દાખલ કરી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પેજની પુન:વિચાર અરજી દાખલ કરી છે. એમ સિદ્દીકી તરફથી માંગણી કરવામાં આવી છે કે, બંધારણ બેન્ચના આદેશ પર પ્રતિબંધ લગાવાવમાં આવે. જેમાં કોર્ટે વિવાદિત જમીનને રામ મંદિરના પક્ષમાં ગણાવી હતી.

પુન:વિચાર અરજીમાં માંગણી કરવામાં આવી છે કે, સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે મંદિર બનાવવા માટે ટ્રસ્ટનું નિર્માણ ન કરે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે 1934,1949 અને 1992માં મુસ્લિમ સમુદાય સાથે થયેલા અન્યાયને ગેરકાયદે ગણાવ્યો પરંતુ તેને નજર અંદાજ પણ કર્યો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે મસ્જિદનું પુન:નિર્માણ થાત તો જ આ મામલે પૂર્ણ ન્યાય મળત.

X
muslim parties advocate rajeev dhawan suspended in ayodhya case sacked fb post jamiat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી