તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Time Of The Government Depends On The Chairman, They Will Decide When To Accept The Resignation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પીકરે 7 દિવસમાં નિર્ણય લેવો પડશે, રાજ્યપાલની હાલ સીધી કોઈ ભૂમિકા નહીં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુભાષ કશ્યપના જણાવ્યા પ્રમાણે- જો સ્પીકર સંતુષ્ટ છે તો તેઓ રાજીનામુ સ્વીકાર કરી શકે છે, દબાણની શક્યતા હોય તો સભ્યો સાથે વાત કરી શકે છે
  • વિધાનસભા અધ્યક્ષ રાજીનામુ આપનાર સભ્યોને વિધાનસભાના સંપૂર્ણ કાર્યકાળ માટે અયોગ્ય જાહેર ન કરી શકે

ભોપાલ/નવી દિલ્હી: કમલનાથ સરકાર પર ભ્રષ્ટાચારનો ઉદ્યોગ ચલાવવાનો આરોપ લગાવીને જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ ગયા છે. બુધવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને પાર્ટીમાં સભ્યપદ અપાવ્યું છે. દરમિયાન રાજ્યમાં રાજકીય સંકટ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિની ભૂમિકા સૌથી મહત્વની થઈ ગઈ છે. કોંગ્રેસ પણ વધુને વધુ સમય લેવા માગે છે, જેથી નારાજ થયેલા ધારાસભ્યોને મનાવી શકાય. વિધાનસભા સચિવાલયને દરેક 22 ધારાસભ્યોના રાજીનામા મલી ગયા છે. પરંતુ વિધાનસભા અધ્યક્ષનું કહેવું છે કે, તેઓ દરેક ધારાસભ્યને રુબરુ મળીને અને તેમની વીડિયોગ્રાફી કરીને રાજીનામા વિશે નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તેમણે 7 દિવસમાં નિર્ણય લેવાનો છે. આ સાત દિવસ ધારાસભ્યોના રાજીનામાની તારીખથી ગણાશે અથવા પછી અધ્યક્ષની મુલાકાતથી, આ નિર્ણય સ્પીકરે જ કરવાનો રહેશે. જોકે આ સમગ્ર ઘટનાક્રમમાં રાજ્યપાલની સીધી કોઈ ભૂમિકા નથી.

ભાસ્કર એક્સપર્ટ: સુભાષ કશ્યપે 4 શક્યતાઓ જણાવી
અત્યાર સુધી કોંગ્રેસના 114માંથી 22 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જો તેને સ્વીકારવામાં આવશે તો વિધાનસભામાં સભ્યોની પ્રભાવી સંખ્યા 206 થઈ ગઈ છે. કોંગ્રેસની સંખ્યા 22 ધારાસભ્યોના રાજીનામા પછી 92 થઈ જશે. ભાજપ ધારાસભ્યોની સંખ્યા 107 છે. 4 અપક્ષ, 2 બસપા અને 1 સપા ધારાસભ્ય જે કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે. જો આ સમર્થન યથાવત રહેશે તો આ સંખ્યા 99 થઈ જશે. રાજ્યસભાની 3 સીટો પર ચૂંટણી થવાની છે. નવી સ્થિતિમાં એક સીટ જીતવા માટે 52 વોટની જરૂર પડશે. ભાજપ સરળતાથી 2 સીટ જીતી શકે છે. કોંગ્રેસને બીજી સીટ જીતવા માટે 5-5 વધુ વોટની જરૂર છે. આ સંજોગોમાં તોડ-ફોડની શક્યતાઓ વધારે છે.

1. ધારાસભ્યોને તેમની સામે હાજર રહેવાનું સ્પીકર કહી શકે છે
કોઈ પણ દારાસભ્યએ રાજીનામું આપ્યું છે તો તેનાથી વિધાનસભા અધ્યક્ષને સંતોષ થવો જરૂરી છે. જો તેઓ સંતુષ્ટ હોય તો રાજીનામુ સ્વીકાર કરી શકે છે. જો અધ્યક્ષને લાગે કે રાજીનામુ દબાણમાં અપાવવામાં આવ્યું છે તો તેઓ સભ્ય સાથે વાત કરી શકે છે અથવા તેને પોતાની સામે હાજર થવા કહી શકે છે. ત્યારપછી સંતોષ થાય તો જ આગળની કાર્યવાહી કરવામાં આવે છે.

