તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી સરકાર ફરી RBI પાસેથી 45 હજાર કરોડનું ભંડોળ લેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી વર્ષે સરકારી તિજોરી પર 1.5 લાખ કરોડનો બોજ

નવી દિલ્હીઃ સરકારી ખજાનો ખૂબ ઝડપથી ખાલી થઈ રહ્યો છે અને કમાણી લક્ષ્યોથી ઓછી થવાના કારણે જરૂરી ખર્ચ કરવામાં મુશ્કેલી આ‌વી રહી છે. આ કારણસર સરકારે ફરી એકવાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે રૂ. 45 હજાર કરોડની મદદની માંગ કરી છે.  સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર રાજસ્વ વધારવા માટે આ પગલાં ઉઠાવવાની છે. જો એવું થશે તો ફરી એકવાર આરબીઆઈ અને સરકાર વચ્ચે મતભેદ ઊભા થઈ શકે છે. અગાઉ આરબીઆઈએ કેન્દ્રને ડિવિડન્ડ તરીકે રૂ. 1.76 લાખ કરોડ આપવાની વાત કરી હતી. આ રકમમાંથી 2019-20 માટે રૂ. 1.48 કરોડ અપાયા હતા. આરબીઆઈ મોટા ભાગે કરન્સી અને સરકારી બોન્ડના ટ્રેડિંગમાંથી નફો કરે છે. આ કમાણીનો એક હિસ્સો આરબીઆઈ તેનો સંચાલન ખર્ચ અને ઈમર્જન્સી ફંડ તરીકે રાખે છે. ત્યાર પછી બચેલી રકમ ડિવિડન્ડ તરીકે સરકાર પાસે જાય છે. 

સતત ત્રીજા વર્ષે મદદની જરૂર
જો આરબીઆઈ કેન્દ્રની માંગ માની લેશે, તો આ સતત ત્રીજું વર્ષ હશે, જ્યારે સરકારને વચગાળાનું ડિવિડન્ડ મળશે. એ વાતની પણ આશંકા છે કે, આરબીઆઈ અને સરકાર વચ્ચે મતભેદ સર્જાય. પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના કાર્યકાળમાં પણ ફંડ ટ્રાન્સફરને લઈને આરબીઆઈને સરકાર સાથે વિવાદ થયો હતો. એ વિવાદનો અંત ઉર્જિત પટેલના રાજીનામા સાથે આવ્યો હતો.

ભંડોળની જરૂર કેમ પડી? 
ચાલુ નાણાકીય વર્ષ સરકાર માટે ખૂબ મુશ્કેલ છે. મંદીના કારણે વિકાસ દર 11 વર્ષની સૌથી નીચી પાંચ ટકાની સપાટીએ જઈ શકે છે. આ સ્થિતિમાં આરબીઆઈ પાસેથી મળેલી નાણાકીય મદદથી સરકારને રાહત મળી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, અમે આરબીઆઈની  મદદને નિયમિત બાબત નથી બનાવવા માંગતા, પરંતુ આ વર્ષને અપવાદ ગણવું જોઈએ. અમને આ વર્ષે રૂ. 35 હજાર કરોડથી રૂ. 45 હજાર કરોડની જરૂર છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો