મંત્રણા / મોદીએ કહ્યું- વિદેશોમાં કોઈ ભારતીયને ફરિયાદ હોય એવી કોઈ ઘટના ધ્યાનમાં નથી

Modi will meet Sri Lankan President today, after that he visit Tirupati temple in Andhra Pradesh

  • વડાપ્રધાન મોદીએ ઇસ્ટર બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી
  • મોદી બોમ્બ વિસ્ફોટ પછી શ્રીલંકા જનારા પહેલાં વિદેશી નેતા
  • શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે વિસ્ફોટમાં 11 ભારતીય સહિત 258 લોકો માર્યા ગયા હતા

Divyabhaskar.com

Jun 09, 2019, 06:23 PM IST

નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન મોદી રવિવારે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચ્યા. જ્યાં તેઓએ ઇસ્ટરના દિવસે વિસ્ફોટમાં માર્યા ગયેલાં લોકોને ચર્ચમાં શ્રદ્ધાંજલિ આપી અને રાષ્ટ્રપતિ ભવનમાં છોડ પણ વાવ્યો. મોદીએ કોલંબો સ્થિત ઈન્ડિયન હાઉસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. મોદીએ કહ્યું, "આજે વિશ્વમાં ભારતની સ્થિતિ ઘણી જ મજબૂત છે. જેનો સૌથી વધુ શ્રેય વિશ્વના ખૂણે ખૂણે રહેતાં ભારતીયોને જાય છે. તમે વિશ્વના કોઈ પણ દેશમાં જાવ, ભારતીયો પ્રત્યે કોઈને કંઈ ફરિયાદ હોય એવી કોઈ જ ઘટના મારા ધ્યાનમાં નથી આવી."
કોલંબો એરપોર્ટ પર વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ મોદીનું સ્વાગત કર્યુ હતું. જે બાદ મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના ઉપરાંત વિપક્ષના નેતા મહિન્દા રાજપક્ષે અને તમિલ રાષ્ટ્રી. ગઠબંધનના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. 21 એપ્રિલે શ્રીલંકામાં થયેલા વિસ્ફોટો બાદ ત્યાં જનારા તેઓ પહેલાં વિદેશી નેતા છે. શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલાં વિસ્ફોટોમાં 11 ભારતીય સહિત 258 લોકોનાં મોત નિપજ્યા હતા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISએ લીધી હતી.

ભારતીયો જે દેશમાં રહે છે, ત્યાંના વડાપ્રધાનના વિચાર રાખે છેઃ મોદીએ કહ્યું કે, "વિશ્વમાં ભારતનું ગૌરવ અને સંસ્કૃતિ વધારવામાં તમારું મોટું યોગદાન છે. આજે વિશ્વમાં ભારતની સ્થિતિ ઘણી જ મજબૂત છે. જેનો સૌથી વધુ શ્રેય વિશ્વના ખૂણે ખૂણે રહેતા ભારતીયોને જાય છે. ભારતીયોએ દરેક જગ્યાએ સિદ્ધિ મેળવી છે. ભારતીય વ્યક્તિ જે દેશમાં રહે છે તેમના વિચાર તે દેશના વડાપ્રધાન જેવાં જ હોય છે. આ આપણી સૌથી મોટી તાકાત છે અને આ શક્તિ આપવા માટે હું તમારો આભારી છું."

ભારતીયોએ બહુમતીવાળી સરકાર આપીને ઘણો જ મોટો સંદેશ આપ્યો છે- મોદીઃ વડાપ્રધાને કહ્યું કે, "તમે ટીવી તો જોતાં જ હશો. ભારતીયોએ બહુમતીવાળી સરકાર આપીને ઘણો જ મોટો સંદેશ આપ્યો છે. જો ચીનને છોડી દઈએ તો વિશ્વના કોઈ દેશની જનસંખ્યાથી વધુ લોકોએ મતદાન કર્યુ હતું. આઝાદી પછી આ અત્યાર સુધીનું સૌથી મોટું વોટિંગ હતું. મહિલાઓએ પણ આઝાદી પછી આટલી મોટી સંખ્યા મતદાન કર્યુ હતું. ભારતમાં લોકશાહીની કોઈ વ્યવસ્થા નથી પણ લોકતંત્ર એક સંસ્કાર છે. વિશ્વ આ વાત નથી સમજી શકતી. દુનિયા આજે પણ વ્યવસ્થાના લોકતંત્ર સાથે જોડાયેલી છે અને ભારત સંસ્કારના લોકતંત્ર સાથે જોડાયેલું છે. માત્ર મતદાન સુધી જ કોઈને ઓછા, તો કોઈને ક્યાંકથી વધુ મત મળે છે. પરંતુ ચૂંટણી પછી કાશ્મીરથી કન્યાકુમારી સુધી પૂરો દેશ એક હોય છે. 130 કરોડ દેશવાસીઓનું કલ્યાણ જ સરકારનું લક્ષ્ય હોય છે. અમારે આગામી પાંચ વર્ષમાં ઘણો જ વિકાસ કરવો છે."

વડાપ્રધાન તરીકે મોદી ત્રીજી વખત શ્રીલંકાની મુલાકાતેઃ વડાપ્રધાન પદે રહેતાં મોદી ત્રીજી વખત શ્રીલંકા પહોંચ્યા છે. આ પહેલાં તેઓ 2015 અને 2017માં શ્રીલંકાની મુલાકાત ગયા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે મોદીની આ મુલાકાત શ્રીલંકા સરકારને તે બતાવવાની છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં અમે તેમની સાથે ઊભા છીએ. મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે આતંકવાદના સામના માટે ભારત સરકાર શ્રીલંકાને પૂરી મદદ કરશે.

શનિવારે ગુરુવાયુરપ્પન મંદિર ગયા હતા મોદીઃ આ પહેલાં મોદી શનિવારે કેરળના ત્રિશૂર સ્થિત ગુરુવાયુરપ્પન (શ્રીકૃષ્ણ) મંદિરમાં પૂજા-અર્ચના કર્યા હતા. આ મંદિર 5 હજાર વર્ષ જૂનું છે અને તેને દક્ષિણ ભારતનું દ્વારકા પણ કહેવાય છે. અહીં તેઓ મંદિરના પારંપારિક વેશભૂષામાં નજરે પડ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓની અભિવન સભામાં તેઓએ કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં માત્ર રાજનીતિ માટે મેદાનમાં ન હતા, પરંતુ જનસેવા જ આપણું લક્ષ્ય છે. ભલે જ અહીં આપણું ખાતું ન ખુલ્યું, પરંતુ જનતાનો આભાર વ્યકત કરવા માટે આવ્યો છું. આ આપણાં વિચાર અને સંસ્કાર છે.

X
Modi will meet Sri Lankan President today, after that he visit Tirupati temple in Andhra Pradesh
Modi will meet Sri Lankan President today, after that he visit Tirupati temple in Andhra Pradesh
Modi will meet Sri Lankan President today, after that he visit Tirupati temple in Andhra Pradesh
Modi will meet Sri Lankan President today, after that he visit Tirupati temple in Andhra Pradesh
Modi will meet Sri Lankan President today, after that he visit Tirupati temple in Andhra Pradesh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી