તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદીએ કહ્યું- 5 વર્ષ તમે અમારા કેપ્ટન અને મજબૂત ટીમ જોઇ, વિરોધીઓ તેમની ટીમ સંભાળવા મથી રહ્યા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના બલ્લભગઢમાં પહેલી જનસભાને સંબોધિત કરી
  • મોદીની રેલી ગુરુગ્રામ, નૂંહ, પલવલ અને ફરીદાબાદની 16 વિધાનસભા સીટ પર અસર કરશે
  • તેમાંથી ભાજપ પાસે 7, ઇનેલો પાસે 5, કોંગ્રેસ પાસે 3 અને બસપા પાસે એક સીટ છે

પાણીપત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે શહીદ રાજા નાહર સિંહની ઐતિહાસિક નગરી બલ્લભગઢમાં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે હરિયાણાએ મને ઘણું બધુ શીખવાડ્યું છે. તેથી જ્યારે પણ હું અહીં આવું છુ ત્યારે મારી અંદર એક અલગ જ ભાવના ઉમડવા લાગે છે. મોદીએ કહ્યું કે પાંચ વર્ષ તમે અમારા કેપ્ટન અને મજબૂત ટીમ જોઇ છે. જ્યારે વિરોધીઓ તેમની વિખરાયેલી ટીમ સંભાળવા માટે મથી રહ્યા છે.
 
વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ હરિયાણામાં મોદીની આ પહેલી જનસભા હતી. મોદીની આ રેલી ગુરુગ્રામ, નૂંહ, પલવલ અને ફરીદાબાદની 16 વિધાનસભા સીટો પર અસર કરશે. ગત વખતે તેમાંથી 7 સીટો પર ભાજપે જીત મેળવી હતી. જ્યારે ઇનેલોએ 5, કોંગ્રેસે 3 અને બસપાએ 1 સીટ જીતી હતી.
 

વિકાસ જ મારી પ્રાથમિકતા: મોદી
મોદીએ કહ્યું, ‘‘હરિયાણાના લોકોના જીવનમાં બદલાવ અને વિકાસ મારી પ્રાથમિકતા રહી છે. મને યાદ છે જ્યારે પાંચ વર્ષ પહેલા હું હરિયાણામં ભાજપની સરકાર બનવાની વાત કરતો હતો ત્યારે વિરોધી દળના નેતા મારા મોંમાં આગળી નાખીને પૂછતા હતા કે તમારો કેપ્ટન કોણ છે ? ત્યારે મારો જવાબ રહેતો હતો કે હરિયાણાની જનતાનો આશીર્વાદ મળે તો જનતાને એક મજબૂત કેપ્ટન અને મજબૂત ટીમ મળશે.’’

‘વીરોની ધરતી છે હરિયાણા’
તેમણે કહ્યું- આજે પાંચ વર્ષ બાદ કેપ્ટન બુલંદી સાથે તમારી સામે છે અને મજબૂત ટીમ જનતાએ જોઇ ચે. આ ટીમે હરિયાણાને વિકાસના મામલામાં આગળ રાખ્યું છે. જે મને સવાલ કરતા હતા તેઓ આજે પોતાની વિખરાયેલી ટીમને સંભાળવા માટે પૂરજોશ મહેનત કરી રહ્યા છે. તેઓ જેટલી પોતાને સંભાળવાની કોશિષ કરે છે એટલા જ વિખરાતા જાય છે. આ વિખરાયેલા લોકો હરિયાણાનો વિકાસ કરી શકશે શું ? સ્વાર્થની રાજનીતિ અહીંયાના સંસ્કાર નથી. સીમા પાર દુશ્મનોના હાજા ગગડાવી દેનાર વીરોની ધરતી છે હરિયાણા.  આ ધરતી ખેલની દુનિયામાં છવાઇ જનારા દીકરા-દીકરીઓની છે.

    ‘‘ તમે જોયું કે કેવી રીતે સમગ્ર દુનિયાના મોટા નેતાઓ ભારત સાથે ઉભા રહેવા માટે તત્પર દેખાય છે. તમે જે જનાદેશ આપ્યો છે તેનાથી દુનિયામાં સંદેશ ગયો છે કે હવે ભારતનો સમાજ મરતા નહીં, પરંતુ એક થઇને વિકાસ અને વિશ્વાસની નીતિ સાથે ઉભો છે અને ઝડપથી આગળ વધી રહ્યો છે. ’’
 
    ‘‘ તમારા આ વિશ્વાસથી જે ઉર્જા મળી છે તેનું પરિણામ છે કે ભારત આ જે એ નિર્ણયો લે છે જેની પહેલા કોઇ કલ્પના પણ નહોતું કરી શકતું. હું કયા નિર્ણયની વાત કરી રહ્યો છું એ તમને ખબર છે ને ? જનતા તો ઇશ્વરનું રૂપ હોય છે. આ નિર્ણય હતો અનુચ્છેદ 370નો. હરિયાણા અને સમગ્ર દેશની ભાવના હતી કે જમ્મૂ-કાશ્મીરને વિકાસ તરફ લઇ જવામાં આવે. આજે એ રાજ્ય એ રસ્તા પર ચાલી નિકળ્યું છે. તેનો શ્રેય મોદીને નહીં પરંતુ તમને 130 કરોડ દેશવાસીઓને જાય છે.

    ‘‘ સંત રવિદાસની ભૂમિ બનારસની જનતાએ મને ઘણો પ્રેમ આપ્યો છે. વિરોધીઓ જણાવે કે અત્યાર સુધી બનારસમાં રવિદાસ મંદિરનું નિર્માણ કેમ ન કરવામાં આવ્યું ? આજે મોદી આવ્યો તો ત્યાં દિવ્સ સ્મારક બની રહ્યું છે. લોકોની આંખમાં ધૂળ નાખનારા નેતાઓ અને વાલ્મિકી સમાજને ઉકસાવનારાઓને પૂછવા માગુ છું, કાશ્મીરની ધરતી પર વાલ્મિકી બાળકોનો સારો અભ્યાસ હોવા છતા ત્યાં તેમને કેમ નોકરી આપવામાં આવતી ન હતી? તેનું કારણ 370  અને 35એ હતા. તેના લીધે વાલ્મિકી સમાજની ચાર - ચાર પેઢીને ઝાડૂ લગાવવા સિવાય કોઇ નોકરી આપવામાં ન આવી. ’’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો