• Home
  • National
  • Govt of India: In a significant move ensuring reproductive rights to women, government increases limit on termination of pregnancy from 20 to 24 weeks

પરિવર્તન / હવે 24માં સપ્તાહે પણ અબોર્શન કરાવી શકશે મહિલાઓ, મોદી કેબિનેટે આપી મંજૂરી

Govt of India: In a significant move ensuring reproductive rights to women, government increases limit on termination of pregnancy from 20 to 24 weeks

  • આ બિલને સંસદમાં આગામી સત્રમાં રજૂ કરાશે

Divyabhaskar.com

Jan 29, 2020, 04:44 PM IST

નવી દિલ્હી: મોદી કેબિનેટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ, 1971માં સંશોધનનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. આ બિલને સંસદમાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલ દ્વારા હવે મહિલાઓ 24માં સપ્તાહે એટલે કે 6 મહિનાની પ્રેગ્નેન્સી હશે ત્યારે પણ ગર્ભપાત કરાવી શકશે.

ગર્ભપાત કરાવવાની મર્યાદા વધારવા વિશે કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન સ્વાસ્થય મંત્રાલયે ગયા વર્ષે ઓગસ્ટમાં દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને તેમના ગર્ભપાતની સમયસીમા 20 સપ્તાહથી વધારીને 24થી 26 સપ્તાહ કરવા વિશે મંત્રાલયે વિચાર-વિમર્શ શરૂ કરી દીધો છે.

સરકાર તરફથી દાખલ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, સંબંધિત મંત્રાલય અને નીતિ આયોગનું સૂચન લીધા પછી ગર્ભપાત સંબંધીત કાયદામાં સંશોધનના મુદ્દાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને ત્યારપછી તેને કાયદા મંત્રાલય પાસે મોકલવામાં આવે. જેથી ગર્ભપાત સંબંધીત કાયદા પર જરૂરી સંશોધન થઈ શકે.

સ્વાસ્થય મંત્રાલયે હાઈકોર્ટને એવું પણ જણાવ્યું છે કે, તેમણે ગર્ભપાત સંબંધીત મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી કાયદો, 1971માં સંશોધન વિશે તેમનો મુદ્દો કાયદા મંત્રાલયને મોકલી દીધો છે. ત્યારપછી કાયદા મંત્રાલયે સ્વાસ્થય મંત્રાલયને કહ્યું કે, અત્યારે ગૃહના બંને સદન અનિશ્ચિતકાળ સુધી સ્થગિત છે. આ સંજોગોમાં નવી સરકાર બનશે ત્યારે આ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવશે.

X
Govt of India: In a significant move ensuring reproductive rights to women, government increases limit on termination of pregnancy from 20 to 24 weeks

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી