તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • MP Political Crisis, Ground Report From Banglore, Jaipur And Gurugram, Legislators Of Madhya Pradesh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંગલુરુ રિસોર્ટમાં કડક સુરક્ષા, અહીંયા રોકાયેલા 20 ધારાસભ્યો પાસે મોબાઈલ પણ લઈ લેવાયા છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે ધારાસભ્યોને ગુરગાવ, કોંગ્રેસે જયપુર મોકલ્યા; સિંધિયા જૂથના 20MLA બેંગલુરુમાં
  • ધારાસભ્યોએ બેંગલુરુના રિસોર્ટમાં ટીવી પર એક સાથે જ્યોતિરાદિત્યનું ભોપાલમાં ગ્રાન્ડ વેલકમ જોયું

બેંગલુરુ/ગુરગાવ/જયપુરઃ મધ્યપ્રદેશના 20 બળવાખોર ધારાસભ્યોને મળવા બેંગલુરુ પહોંચેલા મંત્રી જીતૂ પટવારીના વિવાદ બાદ હવે અહીંયા રિસોર્ટમાં સુરક્ષા વધુ કડક કરી દેવાઈ છે. અહીંયા જે ધારાસભ્ય રોકાયા છે, તેમની પાસેથી ફોન લઈ લેવાયા છે. પરિવારજનો સાથે પણ વાત કરવાની મનાઈ કરવામાં આવી છે. મનોજ ચૌધરી અને અન્ય ધારાસભ્યોને નવા રિસોર્ટમાં શિફ્ટ કરવાની તૈયારી છે. કર્ણાટક પોલીસ ધારાસભ્યોની સુરક્ષામાં કોઈ ચૂક થવા દેવા માંગતા નથી. એટલા માટે સિક્યોરિટી બમણી કરાઈ છે. આગામી 3 થી 4 દિવસ સુધી ધારાસભ્યોએ અહીંયા રોકાવું પડશે. ભાજપ સીધા ફ્લોર ટેસ્ટના દિવસ ધારાસભ્યોને રવાના કરશે. એટલા માટે સીઆરપીએફની 4 ટુકડીઓને તહેનાત કરવામાં આવશે. 

1. બેંગલુરુથી શૈલેન્દ્ર સિંહ ચૌહાણ
ટીવી પર ધારાસભ્યોએ એક સાથે સિંધિયાનું ભોપાલમાં ગ્રાન્ડ વેલકમ જોયું
સોશયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે નારાજ ધારાસભ્ય સિંધિયા સાથે તો છે, પરંતુ ભાજપમાં નહીં જાય. ગુરુવારે ભોપાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું ભવ્ય સ્વાગત તમામ ધારસભ્યોએ રેસ્ટોરન્ટમાં એક સાથે બેસીને જોયું હતું. સિંધિયાના વેલકમને જોઈને સમર્થક મંત્રી ઝૂમી ઉઠ્યા હતા. 

બિસાહૂલાલ પણ બેંગલુરુ પહોંચ્યા 
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા દિગ્વિજય સિંહ સમર્થક રહી ચુકેલા ધારાસભ્ય બિસાહૂલાલ સિંહ પણ ગુરુવાર રાતે બેંગલુરુ પહોંચ્યા હતા. હવે ગોલ્ફસાયર રિસોર્ટમાં 20 ધારાસભ્ય રોકાયા છે. સાથે જ બીજી બાજુ કોંગ્રેસ સરકારના 4 મંત્રી બેંગલુરુમાં છે. કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારના શિવ વિહાર વાળા બંગલા પર ઓપરેશન લોટસને ફેલ કરવાની રણનીતિ બનાવાઈ રહી છે. 

2. ગુરગાવથી ઉમાશંકર
હરિયાણાના ગુરગાવની એક હોટલમાં ભાજપના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના રાજકીય ઉથલ-પાથલ વચ્ચે થઈ રહેલી આ કિલ્લાબંધીની દેખરેખ ભાજપ હાઈકમાને તેમના હાથમાં લીધી છે. સાથે જ જવાબદારી મધ્યપ્રદેશના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહને સોંપી છે. દિવસમાં એક વખત દિલ્હીથી મધ્યપ્રદેશના એક રાષ્ટ્રીય નેતા અને રાકેશ સિંહ હોટલ જાય છે અને લગભગ બે કલાક સાથે રહ્યા હતા. 
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપ ઓફિસ પહોંચવા અને રાજ્યસભામાં ઉમેદવારી ફોર્મ ભરવાના કારણે નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવ ભોપાલ આવી ગયા, જ્યારે હટાથી ભાજપ ધારાસભ્ય પીએલ તંતુવાયના માતાનું નિધન થવાના કારણે તેઓ હરિયાણાથી પાછા જઈ રહ્યા હતા.આ ઉપરાંત ભાજપના ધારાસભ્યો રિસોર્ટમાં આનંદ લઈ રહ્યા છે. તેમની પાસેથી ફોન પણ લઈ લેવાયો છે. પણ જરૂરિયાત પડે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. કેન્દ્રીય નેતૃત્વ તરફથી ધર્મેન્દ્ર પ્રધાન અને અનિલ જૈન ધારાસભ્યો અંગે વાત કરી રહ્યા છે. ગુરુવારે વિજયવર્ગીય સાંજે 6.30 વાગ્યે રાકેશ સિંહ સાથે હોટલ પહોંચ્યા છે. તેમણે અહીંયા રોકાયેલા પાર્ટીના 106 ધારાસભ્યો સાથે મળીને દિવસભરના રાજકારણની પ્રવૃત્તિઓ પર ચર્ચા કરી હતી. 

3 જયપુરથી હર્ષ ખટાના 
કોંગ્રેસ ધારાસભ્યોની નજર પણ બેંગલુરુ પર 
જયપુરના નજીકના 2 રિસોર્ટમાં રોકાયેલા 85 ધારાસભ્યોની નજર બેંગલુરુમાં રોકાયેલા 20 ધારાસભ્યો પર છે. જેનું કારણ બળવાખોર ધારાસભ્યો પણ એક સાથે આવી જાય તો સરકાર પર હાલનું સંકટ ટળી જાય. દિલ્હીથી આવેલા વરિષ્ઠ નેતા હરીશ રાવત સાથે બેસેલા ધારાસભ્યોએ જેવા જ સામેથી આવતા સુરેન્દ્ર સિંહ શેરાને આવતા જોયા તો સાથી ધારાસભ્યોએ એક સુરમાં કહ્યું- ‘દેખો દેખો કોન આયા, શેર આયા શેર આયા’. સાથે જ લોનમાં કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે ધારાસભ્ય આરિફ મસૂદ, હર્ષ યાદવ સહિત અન્ય ધારાસભ્યો સાથે ચર્ચા કરી.
 તો બીજી બાજુ મુખ્યમંત્રી કમલનાથની પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે વાત થી હતી. બાદમાં મુખ્યમંત્રીએ અલગ અલગ ધારાસભ્યો સાથે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે કોંગ્રેસ પક્ષના 88 ધારાસભ્યોને વિશેષ વિમાનથી ભોપાલથી જયપુર મોકલવામાં આવ્યા છે, જેમાંથી 4 અપક્ષ ધારાસભ્ય સામેલ છે. મધ્યપ્રદેશથી ત્રણ અને કોંગ્રેસી ધારાસભ્ય ગુરુવારે જયપુર પહોંચ્યા હતા. જેમાં જયવર્ધન સિંહ, સુરેન્દ્ર સિંહ બઘેલ અને એક અન્ય ધારાસભ્ય સામેલ રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો