તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Modi Will Not Use Pakistan Air Travel, Oman And Iran Will Go To Kyrgyzstan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનના એર વેનો ઉપયોગ નહીં કરે મોદી, ઓમાન-ઈરાનના રસ્તે કિર્ગીસ્તાન જશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતે રવિવારે મોદીના વિમાન માટે પાકિસ્તાનને તેમનો એર વે ખોલવાની અપીલ કરી હતી 
  • પાકિસ્તાન સરકારે ભારત માટે એર વે ખોલવાની મંજૂરી આપી દીધી હતી 
  •  બાલાકોટ એરસ્ટ્રાઈક બાદથી બન્ને દેશોએ એક બીજા માટે પોતાના એર વે બંધ કર્યા હતા 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારા શાંઘાઈ સંગઠન (SCO) સમિટમાં સામેલ થવા માટે પાકિસ્તાનના એર વેનો ઉપયોગ નહીં કરે. વિદેશ મંત્રાલયએ બુધવારે કહ્યું કે, વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક જશે.

મોદી 13-14 જૂને એસસીઓ સમિટમાં હાજરી આપશે. ભારતે રવિવારે પાકિસ્તાનને અપીલ કરી હતી કે તે મોદીના શાંઘાઈ સમિટમાં કિર્ગીસ્તાન જવા માટે તેમનો એર વે ખોલી દે. પાકિસ્તાન સરકારે સોમવારે ભારતની અપીલ પર મોદીના વિમાનને પોતાના એર વે પરથી પસાર થવાની મંજૂરી આપી દીધી હતી. 

સરકારે બે વિકલ્પ કાઢ્યા હતાઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, બિશ્કેક જવા માટે ભારત સરકારે બે વિકલ્પ કાઢ્યા હતા. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે વડાપ્રધાનનું વિમાન ઓમાન, ઈરાન  અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક જશે. આ સંમેલનમાં ઈમરાન ખાન પણ હાજરી આપશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો