શાંઘાઈ સમિટ / પાકિસ્તાનના એર વેનો ઉપયોગ નહીં કરે મોદી, ઓમાન-ઈરાનના રસ્તે કિર્ગીસ્તાન જશે

Divyabhaskar.com

Jun 12, 2019, 03:09 PM IST
Modi will not use Pakistan air travel, Oman and Iran will go to Kyrgyzstan

  • ભારતે રવિવારે મોદીના વિમાન માટે પાકિસ્તાનને તેમનો એર વે ખોલવાની અપીલ કરી હતી 
  • પાકિસ્તાન સરકારે ભારત માટે એર વે ખોલવાની મંજૂરી આપી દીધી હતી 
  • બાલાકોટ એરસ્ટ્રાઈક બાદથી બન્ને દેશોએ એક બીજા માટે પોતાના એર વે બંધ કર્યા છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારા શાંઘાઈ સંગઠન (SCO) સમિટમાં સામેલ થવા માટે પાકિસ્તાનના એર વેનો ઉપયોગ નહીં કરે. વિદેશ મંત્રાલયએ બુધવારે કહ્યું કે, વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક જશે.

મોદી 13-14 જૂને એસસીઓ સમિટમાં હાજરી આપશે. ભારતે રવિવારે પાકિસ્તાનને અપીલ કરી હતી કે તે મોદીના શાંઘાઈ સમિટમાં કિર્ગીસ્તાન જવા માટે તેમનો એર વે ખોલી દે. પાકિસ્તાન સરકારે સોમવારે ભારતની અપીલ પર મોદીના વિમાનને પોતાના એર વે પરથી પસાર થવાની મંજૂરી આપી દીધી હતી.

સરકારે બે વિકલ્પ કાઢ્યા હતાઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, બિશ્કેક જવા માટે ભારત સરકારે બે વિકલ્પ કાઢ્યા હતા. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે વડાપ્રધાનનું વિમાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક જશે. આ સંમેલનમાં ઈમરાન ખાન પણ હાજરી આપશે.

X
Modi will not use Pakistan air travel, Oman and Iran will go to Kyrgyzstan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી