મોદીએ છઠ્ઠી વાર લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો; અટલજીની બરાબરી કરી, રાજીવને પાછળ છોડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જવાહરલાલ નેહુરુએ લાલા કિલ્લા પર સૌથી વધુ 17 અને ઈન્દિરા ગાંધીએ 16 વાર ધ્વજ ફરકાવ્યો
  • બિન-કોંગ્રેસી વડાપ્રધાનમાં અટલ બિહારી વાજપેયીએ 6 વાર ધ્વજ ફરકાવ્યો, રાજીવ-નરસિમ્હા રાવને 5-5 વખત તક મળી

નવી દિલ્હીઃ 73મા સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સતત છઠ્ઠી વાર તિરંગો ફરકાવ્યો હતો. આ બાબતે તેમણે અટલ બિહારી વાજપેયીની બરાબરી કરી છે. અટલજી પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા, જેમણે છ વખત તિરંગો ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પર સૌથી વધુ તિરંગો ફરકાવનાર વડાપ્રધાનોના લિસ્ટમાં મોદી 5માં નંબર પર છે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 17 વાર લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો. બીજી નંબર પર તેમની પુત્રી ઈન્દિરા ગાંધી છે, જેને 16 વખત આ તક મળી હતી. જયારે મનમોહન સિહ(10 વાર) ત્રીજા નંબર પર છે. જયારે રાજીવ ગાંધીએ 5 વાર લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. 

પ્રથમ સ્વતંત્રતા દિવસ પર 16 ઓગસ્ટે ફરકાવવામાં આવ્યો હતો ધ્વજ
14-15 ઓગસ્ટની રાતે ભારતને આઝાદી મળી હતી, પરંતુ પ્રથમ સ્વતંત્રતા દિવસ પર 15 ઓગસ્ટે નહિ, પરંતુ 16 ઓગસ્ટે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પછીથી દર વર્ષે લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવવાની પરંપરા શરૂ થઈ હતી.

ગુલજારીલાલ નંદા અને ચંદ્રશેખર એવા વડાપ્રધાન, જેમને આ તક મળી નથી
ગુલજારીલાલ નંદા બે વખત 13-13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. પ્રથમ વાર 27 મેથી 9 જૂન 1964 સુધી અને બીજી વખત 11 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 1966 સુધી કાર્યવાહક વડાપ્રધાન બન્યા હતા. જયારે ચંદ્રશેખર 10 નવેમ્બર 1990થી 21 જૂન 1991 સુધી લગભગ 8 મહીના સુધી વડાપ્રધાન રહ્યાં હતા. જોકે આ બંનેને લાલા કિલ્લા પર ધ્વજ ફરકાવવાની તક મળી નથી.

વડાપ્રધાન

કાર્યકાળ

કેટલી વખત ધ્વજ ફરકાવ્યો ?

જવાહરલાલ નેહરુ

ઓગસ્ટ 1964થી મે 1964

17 વાર: 1947-1963

લાલ બહાદૂર શાસ્ત્રી

1966 જૂન 1964થી જાન્યુઆરી 1966

2 વાર : 1964-1965

ઈન્દિરા ગાંધી

જાન્યુઆરી 1966થી માર્ચ 1977 અને જાન્યુઆરી 1980થી ઓક્ટોબર 1984

16 વાર : 1966-1976 और 1980-1984

મોરારજી દેસાઈ

માર્ચ 1977થી જુલાઈ 1979

2 વાર: 1977-1978

ચરણ સિંહ

જુલાઈ 1979થી જાન્યુઆરી 1980

1 વાર : 1979

રાજીવ ગાંધી

ઓક્ટોબર 1984થી ડિસેમ્બર 1989 

5 વાર : 1985-1989

વીપી સિંહ

1990  ડિસેમ્બર 1989થી નવેમ્બર 1990

1 વાર : 1990

પી વી નરસિમ્હા રાવ

જૂન 1991થી મે 1996

5 વાર : 1991-1995

એચ ડી દેવગૌડા

1997 જૂન 1996થી એપ્રિલ 1997

1 વાર : 1996

ઈન્દ્રકુમાર ગુજરાલ

એપ્રિલ 1997થી માર્ચ 1998

1 વાર : 1997

અટલ બિહાર વાજપેયી

મે 1996થી જૂન 1996 અને માર્ચ 1998થી માર્ચ 2004

6 વાર : 1998-2003

મનમોહન સિંહ

મે 2004થી મે 2014

10 વાર : 2004-2013

નરેન્દ્ર મોદી

મે 2014થી અત્યાર સુધી

6 વાર : 2014-2019

અન્ય સમાચારો પણ છે...