2. અધ્યક્ષ સંપૂર્ણ કાર્યકાળ માટે અયોગ્ય જાહેર ન કરી શકે
વિધાનસભા અધ્યક્ષ રાજીનામુ આપનાર ધારાસભ્યને વિધાનસભાના સંપૂર્ણ કાર્યકાળ માટે અયોગ્ય જાહેર ન કરી શકે. કર્ણાટકમાં વિધાનસભા અધ્યક્ષે રાજીનામુ આપનાર સભ્યોને સંપૂર્ણ કાર્યકાળ માટે અયોગ્ય જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટ સુધી કેસ ગયા પછી સભ્યતાને અયોગ્ય ગણાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટો સાચો માન્યો હતો, જોકે ત્યારપછી તેમને પેટાચૂંટણી લડવાની મંજૂરી પણ આપવામાં આવી હતી.

3. રાજ્યપાલની હાલ કોઈ સીધી ભૂમિકા નથી, બજેટમાં થશે નિર્ણય
વર્તમાન સમયમાં રાજ્યપાલનો કોઈ સીધો રોલ દેખાતો નથી કારણકે 16 માર્ચથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. તેમાં બહુમતનું પરિક્ષણ કરવામાં આવશે. બજેટ પોલિસી મેટર, વિશ્વાસ અથવા અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થતાં સરકારના બહુમતનો નિર્ણય લેવામાં આવશે. રાજ્યપાલના અભિભાષણ વિશે સરકારને જોખમ નથી હોતું. તેમાં સંશોધન સ્વીકૃત થઈ શકે છે. રાજ્યપાલે અત્યારે આ મુદ્દે કોઈ હસ્તક્ષેપ ન કરવો જોઈએ.

4. કોંગ્રેસ વચગાળાની ચૂંટણી કરવા માંગશે, પણ પેટાચૂંટણી જ થશે
જો વિધાનસભાની કુલ સભ્ય સંખ્યા 230માંથી અડધા કરતા વધારે રાજીનામા થઈ જશે, તો આ રાજ્યપાલના વિવેક પર નિર્ભર કરશે કે તે ગૃહને ભંગ કરીને વચગાળા ચૂંટણીની ભલામણ કરે અથવા ખાલી બેઠકો પર પેટાચૂંટણીની. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા એવું લાગી રહ્યું છે કે, ભાજપ પેટાચૂંટણીના પક્ષમાં રહેશે અને કોંગ્રેસ ઈચ્છશે કે વચગાળાની ચૂંટણી થાય. મારા હિસાબથી એ સ્થિતિમાં વચગાળાની ચૂંટણીની સ્થિતિ નહીં સર્જાય, પેટાચૂંટણી જ યોજાશે.

સમગ્ર મામલે ભાસ્કરના સવાલ અને વિધાનસભાના પ્રમુખ સચિવ એપી સિંહના જવાબ
સવાલઃ જો 22 રાજીનામા મંજૂર નહીં થાય અને ધારાસભ્ય ગૃહમાં નહીં પહોંચે, તો બહુમતીનો આંકડો શું હશે?
જવાબઃ બહુમતી ગૃહમાં ઉપસ્થિત ધારાસભ્યોની સંખ્યા પર નિર્ભર કરશે. ઉપસ્થિતિને બહુમતી જ માનવામાં આવશે
સવાલઃ સ્પીકર થોડા ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરે, થોડાના ન કરે તો શું થશે?
જવાબઃ આમા પણ ઉપસ્થિત ધારાસભ્યોના આધારે જ નિર્ણય લેવાશે

સવાલઃ ગૃહ શરૂ થયા બાદ પહેલા ફ્લોર ટેસ્ટ થશે અથવા રાજ્યપાલનું અભિભાષણ?
જવાબઃ અત્યાર સુધી તો રાજ્યપાલનું અભિભાષણ જ થશે. પણ જો કોઈ આદેશ આવશે તો પહેલા ફ્લોર ટેસ્ટ પણ થી શકે છે.

સવાલઃ રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા કેટલા સમય સુધી થઈ શકે છે.
જવાબઃ નિર્ણય સ્પીકર અને કાર્ય મંત્રણા સમિતિ કરે છે. આમ તો એક કે બે દિવસમાં ચર્ચા થઈ જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો